________________
ગીતાદેહન ]
સત્ય ને ન્યાયને માર્ગે સત્કર્મો કરનારા સત્કર્મોને ભોગવે છે. જે–
[ ૬૦૭
નિત્યપ્રતિ જનારા અને આવનાર હોવાથી અનિત્ય છે. માટે પ્રિય વિષય પ્રાપ્ત થતાં વૈરાગ્ય રાખ તથા અપ્રિય વિષયો પ્રાપ્ત થતાં સહનશીલતા ધારણ કરવી. આ સુખદુઃખ આત્માથી કિંચિત્માત્ર પણ ભિન્ન નથી, માટે દુઃખ પણ કયાં રહ્યું અને સુખ પણ કયાં રહ્યું ? પિતાની પ્રિય વસ્તુ પ્રાપ્ત થાય કે હું પૂછું છું એમ માની લેવારૂપ બ્રાંતિ વડે અને અભિમાનને લીધે સુખ થાય છે તથા તેને વિયોગ થતાં દુષ્ક થાય છે. પણ વાસ્તવિક જુઓ તે આત્મા કે જે આદિઅંતથી રહિત તથા અવયવોથી પણ રહિત છે તેને પૂર્ણ કિંવા અપૂર્ણપણું સંભવે જ કેમ ? જેને વિષ તથા ક્રિયાના સાચાપણાની જીવના ટળી ન ધીર, તત્ત્વદશ અને સુખદુઃખમાં સમાન દૃષ્ટિવાળો થઈને જીવન્મુક્ત થાય છે. આત્મા સર્વરૂ૫ છે' એમ સમજવામાં આવે તે, સુખદુઃખાદિ ભેદે આત્મવરૂપ હોવાને લીધે પ્રતિકૂળ લાગે જ નહિ. વળી ‘દુઃખાદિ ભેદ મિથ્યા જ છે, એમ સમજવામાં આવે તે પણ મોટો લાભ એ છે કે મિથ્યાભૂત પદાર્થો સહન કરી શકાય તેવા છે. આત્મા જ સર્વરૂપે દેખાય છે, માટે સુખ કિંવા દુઃખ મુદ્દલ છે જ નહિ. અધિકાનભૂત આત્મામાં કલ્પિત અનાત્મ પદાર્થોની સત્તા શી રીતે સંભવે? સુખદુઃખાદિ અસત પદાર્થો છે માટે તેઓની સત્તા નથી અને આત્મા સત પદાર્થ છે તેથી તેની અસત્તા નથી, તસ્માત સુખદુઃખાદિ કંઈ છે જ નહિ અને જે કાંઈ છે તે આત્મા જ છે. હે અર્જુન ! તું જગતના સતપણાની બુદ્ધિને તથા આત્માના અસાણાની બુદ્ધિને છોડી દઈ સત તથા અસતના સંબંધમાં નિમિત્તભૂત મનને પણ તુચ્છ પાણી છોડી દે અને આત્મામાં જ દઢ નિષ્ઠા રાખ.
સુખદુઃખાદિ તો આત્મરૂપ જ છે હે અર્જુન! દેહાદિ, સુખદુઃખાદિ કે જગતાદિ કઈ પણ પદાર્થ આત્માથી જુદો નથી, માટે કોણ કોને અનુભવ કરે ? જે આ સુખદુઃખ છે, તે તો અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી ભ્રાંતિ છે અને તે યથાર્થ બોધ વડે જ નષ્ટ થાય છે. જેમ આ દોરી પર થયેલ સર્પનો ભ્રમ અજ્ઞાનની નિવૃત્તિ વિના બીજા કોઈપણુ ઉપાય શાંત થઈ શકતો નથી તેમ આ દુઃખાદિ અબાધ(અજ્ઞાન) વડે જ ઉત્પન્ન થયેલું છે તે જ્ઞાનવ નષ્ટ થાય છે. આ આખું જગત પૂર્ણબ્રહ્મ(આત્મા) છે માટે કાંઈ નષ્ટ પણ થતું નથી અને ઉત્પન્ન પણ થતું નથી એમ સમજવું, એ જ સાચો પરમબોધ છે. જેમ સમુદ્રમાં થોડો વખત તરંગપગુદિ જેવું પ્રતીત થઈને તે પાછું વિલીન થઈ જાય છે તેમ બ્રહ્મમાં આ જગતાદિ ભાસ ક્ષણમાત્ર દેખાઈ પાછા લીન થઈ જાય છે. જેમ ચકરીમાં જળ રજૂરે છે તેમ આત્મસ્વરૂપ એવા તારામાં પણ બ્રહ્મ જ કુરી રહ્યું છે માટે તું નિર્દોષ એવું બ્રહ્મ છે. જે જે કંઈ કાળ જેવું, ક્રિયા જેવું, દેશ જેવું, તુંપણુ જેવું, હુંપણુ જેવું અને સેનાઓ જેવું આ બધુ દેખાય છે, તે સર્વ ખરેખર બ્રહ્મ જ છે, માટે તેમાં ભાવ કે અભાવની ક૯૫ના જ ધટતી નથી. તું માન, મદ, શાક, ભય, તૃષ્ણા, સુખ અને દુઃખ ઇત્યાદિને છોડી દે કેમ કે એ તમામ દ્વત મિથ્યા છે, માટે તું તો સઘળા દૈતના અધિષ્ઠાનરૂપે એક એવા તત (સત) રૂ૫ થા. આ સેનામાં જે માણસો તથા પશુઓ વગેરે છે તેઓ પણ બધા અનુભવરૂપ અનિર્વચનીય એવું બ્રહ્મ જ છે. તેઓને તારા હાથથી જે ક્ય થશે એમ તું માને છે તે પણ અનુભવરૂપ બ્રહ્મ જ છે. માટે શુદ્ધ બ્રહ્મને યુદરૂ૫ રવધર્મથી બ્રહ્મમય કર.
સુખદુઃખાદિ દ્વહોને નાશ હે અર્જુન ! સુખમાં સુખબુદ્ધિ, દુ:ખમાં દુઃખબુદ્ધિ, લાભમાં લાભબુદ્ધિ, હાનિમાં હાનિબુદ્ધિ, જયમાં જયબુદ્ધિ, પરાજયમાં પરાજયબુદ્ધિ નહિ રાખતાં આ સર્વ ધોને ત્યાગ કરી કેવળ એક બ્રહ્મબુદ્ધિ રાખીને શહ બદારૂપ થા. તે પોતે બ્રહ્મરૂપ મહાસાગર હોવાથી તારામાં તો બ્રહ્મરૂપ તરંગે જ ઊઠે, બીજું કયાંથી આ માટે તું લાભહાનિમાં પણ સમાન બુદ્ધિવાળો થઈ દેહાદિકમાંથી અહંભાવના છેડી દઈ આવી પડેલું કાર્ય કર. હે અર્જુન! તું જે કરે છે, ભોગવે છે, તેમે છે, આપે છે અને હવે પછી જે કંઈ કરશે તે સર્વ આત્મા જ છે, એવા પ્રકારની દઢ ભાવના રાખીને સ્થિર થા. તે લાભની લાલચથી કર્મ નહિ કર અને