________________
૫૯૪ ]
नाविरतो दुश्चरितान्
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી અ૦ ૧૨/૮
જીતેલી નથી અર્થાત ઇંદ્રિય તથા તેના તમામ વિષયોને એક આત્મસ્વરૂપ એવા પરમાત્મામાં હેમેલા નથી તેવાઓને માટે તો કેવળ પેટ ભરવાના સાધન કિવા વ્યાપારરૂપે નીવડે છે અને દાંભિક લોકેને માટે તે તે પેટ ભરવાના સાધનરૂપ થાય છે કે નહિ તે કાંઈ કહી શકાતું નથી. કેમ કે બીજમાંથી અંકુર તથા અંકુરમાંથી ફરીથી બીજ એ પ્રમાણે પ્રવાહરૂપે ચાલ્યા કરતા આ અંકુર એટલે કાર્યરૂ૫ બ્રહ્માંડ તથા તેના બીજરૂ૫ મહત્તત્ત્વાદિ કારણુતા, એ રીતે ચાલી રહેલા આ બંને પ્રવાહે પણ બ્રહ્મસ્વરૂપ એવા એક જ ભગવાનનાં રૂપે છે, તેનાથી કિચિત્માત્ર પણ જુદા નથી એમ વેદ કહે છે. બે લાકડાના ઘર્ષણ વડે જેમ લાકડામાં અમિ દેખાય છે તેમ જિતેંદ્રિય એવા ભક્તિયોગી પુરૂષોને આ કાર્ય કારણ બનેમાં ફક્ત એક ભગવાન જ જોવામાં આવે છે. આ કાર્યકારણાદિની ઉત્પત્તિ, અસ્તિત્વ તથા લય પણું બ્રહ્મસ્વરૂષ્ણ ભગવાન સિવાય બીજું કાંઈ છે જ નહિ તેમ તે બધા રૂપે પણ એ ભગવાન જ છે. માટે હે પરમાત્મન્ ! વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ, જળ, શબ્દાદિ વિષયો, પ્રાણ, ઇંદ્રિયો, મન, ચિત્ત, અહંકાર દેવતાઓ, સ્થૂલ અને સૂક્ષ્મ ઇત્યાદિ સઘળું આપ જ છે. મન અને વચનથી જે જે કંઈ પ્રકાશે છે તે સર્વે પણ આપ જ છે. ગુણે, ગુણવાન, મહત્તવાદિક, મન, બુદ્ધિ વગેરે દેવતાઓ અને મનુષ્ય રીતે બધા આદિ તથા અંતવાળા છે તથા આપ તે આદિઅંતથી રહિત છે તેથી તે સર્વથી પર છે. તે પૈકી કઈ પણ આપના સાચા સ્વરૂપને જા નથી, એ રીતે વિચારીને જ્ઞાની લો કે “અધ્યયનાદિ સઘળું છોડી દઈ ચિત્તની એકાગ્રતાપૂર્વક બ્રહ્મસ્વરૂપ એવા એક આપની ઉપાસના જ અહર્નિશ કર્યા કરે છે. માટે હે પૂજ્ય ! સર્વભાવે આપને જ પ્રણામ, આપની જ સ્તુતિ, આપનામાં જ સર્વકર્મોનું અર્પણ, આપનું જ પૂજન, આપના ચરણોનું જ નિત્યપ્રતિ મરણ અને અહર્નિશ આપની જ કથાનું શ્રવણ; એ રીતે છ અંગવાળી આપની સેવા વિના પરમહંસની ગતિરૂપ એવા આપની ભક્તિ લોકે કેવી રીતે સંપાદન કરી શકે ? તાત્પર્ય કે, આપની ભક્તિ ઉપરના છ પ્રકાર વડે જ થઈ શકે છે ( ભક્ત પ્રહલાદની સ્તુતિ ભાઇ ૭ અ૦ ૯ ક. ૪૬ થી ૫૦ સાકાર નિરાકાર એક જ છે તે માટે જુઓ અધ્યાય ૬ ૦ ૧, પૃઇ ૩૨૧).
थे तु सर्वाणि कर्माणि मयि सन्यस्य मत्पराः । अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ॥६॥ तेषामुहं समुद्धर्ता मृ युस ५सारसागरात् । भवामि न चिरात्पार्थ मय्यवेशितचेतसाम् ॥७॥
મચિત્ત થયેલા ઉદ્ધાર હું જ કરું છું ઉપરના વિવેચન ઉપરથી પણ સ્પષ્ટ રીતે જાણી શકશે કે સાકાર અને નિરાકાર બન્ને એક જ પરમાત્માનું સ્વરૂપ છે, એટલું જ નહિ પરંતુ જ્ઞાન ઉપાસના તથા ભકિતમાર્ગની ઉપાસનામાં યતકિચિત ૫ણું ભેદ નથી. વ્યવહારમાં કોઈ વીંટી કહે કિવા નું કહે અથવા કોઈ મણ કહે કે કઈ ચાળીશ શેર કહે, તે બંનેમાં યચિત પણ ભેદ નથી, તેમ બ્રહ્મ, આત્મા, સત, ચિત, આનંદ, પરમેશ્વર, ભગવાન, વાસુદેવ ઈત્યાદિ કઈ પણ નામ વડે સંબોધવામાં આવે છે તે તમામ એક જ છે, તેમ જ નિર્ણણ વા સગુણ વગેરે ? સર્વ પણ એક જ છે, તેમાં યતકિચિત પણ ભેદ નથી છતાં અવ્યક્ત કિવા નિર્ગુણ ઉપાસના કરતાં સર્વસામાન્ય લોકેને માટે સગુણ ઉપાસનાનો અભ્યાસ સુગમતા ભરેલો અને સરળ હોવાને લીધે તેને અત્રે શ્રેષ્ઠ કહેવામાં આવેલો છે. કેમ કે કલિયુગમાં ધણાખરા લોકોની બુદ્ધિમાં જતા હોવાને લીધે તેઓને નિર્ગુણ ઉપાસના કષ્ટસાધ્ય છે પરંતુ સર્વકર્મોને મારામાં સંન્યાસ કરીને એટલે શરીર, વાણી, મન, બુદ્ધિ ઇત્યાદિવડે થતાં તમામ કર્મોનું આત્મસ્વરૂપ એવા મારામાં સમર્પણ કરનાર એટલે અંતઃકરણુમાં કોઈપણ