________________
૬૦૬] ઋત' વિયની યુતવ્ય – [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ ૧૨૦.
तुल्यनिम्दास्तुतिौनी सन्तुष्टो येन केनचित् । अनिकेतः स्थिरमति क्तिमान्मे प्रियो नरः ॥१९॥
સાચા ભકિતમાન કોને કહે? શત્રુ તથા મિત્ર, માન અને અપમાન, શીત અને ઉષ્ણ, સુખ તથા દુઃખ જેને સમાન છે, જે સંગથી અન્ય ડિત છે, એટલે જે શત્રુ કિંવા મિત્ર એ બંનેને આત્મસ્વરૂપ જુએ છે તેમ માન તથા અપમાન એ બંનેમાં પણ આત્મસ્વરૂપને જ દેખે છે, તેમ જ શીત કિંવા ઉષ્ણુ એ બેઉ આત્મસ્વરૂપ જ છે. તથા સુખ અને દુઃખ આ બંને ભાવ પણ પિતાનું સ્વરૂપ જ છે, એમ જાણે છે; સારાંશ તમામ ત ભાવનાઓમાં જે કેવળ એક પોતાનું સ્વસ્વરૂપ જ દેખે છે, એવી સમભાવનાવાળા તથા જે આત્મવ્યતિરિત ઇનર સર્વ સંગાથી અત્યંત રહિત વા અલિત છે, જેને નિંદા કિંવા રતુતિ બંને સમાન છે એટલે નિંદા પણ આત્મસ્વરૂપ છે તથા રસુતિ પણ આત્મસ્વરૂ૫ છે; આ પ્રકારના મૌનવાળો અર્થાત્ આત્મવ્યતિરિકત બીજા બધામાં જેણે મૌનનું સેવન કરેલું છે, એ મૌની (મૌન સંબંધમાં જુઓ અધ્યાય ૧૩), યેનકેન એટલે જે વડે જે સમયે જે મળે તે ઉપર સંતુષ્ટ રહેનાર, અનિકેત એટલે જેનું કોઈ પણ ઠેકાણે સ્થાનક જ નથી અર્થાત આ હું છું, આ હું નથી, આ મારું છે, આ મારું નથી, આ તું છે, આ તમે છે, આ તે છે, આ તારું છે ઇત્યાદિ કાઈ પણ ઠેકાણે જે સ્થિત નથી; સંક્ષેપમાં જેનામાં હું અને મારું ઇત્યાદિ કોઈ પણ નાને સ્થાન જ નથી કિવા આ બંને ભાવને જ્યાં સ્પર્શ પણ નથી એ સ્થાન વિનાને; સ્થિરમતિ અર્થાત જેની બુદ્ધિ કેવળ એક આત્મામાં જ તદ્દન નિશ્ચળ(સ્થિર) થયેલી છે એવા પ્રકારને; સાચો ભક્તિમાન નર જ મારે અત્યંત પ્રિય છે. સારાંશ એ કે અત્રે ભગવાને સાચો ભક્તિમાન ને કહે તેનું લક્ષણ કહેલ છે, જે તમામ ધન્ધોથી મુક્ત થયેલો હોઈ જેની મતિ કેવળ એક આત્મામાં જ રિથર છે એ જ સાચો ભક્તિમાન જીવન્મુક્ત કહેવાય છે અને તે મને અત્યંત પ્રિય છે એમ કહ્યું છે.
ये तु धामृतमिदं यथोक्तं पर्युपासते। श्रदधाना मत्परमा भुक्तास्तेऽतीव मे प्रियाः ॥२०॥
મારાથી અભિન્ન ભક્તો જ મને પ્રિય છે ટૂંકમાં એટલું જ કે, સર્વથી પર અને આત્મસ્વરૂપ એ જે હું તે મારામાં પરાયણ થઈ શ્રદ્ધા વડે ઉપર કહેલા આ ભકતનાં લક્ષણવાળા ધર્મરૂપ અમૃતને જે સંપાદન કરે છે, તે જ મારા અત્યંત પ્રિય ભકત છે એમ જાણુ. આમાં ભગવાને શ્રદ્ધા વડે મારામાં પરાયણ એટલે મારાથી ભિન્નપણું રાખીને નહિ પરંતુ મારારૂપ જ બની જઈને અિયભાવે મારી ઉપાસના કરનારાઓને મુખ્ય ભકતે માનેલા છે. જેઓ આ રીતે અભિનભાવ વડે ભક્તિ કરતા નથી તેઓ સાચા ભકતો નથી, એમ ભગવાનને કહેવાનો ઉદ્દેશ આમાંથી
પષ્ટ રીતે તરી આવે છે. દૈતપદ તે તદન કાલ્પનિક હાઈ એક આત્મા જ સત્ય છે તે સંબંધમાં શાસ્ત્રમાં પણ નીચે પ્રમાણે કહેવામાં આવ્યું છે.
સુખદુઃખ છે જ નહિ શ્રીકૃષ્ણ કહે છે: હે કુંતીપુત્ર! વિષય સુખ કિંવા દુઃખરૂપ છે એવી બંને પ્રકારની બ્રાંતિને છોડી દે, કેમ કે ઉનાળામાં છે પદાર્થ સુખદાયી અને ગરમ પદાર્થ દુઃખદાયી થાય છે ત્યારે શિયાળામાં એથી ઊલટ અનુભવ આવે છે. આથી પદાર્થમાં સુખ તથા દુઃખનું નિશ્ચિત સ્થાન કયાં રહ્યું? માટે વિષયો સુખદુઃખરૂપ નથી પણ દરેકને પોતપોતાની ભાવનાવશાત સુખદુઃખાદિ રૂપે અનુભવમાં આવનારા અને કાલ્પનિક હેઈ