________________
ગીતાદહન ] (તેમજ) અશાન્ત મનવાળાને પણ (એ કદી) પ્રાપ્ત થતી નથી, પણ– [ ૫૦૦
ઉપરના અને આ વિવેચનમાં ભેદ એટલે જ છે કે, પ્રથમના ક્રમમાં જ્ઞાનમાર્ગની દૃષ્ટિએ પતિ અને આ સર્વ આત્મસ્વરૂપ એવા મારું જ સ્વરૂપ છે એવી રીતને નિશ્ચય કરીને અભ્યાસ કરવાનો હોય છે એટલે મૂળમાંથી જ દૈતભાવને ઉચ્છેદ કરી નાખવાનું છે તથા ભક્તિમાર્ગની દષ્ટિએ તમામ કર્મો ભગવાનનાં છે અને હું તો તેમનો એક સેવક છું એવા પ્રકારના દૃઢ નિશ્ચય વડે કોઈ પણ કર્મ કરવાની શરૂઆત કરતાં પહેલાં જ તે કૃષ્ણાર્પણની ભાવના રાખી કરવાનાં છે તથા નીચે બતાવેલા પ્રકારમાં તો તેમ કરવાને પણ સામર્થ્ય ન હોય તો કર્મ કર્યા પછી પણ તે બધાં મને અર્પણ કરતો રહે. આ મુજબ કણાપંણની પદ્ધતિ અભ્યાસની સરળતાને માટે ભગવાને અત્રે કહેલી છે. હવે કર્મ કરવાના આરંભમાં જ કૃષ્ણાર્પણ કરવા જેઓ અશક્ત છે તેઓને માટે કામ કર્યા પછી તેને કૃષ્ણાર્પણ કરવાં એ બીજો પ્રકાર કહેવામાં આવ્યો છે; પરંતુ આ બંને પ્રકારોમાં સેવ્યસેવક ભાવરૂપ Áત રહે છે તેથી તે પ્રકારો સાક્ષાત ભગવાનના નિર્વાણપદની પ્રાપ્તિ કરાવી આપવા સમર્થ નથી પરંતુ તે વડે ચિત્તશુદ્ધિ થઈ ક્રમે ક્રમે પરમપદ પ્રાપ્ત કરી શકાય છે. આથી તે માર્ગો કમમક્તિ દર્શાવનારા છે. આમાં ભગવાને કર્મ કરતાં પહેલાં તમામ કર્મો મારાં છે એવી દત બુદ્ધિનો આશ્રય કરવા જણાવેલું છે.
હવે શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છે કે: હે અર્જુન! એમ કરવાને પણ જો તું અશક્ત હોય તે મારા યોગના આશ્રયવાળા સ્વાધીન ચિત્તવાળ થઈ સર્વ કર્મફળાનો ત્યાગ કર, ભાવાર્થ એ કે, કર્મ કરતાં પહેલાં આ સર્વ કર્મો આત્મરવરૂપ એવા મારાં એટલે ભગવાનનાં જ છે એવી રીતે દૃઢ નિશ્ચય કરીને કર્મ કરવાને માટે પણ જો તું અશક્ત હોય તે કર્મ કર્યા પછી પાછળથી પણ આ બધું યાત્મવાન એટલે આત્મરૂપ એવા ભગવાન રૂપ જ છે, એ પ્રમાણે મદ્યોગ અર્થાત મારામાં જ અર્પણ કરવા ૩૫ યોગના આશ્રય વડે આ સર્વ કર્મ ફળને ત્યાગ કર. એટલે ઉપર આ કથનમાં કર્મ કરતાં પહેલાં જ તે સર્વ આત્મસ્વરૂપ એવા મારાં છે એમ સમજીને આરંભમાં જ તે મને અર્પણ કરી દેવા ૩૫ નિશ્ચય કરવાની કહેવામાં આવેલું છે, તથા આમાં જે તેમ કરવાને માટે પણ તે અસમર્થ હોય તે કર્મ કર્યા પછી પણ આ કરેલું તમામ કર્મ આત્મસ્વરૂપ એવા ભગવાનનું (મારું ) જ છે, એ રીતે દરેક કર્મો થયા પછી તેને કૃષ્ણાર્પણ કરવાં; કે જેથી તે વડે ઉત્પન્ન થતાં સારાં કિવા માઠાં ફળો તથા તે થકી ઉત્પન્ન થનાશ સુખદુઃખાદિ અથવા તો અમુક કર્મનું અમુક ફળ મળવું જ જોઈએ ઈત્યાદિ પ્રકારના તમામ દુરાગ્રહથી તું છૂટી શકીશ. આમ કરવાથી પણ ક્રમે ચિત્તશુદ્ધિ થઈ કર્મમાં નહિ બંધાતાં અંતે આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી શકાશે.
- ભક્તિમાર્ગ તથા તેમાં સગુણ નિર્ગુણ ઉપાસના કરવાના પ્રકારે શ્રીકૃષ્ણ ભગવાને અત્યાર સુધી કમેકમે પોતાના આત્મસ્વરૂપની પ્રાપ્તિના માર્ગો બતાવેલા છે. (૧) જેઓ તદ્દન કનિષ્ઠ અધિકારીઓ હોય છે, તેમણે તમામ કર્મો કર્યા પછી તે ફળ સહિત ભગવાનને અર્પણ કરી દેવાં, (૨) તે કરતાં શ્રેષ્ઠ પાયરીના અધિકારીઓ માટે કર્મ કરતાં અગાઉ જ તે સર્વે ૫રમાત્માનાં છે એવા પ્રકારના દઢ નિશ્ચય વડે પ્રથમથી જ ભગવાનને અર્પણ કરી પછી કર્મ કરવાં; (૩) તેથી એક અધિકારીઓને માટે હું તથા આ જે જે કાંઈ અહેમમાદિ દશ્ય વાણું, નેત્ર, મન, બુદ્ધિ ઈત્યાદિ વડે પ્રતીતિમાં આવે છે તે સર્વે આત્મસ્વરૂ૫ એવા ભગવાન જ છે; આ રીતને દઢ નિશ્ચય કરી અંતઃકરણમાંથી કોઈપણ પ્રકારની વૃત્તિઓનું ઉત્થાન થાય કે તરત જ તેને અભ્યાસ આ સર્વ આત્મસ્વરૂ' એવા ભગવાનને સ્વરુપ છે એવી એક પ્રતિવૃત્તિ વડે દાબી દેવું. આ મુજબ એક૨૫ થતાં સુધી અભ્યાસ કરવો જોઈએ; (૪) આથી પણ શ્રેષ્ઠ કાકીના અધિકારીઓને માટે તે પતાસહ આ તમામ દસ્યજાળ આમસ્વપ છે, એવા પ્રકારનો એક વખતે નિશ્ચય થયો કે તેઓ તત્કાળ નિઃશંક બની જઈ આ સર્વ આત્મસ્વરૂ૫ કિંવા પિતાના ઈષ્ટ ભગવાનનું જ સ્વરૂપ છે એવા નિર્ણયમાં નિશ્ચલ એટલે સ્થિર થઈ જાય છે, તેઓને ઝાઝે અભ્યાસ કરવાની જર પડતી નથી. આ મુજબ આ સગુણ ઉપાસનામાં ચાર પ્રકારના અભ્યાસક્રમ અધિકારવશાત ભગવાને કહેલા છે અને તેથી શ્રેeg કોટીના અધિકારીઓને માટે $ ની અક્ષર કિંવા પરબ્રહ્મ પરમાત્માની નિર્ગુણ ઉપાસના
૨