________________
ગીતાદેહન] અંતઃકરણપ ગુહામાં સ્થિર રહેનાર લેકમાં પોતાની આજીવિકા માટે સન્માગ લે છે. [૬૦૯
બદ્ધ અને મુક્તની ક્રિયાઓમાં ભેદ છે ભગવાન કહે છે : હે ઉદ્ધવ ! સાચા ભક્તો કેને કહેવા તેનાં લક્ષણો તારા પ્રશ્ન ઉપરથી મેં પ્રથમ તને કહેલાં છે; છતાં બોધની પરિપકવતાને માટે ફરીથી સંક્ષેપમાં કહું છું. જ્ઞાની પુરુષ સુખદુઃખથી રહિત અને નિરભિમાન થઈને દેહમાં વતે છે તથા અજ્ઞાની પુરુષ હું જ દેહાદિક છું એવી માન્યતા રાખી અભિમાન સહિત દેહમાં વર્તે છે, તેથી સુખદુઃખ ભોગવ્યા કરે છે; એ બદ્ધ તથા મુક્ત પુરુષની વર્તણૂકમાં ભેદ છે. આ બધું વાસ્તવિક ઇકિયો જ કર્યા કરે છે અને હું તો અલિપ્ત હોવા છતાં જાણે તે બધું હું જ કરી રહ્યો છું એવી રીતે આ ઈદ્રિયો મને બાંધતી હોય એમ દેખાય છે, પરંતુ વાસ્તવિક રીતે હું તો તદ્દન અસંગ એવો આમરૂપ છે એમ સમજી વિરક્ત થયેલો જ્ઞાની પુરુષ જો કે શયન, આસન, ફરવું, નાહવું, જેવું, અડવું, સંધવું, જમવું તથા સાંભળવું ઇત્યાદિ ક્રિયાઓ ઇકિયો વડે કરતો હોય એમ દેખાય છે, છતાં તે ક્રિયાઓને પિતામાં નહિ માનતો હેવાથી તેથી અલિપ્ત એવા સાક્ષીપણામાં જ રહે છે, તેથી અજ્ઞાનીની પેઠે તેમાં બંધાતા નથી. જેમ આકાશ સર્વત્ર રહેવા છતાં તે કઈમાં પણ બંધાતું નથી તેમ જ્ઞાની પુરુષ દેહમાં રહ્યા છતાં પણ દેહમાં બંધાતું નથી. આ બદ્ધ અને મુક્તની ક્રિયાઓ દેખાવમાં એક સરખી લાગવા છતાં તે બે વચ્ચેનો ભેદ આ પ્રમાણેનો છે, તે તને કહ્યો.
- જ્ઞાની પુરુષ ઈકિવડે ચેષ્ટા કરવા છતાં મુક્ત કેમ ? આ મુજબ વૈરાગ્યથી તાણ એવી બ્રહ્મવિદ્યાથી જેના અસંભાવનાદિ તમામ સંકલ્પને નાશ થયો છે, જેના તમામ દોષો કપાઈને જે નિ:સંક૯૫ બની ગયો છે, એવા જ્ઞાની પુરુષને અપરોક્ષજ્ઞાન થતાંની સાથે જેમ સ્વપ્નનો ભ્રમ જાગ્રત થતાં જ નિવૃત્ત થઈ જાય તેમ આ મિયા પ્રપંચને બાધ તુરત જ થઈ જાય છે. એટલે મુક્ત પુરુષ દેહ ઉપરનું મમત્વ છોડી નિરભિમાની બની જાય છે. જે પુરુષની પ્રાણ, ઇકિયમન અને બુદ્ધિની તમામ વૃત્તિઓ સંકલ્પથી રહિત એટલે એક આત્મરૂપ જ બનેલી હોય છે, તે પુરુષ દેહમાં હોવા છતાં પણ તેથી મુક્ત છે. આમ બદ્ધ અને મુક્ત પુરુષમાં જે ભેદ જોવામાં આવે છે તે અભ્યાસકને પોતાની પરીક્ષામાં ઉપયોગી થાય એટલા માટે કહેવામાં આવ્યા છે. હવે મુક્ત પુરુષોનાં કેટલાંક બાહ્ય લક્ષણે કે જે બીજાઓ પણ જાણી શકે તેવાં છે તે કહું છું.
આત્માની સાથે તાદામ્ય બનેલો જ ખરે ભક્ત છે હે ઉદ્ધવ ! જીવન્મુક્ત જ્ઞાની પુરષોનાં લક્ષણોની ગણતરી થવી શક્ય જ નથી છતાં તને થોડાંક કહું છું. જ્ઞાની પુરુષને ઈદુર્જને પીડા કરે કિંવા કોઈ તેનું પૂજન કરે એ બંનેમાં તે વિકારને પામતો નથી. કોઈ સારું કરે કિવા સ્તુતિ કરે તેમ જ કાઈ નઠારું કરે ત્યાં નિંદા કરે તો પણ જે હંમેશ સમ રહે છે તે મુક્ત સમજવો. જેને સારું નરસું બંને સમાન છે તથા જે હંમેશ સમભાવના રાખી કેવળ આત્મારામપણાની ભાવના વડે જડની પેઠે ફરે છે તેને મુકત સમજવો; તાત્પર્ય કે, જે તમામ ભાવે કેવળ એક આત્મામાં જ નિત્યપ્રતિ પરાયણ થયેલો હોય છે, આત્મા સિવાય જેને બીજું કંઈ ભાસતું જ નથી, જેને સારું કિવા નરસે એ બંને કંકોમાં એક જ આત્મસ્વરૂપની સમભાવના હોય છે તે પુરુષ મુક્ત સમજ. આ રીતે જે આત્મસ્વરૂપની સાથે તાદામ્ય બનેલું હોય છે તે જીવન્મુક્ત જ ખરો ભક્ત કહેવાય. આ લક્ષણો તેમને ઓળખવા માટે નહિ પરંતુ પોતામાં સાધુત્વનો અંશ કેટલો છે તે સમજવા માટે ઉપયોગી છે એમ જાણવું. હવે તને ભક્તિનાં લક્ષણો કહું છું, જે સગુણ ઉપાસના કરનારાઓને માટે અત્યંત ઉપયોગી છે. આ લક્ષણે સર્વસામાન્ય લોકેને માટે અભ્યાસમાં પ્રથમ પગથિયા રૂ૫ છે.
મહાત્મા વિા મૂર્તિની ઉપાસના કરવાની રીતિ આત્મસ્વરૂપ એવા મારી મૂર્તિઓનાં કિંવા મારા ઉપર જણાવેલા જીવન્મુક્ત પરમ ભકતોનાં દર્શન કરવાં, સ્પર્શ કર, પૂજન કરવું, સેવા, સ્તુતિ, અને પ્રણામ કરવા, તેઓના ગુણકર્મોનું કીર્તન કરવું,
૩૯