________________
૬૪]
મૃત્યુઘંચ્યોપમેચને જ રયા વૈદ્ર ચત્ર સઃ II 8.
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીત અ ૧ર/૧૮
છે એવા એક જ ભાવમાં તદ્દન નિશ્ચલ થયેલ હોવાથી જેની સર્વભૂતમાત્રમાંથી ઠેષબુદ્ધિ નષ્ટ થવા પામેલી છે અને તેથી તે તમામને મિત્ર બનેલો છે; કરુણુવાળો એટલે આ સર્વભૂતો આત્મસ્વરૂપ હોઈ આત્મરૂપ એવા મારી સાથે એકરૂપ હોવા છતાં તેવું જ્ઞાન નહિ હેવાથી તેઓ બિચારા પિતાને આત્મસ્વરૂપથો ભિન્ન માની બેઠા છે તે ખરેખર દયાને પાત્ર છે, એવા પ્રકારની અંતઃકરણમાં જેને કરુણા ઉત્પન્ન થયેલી છે તે કરણ; નિર્મમ અર્થાત આ મારું છે અને આ હું છું એવી જુદાપણાની સહેજ પણ ભાવના જેનામાં રહેવા પામેલી નથી પરંતુ જે આ હું અને મારું એવી રીતના ભેદ વડે જોવામાં આવે છે તે તમામ આત્મસ્વરૂપ એવા મા જ રૂપ છે, મારા સ્વરૂપથી કિચિત્માત્ર પણ કાંઈ ભિન્ન છે જ નહિ; એવા પ્રકારની નિમમતા તથા આત્મસ્વરૂપને નહિ જાણનારા આ બધા અજ્ઞાની અને મૂઢ લેકેને સ્વરવરૂપનું જ્ઞાન નહિ હેવાથી બાપડા દુઃખાદિ અનેક ભોગો ભોગવી રહ્યા છે તે ખરેખર ક્ષમાને પાત્ર છે એ રીતનો ક્ષમાવાળા; જેમાં અહંભાવને લેશ પણ નથી એટલે હું એવી ભાવનાનો અંશ જ નથી તેવો નિરહંકાર થયેલે તથા સુખ અને દુઃખ એ બંને આત્મસ્વરૂપ જ છે એવી ભાવના વડે તે બંનેમાં સમાનતા જનારો અર્થાત સર્વ ભૂતમાત્રમાં કૅપ નહિ કરનારો એવો સર્વનો મિત્ર કરણ વડે વ્યાપ્ત, ક્ષમાધારી, અહંતા મમતા રહિત તથા જેને સુખદુ:ખ સમાન જ છે એવો જીવન્મુક્ત ભક્ત જ મને પ્રિય છે. અહીંથી ભગવાને બહુમાનસ જીવન્મુક્ત ભાનાં લક્ષણે કહેવાની શરૂઆત કરી છે.
सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः । मर्पितमनोबुद्धि मे भक्तः स मे पियः ॥१४॥
અભિન્ન ભાવવાળ ભક્તયોગી જ મને પ્રિય છે નિરંતર સંતેષી, સમાહિત ચિત્તવાળે, શરીર તથા ઈદ્રિયને નિયમમાં રાખનારો, દઢ નિશ્ચયથી જેણે મન અને બુદ્ધિ મારામાં જ અર્પણ કરેલાં છે એવો રે મારો ભક્ત છે, તે જ મને પ્રિય છે. ઉદ્દેશ એ કે, જે યતાત્મા અર્થાત આ બધું પણ આત્મસ્વરૂપ જ છે અને તે આત્મા હું જ છું એ રીતે નિરંતર આત્મામાં જ રમી રહેલ છે, શરીર, ઇોિ, તથા તેના વિષે ઇત્યાદિ તમામને એક આત્મરૂપ નિયમમાં જ જેણે વશ કરેલાં છે, જેનું ચિત આ રીતની સમતાને પ્રાપ્ત થયેલું છે અને જે તેવા પ્રકારના દઢ નિશ્ચયવાળો છે તથા જેણે હંમેશ આત્મસ્વરૂપ એવા મારામાં જ મન તથા બુદ્ધિને અર્પણ કરેલાં છે એવા દઢ નિશ્ચયવાળો ( જ્ઞાન નિશ્ચયવાળા) તથા હંમેશાં તેમાંજ સંતુષ્ટ રહેનારો મારો ભક્ત એટલે મારાથી અભિન ભાવનાવાળે જીવન્મુક્ત યોગી જ મને અત્યંત પ્રિય છે.
यस्मान्नोद्विजते लोको लोकानोद्विजते च यः । हर्षामर्षभयोडेगर्मुक्तो यः स च मे प्रियः ॥१५॥
લોકો વડે જે ઉદ્વેગ પામતું નથી તે ભક્ત મને પ્રિય છે જે થકી કોઈ લોકે ઉદ્વેગ પામતા નથી તથા જે કદી લોકેથી ઉઠેગ પામતા નથી, જે હર્ષ, ઈષ્ય, (અદેખાઈ) ભય તેમજ ઉગથી મુક્ત છે તે મને પ્રિય છે. સારાંશ એ કે જેનાથી લોકેને કંટાળે અગર પરિતાપ(ત્રાસ) થતો નથી તથા જે લોકેથી પરિતાપવાસ)ને પામતો નથી, એટલે કે તેને ત્યાગ કરવા ઈરછતા નથી અને તે લોકોનો ત્યાગ કરવાની ભાવના સેવતો નથી, કેમ કે આ લોક છે તથા હું છું, એવા પ્રકારની ભાવનાને તેમાં કદી ઉદય જ થતું નથી, તે તો સર્વત્ર કેવળ એક પિતાનું (આત્મ) ૨૫ જ જુએ છે, તે પછી તેને ઉગ થવાનું શું પ્રોજન તથા બીજાઓને પણ તેના વડે ઉદ્વેગ થવાનું શું કારણ આ મુજબ