________________
૦૦ ] વસાનનૈનમાપનુયાત છે 18. [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૨/૧૨, કહેવામાં આવેલી છે. ઉપાસનાનો ઉદ્દેશ તે ફક્ત એટલો જ છે કે આ નિર્ગુણ, નિરાકાર, અવ્યય એવો પરમાત્મા તદ્દન વિકાર રહિત હોઈ જગતાદિ કઈ પણ દશ્ય તેમાં છે જ નહિ; આ સર્વ જે જે કાંઈ દેખાય છે તે તે ગાડીની જાદુની રમત માફક કિંવા સ્વમવત મિથ્યા માયા વડે ભાસે છે, વાસ્તવિક રીતે ભગવાનમાં કાંઈ છે જ નહિ, તે ભગવાનની જ » એવી સંજ્ઞા શાસ્ત્રમાં આપેલી છે; આ રીતે શ્રેષ્ઠ અધિકારીઓને માટે નિર્ગુણ ઉપાસના પણ સમજાવવામાં આવેલી છે. આ આમ ભકિતમાર્ગની અંતર્ગત આવેલા સગુણ, નિર્ગુણ ઉપાસનાના ભેદનું ભગવાને સ્પષ્ટીકરણ કરેલું છે. સર્વ સામાન્ય લકે ભગવાન અને પોતે ભિન્ન છે એવી ભેદદષ્ટિના આગ્રહી હોય છે, તેઓ પ્રકૃતિપુરુષને ભેદ કિંવા સારાસાર વિવેક કરવાને શક્તિમાન હતા નથી પરંતુ પોતાની દ્વતની માન્યતા અનુસાર ભાવના વડે શ્રદ્ધા અને ભકિતથી ભગવાનને ઉપાસે છે. તેવા ઉપાસકોને માટે ભકિતમાર્ગ સરળ હેઈ તેમાં પણ અધિકારવશાત ઉપર કહ્યા પ્રમાણે મુખ્ય મુખ્ય ભેદે અભ્યાસની દૃષ્ટિએ કહેવામાં આવેલા છે, પરંતુ જેઓ બુદ્ધિમાન હોઈ સારાસાર વિવેક કરી શકે છે તેવાઓને માટે તો તત્ત્વજ્ઞાન સમજાવવાની મુખ્ય સાંખ્યયુકિત અનુસાર પ્રથમ પ્રકૃતિપુરુષનો વિવેક સમજાવવામાં આવે છે તથા તે વિવેક સારી રીતે સમજાય એટલે આત્માના સાચા સ્વરૂપનું પરોક્ષજ્ઞાન આપવામાં આવે છે, આમ આમા એટલે અસંગ, નિર્વિક૫, નિરાકાર કેમ કહેવાય છે તે સારી રીતે સમજવામાં આવે એટલે તે આત્માના તેવા સ્વરૂપનું પોતે વિચાર અને વિવેકબુદ્ધિ વડે આકલન કરી લે છે. આવી રીતે આત્માના સાચા સ્વરૂપનું આકલન થયું એટલે કે આત્માનું પરોક્ષજ્ઞાન સારી રીતે નિશ્ચયપૂર્વક દઢ થયું કે એ મુમુક્ષુ તદન સંશયથી રહિત બની તે પદની પ્રાપ્તિને માટે તેના મનમાં શ્રદ્ધા સાથે દઢ નિશ્ચય ઉત્પન્ન થાય છે, ત્યાર પછી બ્રહ્મનિષ્ઠ એવા સદ્દગુર તેને ઉપર બતાવેલા નિ:શેષ તથા સર્વ આત્મા છે એવા પ્રકારના સર્વાત્મભાવનો અભ્યાસક્રમ બતાવે છે. તેમના ઉપદેશ પ્રમાણે અભ્યાસક આ બે પિકી પિતાને યોગ્ય લાગે એવો અભ્યાસક્રમ અંતર્દષ્ટિ વડે કરે છે. આ જ્ઞાન માર્ગ કહેવાય છે. આમાં પણ સર્વ આત્મસ્વરૂપ છે. એવા પ્રકારના અભ્યાસ કરતાં નિ:શવભાવનો અભ્યાસ કઠણ હોઈ તે કરનારા શ્રેષ્ઠ બુદ્ધિશાળી ગણાય છે. સિવાય ભકિતમાર્ગની પેઠે જ્ઞાનમાર્ગમાં પણ એક વખતે આત્મતત્વનું પરોક્ષજ્ઞાન સારી રીતે થયું એટલે તે પિતાની બુદ્ધિમાં તે નિત્રય કરીને તદ્દન નિશ્ચલ બની નિવિકલ્પ બની જાય છે.
