________________
ગતિ દહન ]
બ્રાહ્મણ, ક્ષત્રિય બંને આત્માના અનરૂપે એટલે આત્મસ્વરૂપ બને છે.
[ ૬૦૩
તે જ ધ્યાન કહેવાય છે.” વળી દશ્યને અત્યંત અસંભવ છે તેથી આત્મસ્વરૂપને યથાર્થ રીતે ઓળખવું તેને જ કૃતિઓ તથા તત્ત્વવેત્તાઓ પરમપદરૂપ કે પરમ પુરુષાર્થરૂપ કહે છે. આ સ્થિતિ કઈ પાષાણુ જેવી જડ કિંવા સુષુપ્તિ. જેવી પણ નથી. તે નિર્વિકલ્પ કે સવિકલ્પ બંને પૈકી એકે નથી તેમ સાર્વે શન્ય પણ નથી. તે દશ્યના અત્યંત અસંભવરૂપ તથા કેવળ અનુભવરૂપ છે. એ બ્રહ્મ જ સર્વરૂપ છે તથા કશારૂપ પણ નથી. જે બ્રહ્મના જે નિર્વિકાર હોય તે જ તેને સર્વત્ર અનુભવે છે. આ મુજબ જ્યારે સારી રીતે પ્રબોધનો ઉદય થાય છે ત્યારે જ તે પરમ નિર્વાણપદની પ્રાપ્તિ થઈ એમ કહી શકાય. તે નિર્વાણ દિશામાં આ જગત યથાસ્થિત (જેમનું તેમ) રહ્યા છતાં પણ પ્રલય જેવી અભાવની સ્થિતિને પ્રાપ્ત થઈ જાય છે. તેમાં આ એકતા કિંવા અનેકતાની બિલકુલ કલ્પના જ નથી. તેમાં કશુંએ નથી તેમ કશાનો સંભવ પણ નથી. તેમ સર્વ સદસ વસ્તુઓની સીમાના અંતરૂપ પણ તે જ કહેવાય છે. દર્ય અત્યંત અસંભવિત છે એમ નિશ્ચયપૂર્વક માનવાથી શુદ્ધ બેધનો ઉદય થાય છે અને તેવા પ્રકારના બોધને ઉદય થવાથી સર્વ વિક્ષેપોથી રહિત થવાય છે. આમ સર્વ વિક્ષેપોથી રહિત થયા પછી શાંતપણે જે કાંઈ નિરતિશય આનંદરૂપે સ્થિતિ રાખી રહેવું તે જ પરમપદ છે, એમ તમે સમજો, એ શુદ્ધ બોધ જ સર્વોત્તમ ધ્યાનરૂ૫ છે. શાસ્ત્રપરિચયથી પદ તથા પદના અર્થને જાણું શકનાર બુદ્ધિમાન નિરંતર મોક્ષના ઉપાયરૂપ સતશાસ્ત્રનો અભ્યાસ કરનાર શુદ્ધ અધિકારી પુરુષ જ પોતાને અધ્યાત્મશાસ્ત્રના વિચારથી થયેલા જ્ઞાનરૂપી ઉપાય વડે તે પદ મેળવી શકે છે. બીજા કશા ઉપાય વડે તેની પ્રાપ્તિ થતી નથી. તીર્થાટન વંડ, દાન વડે, અધ્યાત્મ વિના બીજી કોઈ વિદ્યા વડે, યોગ વડે, ધ્યાન વડે, તપ વડે કે યજ્ઞ વડે તેની પ્રાપ્તિ કદાપિ થતી નથી. અરે ! કોઈને જે ભ્રાંત થઈ હોય તો તેને કોઈ દિવસ તપ, જપ વા તીર્થાદિ વડે તે કદી શાંત થાય ખરી કે? આ જગતમાં જે સારી શુદ્ધ બુદ્ધિ વડે અધ્યાત્મશાનો વિચાર કરવામાં આવે તો તેથી થયેલા આત્મજ્ઞાનરૂપ મોક્ષના ઉપાયથી જ એ બ્રાંતિ શાંત થાય છે. બીજા કશા ઉપાયથી પણ તે શાંત થતી નથી ( વાનિક ઉ૦ સ. ૧૭૪/૧૦ થી ૨૭ને સારાંશ).
ત્યાગથી અનંતરે શાંતિ પ્રાપ્ત થાય છે આત્મસ્વરૂપ એવા મારા (વૃક્ષાંક ૧)માં દસ્થાદિ કાંઈ છે જ નહીં, એવા પ્રકારના દઢનિશ્ચય વડે આગળ કહેવામાં આવ્યું છે તે પ્રમાણે નિર્ગુણ અથવા નિઃશવભાવની ઉપાસના કરનાર કિવા પોતે તથા આ સર્વ દૃશ્ય આત્મસ્વરૂપ એવા ભગવાન(વૃક્ષાંક ૧)નું જ રૂ૫ છે, એ પ્રકારે સગુણ અથવા સવમભાવ ની ઉપાસના કરનારો તમામ કર્મો કરે છે, છતાં તેમાંથી તદ્દન અલિપ્ત જ હોય છે, અથત કર્મ કરવાં છતાં પણ તે કર્તાપણાના અહંકારથી રહિત હોય છે. એ રીતે કર્મ કરનારો જ કર્મ કરવા છતાં પણ તેના ફળનો ત્યાગી કહેવાય. કેમકે તેનું ધ્યાન તો કેવળ એક આત્મભાવમાં જ તાદાભ્ય પામેલું હોય છે. તેથી તેને તે આત્માથી બીજું કાંઈ હશે એવો ખ્યાલ સ્વપ્ન પણ હોતો નથી. આ પ્રકારના કર્મફલત્યાગ આત્મસ્વરૂપના ધ્યાનમાં તાદાઓ થનારને એ પ્રકારના ધ્યાન થકી અનાયાસે જ પ્રાપ્ત થાય છે. આ રીતે કર્મફળત્યાગ થતાં જ તેની અનિર્વચનીય એવા પરમપદમાં કાયમને માટે એકયભાવે તદ્રુપતા થાય છે, આવી નિર્વાણુ શાંતિ તે જ અનંતર શાંતિ કહેવાય. નિષ્કામ કર્મયોગ તે આ જ. તે આવી રિથતિમાં સ્થિત થયેલા યોગીને જ લાગુ થઈ શકે. જેને આ સ્થિતિ પ્રાપ્ત થયેલી છે, તે જ ખરો ભક્ત કિંવા જીવન્મુક્ત છે અને આવો ભક્ત જ મને અત્યંત પ્રિય છે. એમ હવે ભગવાન આગળ કહી રહ્યા છે.
અg fમતાના મિત્ર જળ પલ વા. निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी ॥१३॥
જીવન્મુક્ત ભક્ત જ મને પ્રિય છે. ભગવાન બેલ્યા જેને સર્વ પ્રાણીમાત્રમાં કોઈ પણ પ્રકારનો દેવ રહેલું નથી એવો અદ્દેષ્ટા એટલે અમુક યાજ્ય છે, એવી રીતને ભાવ જેમાં રહેલો નથી, પરંતુ આ સર્વ આત્મસ્વરૂપ એવું મારું જ સ્વરૂપ