________________
૫૯૦ ]
થમેર જીતે તેના સભ્ય – [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૨/૫ સાંખ્ય કિંવા જ્ઞાનમાર્ગના ઉપાસકે તે બુદ્ધિમાન હોય છે. તેઓએ સારી રીતે વિચાર પૂર્વક સદસતનું મનન કરી પ્રથમ હું એટલે કેણ તેનું સાચું જ્ઞાન મેળવેલું હોય છે. તેઓને હું એટલે દેહ છે એવો ભ્રમ કદી પણ હેતો નથી, કારણ કે વિવેકવડે તેઓને આત્મા કિંવા બ્રહ્મસ્વરૂપ એવા મારું પરોક્ષજ્ઞાન થયેલું હોય છે તેથી તેઓને અનહમ એટલે આ નહિ એવા નિઃશેષભાવનો અથવા સોહમ એટલે હું આત્મા છું તથા આ સર્વ પણ આત્મસ્વરૂપ એવા હું રૂપ જ છે, એવી રીતના સર્વાત્મભાવનો અભ્યાસ સુગમ પડે છે છતાં તેમાં પણ અનહમને બદલે સર્વાત્મભાવનો અભ્યાસ વધુ સુલભ છે. તેમ ભક્તિમાર્ગના ઉપાસકે પૈકી કેટલાક ભગવાનને નિર્ગુણ તથા કેટલાકે સગુણ હોવાનું માને છે. તેઓનો દેહાધ્યાસ ગયેલો હતો નથી તેમ તેઓ સારાસાર વિચાર કરવાને પણ શક્તિમાન નહિ હોવાથી આ ભક્તિમાર્ગની યોજના પુરાણાદિ શાસ્ત્રોમાં કરવામાં આવેલી છે. પરમ શ્રદ્ધા અને ભક્તિવડે યુક્ત થઈ અનન્યભાવે તેનું અવલંબન કરવાથી પણ સાંખ્ય (જ્ઞાન) કિવા યોગમાર્ગવાળે જે પદની પ્રાપ્તિ કરી શકે છે તે પદની પ્રાપ્તિ જ તેને થાય છે. આ દ્રષ્ટિએ જ મેં પ્રથમ કહેલું છે કે અનન્ય ભાવવડે યુક્ત થઈ સતત મારામાં પરાયણ થનાર પછી તે જ્ઞાન(સાંખ્ય), યોગ કે ભક્તિમાર્ગવાળા છે તે સર્વે જ “યુક્તતમા” અર્થાત ઉત્તમ યોગવેત્તાઓ જ છે.
સગુણે પાસનાની શ્રેષ્ઠતા કેમ? હવે બધા જ માર્ગવાળા શ્રેષ્ઠ કેમ એવી શંકા થવા સંભવ છે, તે માટે કહું છું. અવ્યક્ત કિંવા નિર્ગુણ ઉપાસના કરવાને માટે લાયક એવા બુદ્ધિમાનો કૃતયુગમાં વધુ પ્રમાણમાં હોય છે, ત્યાર બાદ જેમ જેમ કાળ વ્યતિત થાય છે તેમ તેમ ક્રમે ક્રમે લોકોની બુદ્ધિમંદતામાં વધારો થતો રહે છે, આથી તેમની મલિન થયેલી એ બુદ્ધિ પરમાર્થતત્ત્વ સમજવાને માટે લાયક રહેતી નથી અને કલિયુગમાં તે લેકે કેવળ જડ બુદ્ધિના જ બની જાય છે. આ (ગીતા કહેવામાં આવી તે) કાળ તે દ્વાપર યુગને અંત અને કલિયુગનો આરંભ એ એની વચલી. સંધિનો છે. આ કલિયુગમાંના લકે વેદાંત તથા શ્રતિસ્મૃત્યાદિ ધર્મપાલન કરવાને માટે તદ્દન અશક્ત હોય છે. તેઓ પુરાણુધર્મનું પાલન પણ મહા મહેનત કરી શકે છે. તેવા મંદ બુદ્ધિવાળાઓને માટે અવ્યક્ત એવા અક્ષરની નિર્ગુણ ઉપાસના થવી ઘણી જ કઠણ પડે છે. આ રીતે કાળ અને સંજોગોને ધ્યાનમાં લેતાં આધુનિક યુગને માટે સગુણ ઉપાસના શ્રેષ્ઠ છે એવો મારો મત છે, એમ મેં ઉપર કહેલું છે. વળી ગમે તે માર્ગનું અવલ બન કરવામાં આવે તો પણ દરેક માગે એક જ ધ્યેય પ્રાપ્ત થાય છે. વિશેષ સ્પષ્ટતાને માટે આકાશના દષ્ટાંતની સાથે સમજાવવામાં આવે તો સમજવામાં વધુ સરળતા થશે.
જ્ઞાનમાર્ગીઓને આકાશના સ્વરૂપના જ્ઞાનનું દષ્ટાંત સમજે કે તદ્દન અજ્ઞાની બાળકને આકાશનું જ્ઞાન આપવાનું છે. તે અજ્ઞાનીઓમાં પણ જે તીવ્ર અદ્ધિવાળા હોય તેઓને તો તને જે આ કઠણ અને જડત્વનો ભાગ દેખાય છે તે પૃથ્વીતત્વ કહેવાય છે. તેની ઉત્પત્તિ તે કરતાં પણ સૂમ એવાં જળ તત્ત્વમાંથી થયેલી છે. જળ વહિમાંથી થયું છે. વહિ (તેજ). વાયમાંથી થયો છે તથા વાયુ આકાશમાંથી ઉત્પન્ન થાય છે. માટે તારે આકાશના સાચા સ્વરૂપને અનુભવ લેવાની જરૂર હોય તો જ્યાં પૃથ્વી નથી, જળ નથી, વતિ (તજ) નથી તથા વાયુ પણ નથી એ રીતે આ બધા તને વિલય કરીને જે તત્વ શેવ રડે છે તે જ આકાશ છે એમ જાણવું. આ રીતે આકાશનું શુદ્ધ સ્વરૂપ સમજાવી તેનું પક્ષજ્ઞાન થયા પછી આકાશને અપરોક્ષ અનુભવ લેવાનું જણાવવામાં આવશે
જેઓ તીવ્ર બુદ્ધિશાળી હેતા નથી તે બીજાઓને તો પ્રથમ આકાશ, આકાશમાંથી વાયુ, વાયુમાંથી વહ્નિ (તે), વહ્નિમાંથી જળ અને જળમાંથી પૃથ્વી એ પ્રમાણે ક્રમે આ બધે વિસ્તાર થયેલો જોવામાં આવે છે. તે સર્વનું મૂળ બીજ આકાશ હાઈ બીજાંકુર ન્યાયાનુસાર આ બધું પણ આકાશરૂપ જ હોવાથી સર્વત્ર આકાશની જ ભાવના કરી તેને અનુભવ લેવાનું કહેવામાં આવે છે. આ બે અભ્યાસને જ સાંખ્યશાસ્ત્ર દ્વારા પ્રકૃતિપુરુષને વિવેક થયા પછી બતાવવામાં આવતા જ્ઞાનમાર્ગવાળાઓના અનહુમ અને