- શ્રેષ્ઠ અને મંદ અધિકારીઓ માટે અભ્યાસક્રમ જેઓ સૌથી શ્રેષ્ઠ કેટિના અને અત્યંત તીવબુદ્ધિશાળી કહેવાય છે, તેઓ તે આત્મસ્વરૂપ જ્ઞાન સાંભળતાં સાંભળતાં જ શ્રવણ, મનન, નિદિધ્યાસને અને નિશ્વય એ બધું એક સાથે તરત જ કરી નાખે છે અને ઉપદેશ પૂર્ણ થાય એટલામાં તો આ સ્વરૂપમાં સ્થિત થઈ નિર્વિકલ્પ બની જાય છે તથા તેમાંથી પુનઃ ઉત્થાન થયું એટલે થોડા વિચાર વડે જ તેઓ બહુમાનસ જીવમુક્ત બની જાય છે પરંતુ આવા પુરુષો કવચિત જ હેય છે. તેવા અત્યંત તીવ્ર બુદ્ધિમાનેને કઈ પણ પ્રકારના અભ્યાસ કિવા મદમાદિ સાધને કરવાની કે ત્યાગાદિની સહેજ પણ જરૂર હોતી નથી. તેઓ તે જે સ્થિતિમાં હેય તે જ સ્થિતિમાં જ જીવન્મુક્ત બની જાય છે, પરંતુ મંદબુદ્ધિવાળાઓને ક્રમે ક્રમે પ્રથમ અભ્યાસક્રમમાં બતાવી ગયા તેમ આ હું નથી, આ ૮ નથી, એવી રીતના નિઃશેષભાવનો કિંવા આ હું, તું, તે ઇત્યાદિ સર્વ આત્મસ્વરૂપ છે એવી રીતના સર્વાત્મભાવને અભ્યાસ કરવો પડે છે. આને આત્મસ્વરૂપમાં વિશ્રાંતિનો અભ્યાસક્રમ કહે છે ( અભ્યાસક્રમને માટે કિરણશ ૨૨ તથા અધ્યાય ૨ પૃષ્ઠ ૧૬૭ થી ૧૬૯), આ રીતે- આ ભક્તિમાર્ગ તથા જ્ઞાનમાર્ગનું મળ પ્રાપ્તવ્ય ધ્યેય તો એક જ છે. આ ભેદો તે ઉપાસકોના અધિકારવશાત શાસ્ત્રકારોએ ઠરાવેલા છે. વળી કેટલાકને યોગમાર્ગ–અષ્ટાંગયોગાદિ પ્રાપાસનાનો માર્ગ જ અનુકૂળ હોય છે તેમને તે યોગનો અભ્યાસ બતાવવામાં આવે છે (અધ્યાય ૬ જુઓ). આમ શાસ્ત્રોમાં જે અનેક માર્ગો કહેવામાં આવેલા છે તે તમામ માર્ગને સમાવેશ (૧) જ્ઞાન(સાંખ્ય)માર્ગ, (૨) વેગમાર્ગ અને (૩) ભકિતમાર્ગ; એ ત્રણ માર્ગના અંતરમાં જ થઈ જાય છે. આથી આ ત્રણેને જાણનારો આચાર્ય કહેવાય છે. વેદ, વેદાંગાદિ વિદ્યાના