________________
ગીતદેહન )
જે દુરિત યા પાપથી સદંતર મુક્ત થયું નથી તેને કે --
[ ૫૫
વૃત્તિનું ઉત્થાન થાય કે તરત જ તે આત્મસ્વરૂપ છે એ રીતના પ્રતિસંક૯પ વડે તેને પતાસહ તત્કાળ આત્મસ્વરૂપ એવા મારામાં જ સમર્પણ કરનારો તથા એ રીતના અનન્ય વેગવંડે અર્થાત પોતે પણ મારાથી જુદો નથી એવા પ્રકારે મારા પરાયણ થઈ નિત્યપ્રતિ મારું જ ચિંતન કરતો મને જ ઉપાસે છે. અર્થાત આ શરીરધારી કણ જે તારી સામે ઉભેલ તારા જોવામાં આવે છે તે શરીરધારી નથી પણ સાક્ષાત બ્રહ્મરવરૂપ એ પરમાત્મા હોઈ સર્વ ચરાચરમાં તે જ વ્યાપેલો છે; હું, તું, તે, આ ઇત્યાદિ સર્વ તેનું જ ૨૫ છે, એમ સમજીને સર્વાત્મભાવે જે નિત્યપ્રતિ મારું ચિંતન કરી મને જ ઉપાસે છે અને હે પાર્થ! આ મુજબ જેનું ચિત્ત નિત્ય મારામાં જ પરેવાયેલું છે એટલે જેના ચિત્તમાં બ્રહ્મસ્વરૂપ એવા મારા સિવાય બીજો કાંઈ દેખવામાં આવતું જ નથી, તેને હું મૃત્યુવડે યુક્ત એવા આ દુ:ખરૂપ સંસારસાગરમાંથી અર્થાત મરણના મુખમાંથી વગર વિલંબે છોડાવી તત્કાલ તેનો ઉદ્ધાર કરનારો થાઉં છું, એટલે તેને મારી સાથે ઐક્ય થવારૂપી મોક્ષની પ્રાપ્તિ તત્કાળ થાય છે.
मय्येव मन आधुत्स्व मयि बुद्धिं निवेशय ।। निवासिष्यसि मय्येव अत ऊर्ध्व न संशयः ॥ ८ ॥
મનબુદ્ધિને મારામાં જ પરેવ
ભગવાન કહે છે: હે અર્જુન ! તું આ આત્મસ્વરૂપ એવાં મારામાં જ મનને સ્થિર કર અને બુદ્ધિને પણ મારામાં જ પરોવી દે. આમ મન બુદ્ધિને મારામાં જ સ્થિર કરી દેશે તે પછી તું પણ મારાથી અળગે નહિ રહેતાં મારામાં જ નિવાસ કરશે, એમાં શંકા નથી. અર્થાત મનબુદ્ધિને મારામાં પરોવવાથી તારામાં પણું સિલક રહેવા પામશે નહિ, જેથી તારે નિવાસ મારામાં જ થશે, એટલે તું અને હું એવા બને ભેદે ટળી જઈ તું રૂ૫ મટી આત્મસ્વરૂપ એવા મારામાં જ તારી અભિન્નતા થશે અને પછી તું અને તારું એવું કાંઈ રહેશે જ નહિ. આ રીતે સગુણ ઉપાસના દ્વારા પણ અંતે તું મારા નિર્ગુણ એવા આત્મસ્વરૂપની સાથે એકરૂપતાને પામીશ, એમ નિઃશંક જાણુ. સાકાર નિરાકારના નિર્ણય સંબંધે શાસ્ત્રને એક વધુ આધાર નીચે આપવામાં આવે છે, તે ઉપરથી સ્પષ્ટતા થશે.
સાકાર પૂજન વડે થતી ચિત્તશુદ્ધિ અને કહે છે કે : હે દેવાધિદેવ! આપે આપનાં સાકાર અને નિરાકાર એમ બે સ્વરૂપ હોવાનું કહ્યું, તેમાં હું કયારે અને કયા રૂપનો આશ્રય કરીને રહું કે જેથી મને સિદ્ધિ પ્રાપ્ત થાય? ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા: સાકાર એટલે અપર અને નિરાકાર એટલ પર, એ રીતે મારાં બે સ્વરૂપ છે, તેઓમાં હાથ પગ આદિ અવયવાળું, શંખ, ચક્ર અને ગદાને ધરનારું જે મારું રૂપ છે તે સાકાર વા અપર સ્વરૂપ સમજ, તેમ જ આદિ તથા અંતથી રહિત એક, અવ્યય અદ્રય અને નિર્દોષ એવું મારું જે બીજું સ્વરૂપ છે તે જ નિરાકાર વા પર સ્વરૂપ સમજ; કે જે સ્વરૂપ બ્રહ્મ, આત્મા, પરમાત્મા ઇત્યાદિ શબ્દો વડે કહેવાય છે. જયાં સુધી તું, અજ્ઞાનને લીધે આત્માને ન જાણી શકે ત્યાં સુધી આ ચાર ભુજાવાળા સાકાર સ્વરૂપનું જ પૂજન કર્યા કર પછી ક્રમે તારા ચિત્તની શુદ્ધિ થઈ તું જ્યારે જ્ઞાની થઈશ ત્યારે મારું આદિ તથા અંતથી રહિત એવું જે નિરાકાર રૂ૫ છે તે તારા અનુભવમાં આવશે, કે જે જાણવાથી ફરીવાર જન્મ લે પડતો નથી. હે શત્રુઓનું મર્દન કરનાર અર્જુન! તારું ચિત્ત શુદ્ધ થયેલું છે એમ જે તું માનતો હશે તે પછી તારે મારા સાકાર સ્વરૂપની ઉપાસના કરવાની જરૂર નથી, પરંતુ ફક્ત મારા પારમાર્થિક આત્મસ્વરૂ૫ની સાથે તારા અમાને એટલે તેને પોતાને જીદ નહિ ગણતાં એકરૂપ કરી અખંડ સ્વરૂપને જાણી તુરત તેમાં નિષ્ઠા રાખ. મેં તને પાછળ જે વિભૂતિયોગને વિસ્તાર કહ્યો છે તેનું તાત્પર્ય તો ફકત તે વિભૂતિઓના