________________
પિ૯૨ ]
તવ નામા વિષ્ણુને તનવાનું i . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૨/૫
થાય નહિ ત્યાં સુધી તેને અનેક પ્રકારનાં કષ્ટોમાંથી પાર ઉતરવું પડે છે. સગુણ ઉપાસનામાં પણ છે કે અનન્યભાવ થતાં સુધી કષ્ટ તે થાય છે પરંતુ તેને ઉપાસ્ય સગુણ હોવાથી તેની મૂર્તિનું ધ્યાન કરવાનું તુરત ખ્યાલમાં આવી જાય છે. વળી વિચાર કરીને જો કે આ બધું આકાશ છે, એ અભ્યાસ જેટલો સુગમ પડે તેટલો આ બધું આકાશ નથી એ અભ્યાસ વ્યવહારદષ્ટિએ પણ વધુ કઠણ, કલેશદાયક અને દુઃસાધ્ય છે. એટલા માટે જ અવ્યક્ત ઉપાસના ઘણા જ શ્રમ વડે સાધ્ય થઈ શકે તેવી હોય છે એમ કહેવામાં આવ્યું છે, હવે સગુણ ઉપાસના કેમ સુગમ છે તેને વિચાર કરી રહ્યો ?
સગુણ ઉપાસનાની પદ્ધતિ આ સગુણુ ઉપાસનામાં તો એક જ વાત. જેમ લાકડાં તોડવાને માટે તે લાકડાં પછી ગમે તે એક મજબૂત લાકડાનો હાંડ લઈ કુહાડી તૈયાર કરવામાં આવે છે તથા પછી તે કુહાડી વડે જ સર્વ જંગલે તોડીને સફાચટ કરી શકાય છે તેમ જેઓ આત્મસ્વરૂપ બનેલા છે તેવા કોઈ પણ મહાત્મા અથવા કૃષ્ણ, રામ, વિષ્ણુ, શિવ, ગણેશ, રુદ્ર, સૂર્ય, દેવી, ભૈરવ, હનુમાન ઇત્યાદિ પુરાણપ્રસિદ્ધ વિભૂતિવિશે પૈકી પોતાને ને મૂર્તિ કિંવ બ્રહ્મવિદુ મહાત્મા ઉપર ભાવના હોય તે પિંકી કઈ પણ એક મૂર્તિને દઢ ભાવનાવડે આ જ સર્વવ્યાપી ભગવાન છે એમ નિશ્ચયપૂર્વક માની તે જ આ સર્વરૂપે છે, તેના સિવાય બીજું કંઈ છે જ નહિ. એવી રીતે ચરાચરમાં તેની જ એક દઢ ભાવના કરવી, તેના સિવાય બીજી કોઈપણું ભાવના નહિ કરવી. એવી રીતે જે જે કાંઈ જોવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, સંક૯પમાં કે બુદ્ધિવડે જાણવામાં આવે તે સર્વને આ બધું પિતાના ઇષ્ટદેવતા રૂપ જ છે, તેના સિવાય બીજું કાંઈ છે જ નહિ, ચાલતાં, બેલતાં, શ્વાસ લેતાં, સૂતાં, બેસતાં કે ગમે તે ક્રિયા કરતી વખતે તે સર્વે પોતાના ઉપાય એવા ભગવાનરૂપ જ છે, તેમનાથી જ કાંઈ પણ છે જ નહિ એવી રીતે દૃઢ શ્રદ્ધા અને ભકિતવડે તદ્દન નિઃશંક થઈ પિતાના ઇષ્ટની અનન્યભાવે ભક્તિ કરવી, એ જ એક સગુણ ઉપાસનાનું મુખ્ય રહસ્ય છે. ઉદ્દેશ એ કે, જેમ હજારો લાખો ચોખાના દાણું હોય તે પૈકી એકને હાથમાં લઈ આ બીજો દાણો પણ મારા હાથમાં રહેલા પ્રથમ દાણાનું જ રૂ૫ છે, જે આ છે તે જ આ છે, ત્રીજો પણ તે જ છે. એ રીતે હજારો દાણુઓને એક રૂપે જ બનાવી દેવા તે પ્રમાણે સર્વત્ર ચરાચર વ્યાપક એવા એક પરમાત્મા કે જે પોતે જ ચરાચર રૂપે બનેલા છે, આ પાંચ મહાભૂત અને તેમને અનેકવિધ નામરૂ પાદિ વડે ચાલી રહેલે તમામ વ્યવહાર પણ તેનું જ સ્વ છે, તે ભગવાનના ચરાચરત્વમાંની કોઈપણ એક વ્યક્તિ કે જેણે આત્મસાક્ષાત્કાર કરેલ હોય તેને તે ભગવત વરૂ૫ છે એવા દઢ નિશ્ચય વડે માની લઈ તેની જ સર્વત્ર ભાવના કરવી, આ જ એક ભક્તિમાર્ગની સાચી રીત છે. ખાતાં, શઠતાં, વાંચતાં, ચાલતાં, નિઃશ્વાસ અથવા ઉસ લેતાં પિતાના ઈષ્ટ વગર બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારના દઢ નિશ્ચયવડે અનન્યભાવે ઉપાસના કરવી. કેઈને પણ દ્વેષ નહિ કરવા, કોઈને પણ મોટે નાને નહિ ગણો ઈત્યાદિ, અમુક દેવ મોટા, અમુક નાના, અમુક ન્યાય અને અમુક ગ્રાહ્ય એવી દષ્ટિથી થતી ભકિત એ સાચી ભકિત નહિ પરંતુ દંભ કહેવાય છે. માટે રાગદ્વેષાદિ તમામ દૈતભાવનાનો ત્યાગ કરીને અનન્ય ભાવે સર્વત્ર એક પોતાના ઇષ્ટદેવતાની જ ભાવના કરવી. એ જ સગુણ ઉપાસનાનું રહસ્ય હોવાથી તેમાં વ્રત, તપ, ઉપવાસ કે ઇતર કોઈપણું કષ્ટો સહન કરવાં પડતાં નથી, તેમ જ ગમે તે, ગમે ત્યારે અને ગમે તેવી રીતે કરી શકે છે. તેમાં ન્યાત, જાત, વર્ણ, ઊંચ, નીચ, સ્થાન, કાળ.દેશ, ક્રિયા ઈત્યાદિ કશો પણ ભેદભાવ હેતે નથી સ્ત્રી, શક, અતિશુદ્ર, મહાશક, ઈત્યાદિ ગમે તેને કરવાની છૂટ છે. આ મુજબ આ સગુણોપાસના અતિવિસ્તૃત હોઈ તદ્દન સરલ અને સુલભ છે. એટલું જ નહિ પણ કલિયુગમાં જડવાદ અને બુદ્ધિમંદતામાં ફસાયેલા લોકેને શાંતિને માટે આ માર્ગ જ વધુ શ્રેયસ્કર છે. તે સારી રીતે સમજી શકાશે. વળી તેને શાસ્ત્રકારો છે કેમ કહે છે તેની કલ્પના પણ આથી આવી શકશે. વસ્તુતઃ તે ભક્તિમાર્ગ તથા જ્ઞાનમાર્ગ એક જ છે. એ સંબંધે શાસ્ત્રમાં નીચે પ્રમાણે કથન છે.
૧ ઉપાસના સંબંધમાં વધુ વિવેચન માટે દત્તપરશુરામ ઉપાસના ખંડ જુએ.