________________
ગીતા રોહન ] તથા મૃત્યુ જેના શાકાદિપે છે એવા સર્વવ્યાપક આત્માને કઇક જ જાણે છે. [૬૦૫ આત્મસ્વરૂપ એવી એક મારી ભાવનામાં નિશ્ચલ થયેલે કે જે હર્ષ, ઈર્ષ્યા (અદેખાઈ, ભય કિંવા ઉદ્દેગ (પરિતાપ)થી તદ્દન મુકત છે, તે જ મારે અત્યંત પ્રિય ભક્ત અર્થાત્ જીવન્મુક્ત કિંવા પરમ ભકત છે એમ સમજે.
अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः । सारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः ॥१६॥
સર્વ આરંભને પરિત્યાગ કરનારે મને પ્રિય છે અનપેક્ષ એટલે જેને કોઈ પણ જાતની અપેક્ષા નથી એવો ફક્ત એક આત્મામાં જ એકાગ્ર બનેલે, તદ્દન નિઃસ્પૃહ, શુચિ અથત અત્યંત પવિત્ર, નિરંતર હું અને આ બધું મારું આત્મસ્વરૂપ છે તેથી ભિન્ન કાંઈ છે
જ નહિ એવી રીતનો અખંડ ભાવ રહેવો તે જ ખરું શૌચ કિંવા પવિત્ર પણું કહેવાય. આત્મામાંથી કિંચિત્માત્ર પણ જે કદી ચલાયમાન થતું નથી તે હંમેશાં આત્મામાં જ દક્ષ, જે આત્મા સિવાય ઇતર તમામ વરતુઓ પ્રત્યે ઉદાસીન રહે છે તે ગતવ્યથઃ એટલે જેની તમામ વ્યથાઓ નાશ પામેલી છે. જે તમામ પ્રકારની પીડાઓથી તદન રહિત બનેલો છે; સર્વોરંપરિત્યાગી અર્થાત જે અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન થતાં પૂર્વે જ તે આત્મસ્વરૂપ છે એ રીતના દઢ નિશ્ચયવાળો હોવાથી અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન જ થવા દેતો નથી અગર કદાચ થાય તે તેને તત્કાળ દાબી દે છે, આ મુજબ જે આરંભમાં જ અન્યાદિ ભાવનાઓનો પરિત્યાગ કરનારો છે, એટલે અંત:કરણમાં કોઈ પણ વૃત્તિનું સ્કુરણ જ થવા દેતો નથી અને જે કદાચ થાય તો તે આત્મવરૂપ જ છે, એવા પ્રકારની દભાવના વડે તેને તત્કાળ દાબી દે છે, એ રીતે સર્વ આરંભને જ પરિત્યાગ કરનાર, આત્મસ્વરૂપ એવા મારામાં જે એકરૂપ બનેલો છે તેવો મારો જીવન્મુકત-ભકત જ પ્રિય છે.
यो न हृष्यति न दृष्टि न शोचति न कासति । शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः ॥ ७॥
શુભાશુભ પરિત્યાગી ભક્ત જે કદી હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, શેક કરતો નથી, કે કાંઈ ઈચ્છતા પણ નથી, શુભ અને અશુભને પરિત્યાગ કરનારો જે ભક્તિમાન, તે જ મારા પ્રિય ભકત છે. તાત્પર્ય એ કે, કેઈ પ્રકારનો લાભ થવાથી જે કદી હર્ષ પામતો નથી અને હાનિ થવાથી તેને દ્વેષ કરતા નથી તેમ ઉદ્વેગ પણ કરતા નથી, તેમ જ જેને કશાની પણ ઈચ્છા નથી, આ શુભ છે, આ અશુભ છે એવી બંને પ્રકારની ભાવનાઓનો જેણે સર્વ રીતે ત્યાગ કરે છે અર્થાત આ શુભ અને આ અશુભ એવી બંને પ્રકારની ભાવનાઓનું જેની ચિત્તવૃત્તિમાં કદી ઉત્થાન જ થવા પામતું નથી, આ બધું અદ્વૈત એવું આભરવરૂપ જ છે, આ પ્રકારની એકાકાર વૃત્તિ સિવાય બીજી કઈ વૃત્તિ બકે અહમ્ (હું) એવું કુરણ પણ જેના અંતઃકરણમાં થવા પામતું નથી, આત્મસ્વરૂપ એવા મારા (વૃક્ષાંક ૧) સિવાય જેને બીજું બધું સુઝવાનું બંધ થઈ ગયું છે અને હું એવો ભાવ પણ ઉઠવા પામતો નથી, આ રીતની એકનિષારૂપ અનન્ય ભાવના વડે મારી ભકિતમાં નિશ્ચળ થયેલો અતિમાન્ય એવો જે મારે ભકત છે, તે જ મને અત્યંત પ્રિય છે; નહિ કે બેપણની ભાવના રાખનાર,
समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः ।
શીરોngag:હેતુ મા વિદ્વિતઃ ૨૮૫