________________
૬૦૨ ]
૨૫ ત્રહ્મ ૨ ક્ષેત્રે ૨ ૩ મવત મોનઃ
[ સિદ્ધાતકાડ ભ૦ ગીવ અ૮ ૧૨/૧૩
થયા સિવાય ભગવાનનું પરોક્ષજ્ઞાન થતું નથી અને પક્ષજ્ઞાન વિના અપરોક્ષાનુભવ વા સાક્ષાત્કાર થવો કદાપિ શકય નથી. આથી ચિત્તશુદ્ધિ, પરોક્ષજ્ઞાન અને અપરોક્ષાનુભવ એ રીતને ક્રમ પરમાભપ્રાપ્તિને માટે નિશ્ચિત કરે છે, એ વાત નિઃશંક છે. એટલા માટે પરોક્ષજ્ઞાન થયા પછી અપરોક્ષ અનુભવ એટલે આત્મસાક્ષાત્કાર કરવાની જિજ્ઞાસા ધરાવનારા મુમુક્ષુઓને માટે તે આ ચાર પછી પ્રથમના બે પ્રકારો જ ઉત્તરોત્તર ઉપયોગમાં આવે છે. તેથી ભગવાન કહે છે કે, આ તમામ આમવરૂ૫ છે, આત્માથી ભિન્ન કઈ છે જ નહિ તેવા પ્રકારના નિશ્ચયી પરોક્ષજ્ઞાનવાળા જ્ઞાની અભ્યાસકોમાં પણ આ બધું આત્મા છે એવા પ્રકારે અભ્યાસબળ વડે તમામ વૃત્તિઓને રોકવી પડે છે એટલે આ પ્રકારમાં પણ જ્યારે અંતઃકરણમાં અલ્માવ્યતિરિત બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન થવા પામે છે ત્યારે તેને તે આત્મરૂપ છે એ પ્રમાણેની પ્રતિવૃત્તિ વડે દાબી દેવારૂપ અભ્યાસ કરવો પડે છે એટલું આમાં પણ કમીપણું છે. આત્મામાં તે વસ્તુતઃ કોઈ વૃત્તિનું ઉત્થાન છે જ નહિ છતાં તેવા એક નિશ્ચય વડે તે આત્મામાં સ્થિર વા નિશ્ચલ રહી શકતો નથી તેથી અંતઃકરણમાં પ્રથમ વૃત્તિનું ઉત્થાન થવા પામે છે અને પછી પ્રતિવૃત્તિ વડે તે આત્મસ્વરૂપ છે એ રીતે તેને દાબવું પડે છે. માટે તેવા વેગ કિવા અભ્યાસ કરનારા કરતાં જેનો નિશ્ચય જ્ઞાનમાં સ્થિર થયેલ છે એટલે આ સર્વ આત્મસ્વરૂપ છે એવા પ્રકારે જેને જ્ઞાનનિશ્ચય તદ્દન સ્થિર, નિશ્ચલ અને દઢ થયેલ હોય છે, જેના અંતઃકરણમાં કદાપિ વૃત્તિનું રણ જ થવા પામતું નથી તે શ્રેષ્ઠ કહેવાય છે. આમાં પણ સૂક્ષ્મ રીતે સાક્ષીભાવ રહી જવા પામે છે તેથી આ મુજબના જ્ઞાનનિશ્ચયમાં એકરસ થઈ જવારૂપ ધ્યાન વિશેષ એટલે શ્રેષ્ઠ છે અર્થાત આ બધું આત્મરૂપ છે તથા હું પણ આત્મવિરૂ૫ છું, આ પ્રમાણે સાક્ષીભાવ સહિત પોતાને પણ વિલય થઈ જવો તેનું નામ પાન હોઈ તે શ્રેષ્ઠ છે. આ પ્રકારે ધ્યાનમાં એકાગ્રતા અથવા તન્મયતા પ્રાપ્ત થાય એટલે તેવા ધ્યાન વડે તમામ કાર્યોને તેના ફળ સહિત ત્યાગ સિદ્ધ થાય છે. સારાંશ એ કે, આ મુજબ ધ્યાનમાં એકાગ્રતા થવાથી તેના હું ભાવને જ જ્યાં વિલય થઈ જાય છે તે પછી તેવા હુંપણુ વડે થતાં કર્મો અને તેનાં ફળોની તો વાત જ કયાં રહી! અર્થાત તેવા ધ્યાનપરાયણ થયેલાનાં સઘળાં કર્મોને મૂળમાંથી જ ઉચ્છેદ થઈ જાય છે, તેથી તમામ કર્મો અને તેનાં ફળો સાથે તેને કંઈ પણ લાગતું વળગતું નથી. આ રીતે કમળને ત્યાગ થયો એટલે તેને તુરત અંતરરહિત એટલે જેમાં કિંચિત્માત્ર પણ ભેદ નથી એવી સ્વતઃસિદ્ધ, નિશ્ચલ અને અનિર્વચનીય શાંતિ પ્રાપ્ત થાય છે અર્થાત તે નિર્વાણપદને પામે છે. આથી આમાં ભગવાને અભ્યાસથી નિશ્ચય જ્ઞાન રોયરૂપ હેઈ તેથી ધ્યાનની મહત્તા વિશેષ છે, ધ્યાન વડે કમળત્યાગ અનાયાસે જ થઈ જાય છે તથા તે ત્યાગ થતાં જ કાયમી શાંતિ મળે છે, એમ કહેલું છે, ધ્યાન એટલે શું? તેની વિશેષ સ્પષ્ટતાને માટે શાસ્ત્રમાં આપવામાં આવેલું કથન આ મુજબ છે.
જ્ઞાનમાં એકરસ થઈ જવું તે જ ધ્યાન કહેવાય નિર્વિકલ્પ સમાધિ એ અપરોક્ષાનુભવનું સાક્ષાત કારણ છે ખરું, પરંતુ જ્ઞાનનો ઉદય થયા વિના નિર્વિકલ્પ સમાધિ થાય તો તે પણ પરમ જડતારૂપ જ છે, તયા સવિકલ્પ સમાધિ તે સંસાર રૂપ છે. તેથી કદાચિત ધ્યાન કે સમાધિને લાભ થાય તે પણ જ્ઞાન થયા વિનાનું તે કંઈ પરમ પુસ્વાર્થરૂપ સંભવતું નથી અને જે સવિક સ્થાન હોય તો તે ૫શુ સંસારના જેવું જ છે. અને જ્ઞાન થયા વગરની નિકિતા હોય, તે તે પણ પાષાણુતા જેવી પરમ જડતારૂપ છે. મોક્ષ એ કાંઈ પાષાણુ જેવી જ સ્થિતિરૂ૫ કિવા વિકલ્પાત્મક સંભવતો નથી. તરમાતું જ્ઞાન રહિત પાષાણુ જેવી નિર્વિકલ્પ જડ સમાધિ વડે કશું પણ પ્રાપ્ત થતું નથી. તે થકી આત્યંતિક દુ:ખની નિવૃત્તિ કદી પણ થતી નથી. સુષુપ્તિ વડે શું વળે છે ? સૃષ્ટિને અત્યંત અસંભવ છે, તેથી સારી રીતે જ્ઞાનનો ઉદય થતાં વિવેકી પુરુષની દષ્ટ્રિમાં સર્વ દશ્ય ભ્રાંતિમાત્ર જ ભાસે છે. જીવન્મુક્તિ એ જ વાસ્તવિક રીતે નિર્વિકલ્પ સમાધિ કહેવાય. તે જ અનંત નિર્વાણરૂપ અને મેક્ષારૂપ છે. તુરીયાવસ્થા પણ તેને જ કહે છે. તેમાં યથાસ્થિતપણે રહીને કિંચિત્માત્ર ૫ણ ક્ષેમને પ્રાપ્ત નહિ થતાં તે પુરુષ હમેશાં સર્વના પ્રકાશક એવા આત્મરૂપે જ રહે છે, “જ્ઞાનમાં સારી રીતે એકરસ થઈ જવું