________________
ગીતાદેહન ] પણ જે તદ્રુપતાથી આને જ ઈચ્છે યા વરે છે–
[ ૫૯૧ સર્વાત્મભાવરૂપ સેડમના અભ્યાસક્રમે કહેવામાં આવ્યા છે, એમ સમજે. કારણ કે બંનેને આકાશ એટલે શું તેનું પ્રથમ યુકિતપ્રયુકિતધારા જ્ઞાન કરાવ્યું તથા તું તો તે સર્વને જાણનારો સાક્ષી કિંવા દ્રષ્ટા છે; એ પ્રમાણેને સારી રીતે વિવેક કરાવ્યો. ત્યારબાદ આકાશને જેવું હોય તે જેમ સર્વમહાભૂતોને વિલય કરવો પડે છે તેમ જોનારનો એટલે તારો અર્થાત હું ભાવનો પણ વિલય કરવો જોઈએ; એ રીતની યુકિતવંડ તીવ્ર બુદ્ધિમાનોને સમજાવવું પડશે, તથા બીજાને આ બધું પણ આકાશ રૂપ જ છે તેમ તારું શરીર પણ પાંચ મહાભૂતનું જ છે અને તેમાં રહેનારા તું પણ તે રૂપ જ છે. આ પ્રમાણે અહં(હું) પછી તું, તે, આ, મારું, તારું, મને, તને ઇત્યાદિ તમામ ભાવોનો નિરાસ સર્વાત્મભાવવડે કિંવા નિઃશેષ પદ્ધતિ વડે કરાવી નાખવો પડે છે. એ રીતે જ્ઞાનમાર્ગના અભ્યાસકોને સમજાવવાની પદ્ધતિ છે. એમ સમજે.
ભક્તિમાર્ગવાળાઓને આકાશના સ્વરૂપના જ્ઞાનનું દષ્ટાંત હવે નિગણ અને સગુણ ઉપાસકોને આકાશનું સ્વરૂપ પ્રાપ્ત કરી આપવાનું છે પરંતુ તેઓ જ્ઞાનમાર્ગવાળા જેવા યોગ્ય ચિકિત્સકે કિંવા બુદ્ધિમાન હોતા નથી તેથી તેઓને પ્રકૃતિપુને વિવેક સમજ મુશ્કેલ પડે છે. તેઓ તે ભાવિક તથા શ્રદ્ધાળુઓ હોય છે તેથી જ વ્યવહારમાં તેનો લાભ દાંભિકે પણ લઈ શકે છે તથા તેઓને અવળે માર્ગે ચઢાવી પિતાના પંથાભિમાનના ફંદમાં ફસાવી શકે છે. તેવા પ્રકારના સ્વાર્થસાધ અને દંભી દુરાગ્રહીઓ દયાને પાત્ર છે. તે સંબંધે અત્રે વિચાર કરો અરથાને ગણાશે. આપણે તો સાચા ભકિતમાર્ગના પ્રણેતાઓ કે જે ધર્મ, પુરાણમાં ભાગવતધર્મના નામે પ્રસિદ્ધ છે, તે માર્ગના સાચા જિજ્ઞાસુઓનો જ વિચાર કરવાનો છે, તેવાઓને પરમાત્મસ્વરૂપનું સાચું જ્ઞાન શી રીતે થાય તે સંબંધે વિચાર કરવાનો તેમાં સગુણ ભકિત જ કેમ વિશેષ શ્રેષ્ઠ કહેવાય તે આકાશના ઉદાહરણ સાથે સિદ્ધ કરવાનું છે.
અવ્યક્ત ઉપાસના કષ્ટસાધ્ય કેમ? વ્યવહારમાં કોઈ બાળક પૂછે કે આકાશ કયાં છે? તો તેને જ્યાં ઊંચામાં ઊંચે નજર પહેચી શકે છે અને જે ભાગમાં વાદળી રંગ જેવું દેખાય છે તે તરફ આંગળી વડે બતાવવું પડશે એટલે તુરત બાલક શ્રદ્ધા વડે પાલકે બતાવેલું એ જ આકાશ છે તથા તેને રંગ વાદળો હોય છે એમ માની લઈ નિઃશંક રીતે તેનો અભ્યાસ કરે છે. તેમ આ ભકિતમાર્ગના નિર્ગુણ ઉપાસકેને તે ભગવાનનું સાચું સ્વરૂપ અવ્યકત છે, નિર્ગુણ છે, અક્ષર એટલે જેનો કદી નાશ થતો નથી એવું છે, તેને જ કાર કહે છે. આ રીતે સમજાવતાંની સાથે જ તે શંકા રહિત થઈને શ્રદ્ધાવડે તત્કાળ ભગવાન નિર્ગુણ હોઈ તેનું છે એ જ સ્વરૂપ છે. એમ માની લઈ તે ધોરણે અભ્યાસ કરવા મંડી પડે છે, પરંતુ તે વ્યક્તિ તથા દેહાભિમાની હોવાથી અવ્યકત ઉપાસના કરતી વખતે મનમાં ફરીફરીથી તેને ભ્રમ ઉત્પન્ન થતો રહે છે, છતાં શ્રદ્ધાવડે ભગવાન નિર્ગુણ જ છે અને ૩છે એ જ તેનું સ્વરૂપ છે, આ મુજબ નિઃશંક થઈને ફરીફરીથી તે ઉપાસના દઢ કરતા રહે છે. આમ ઉપાસના પૂર્ણ થતાં સુધીને માટે તેને વચ્ચે વચ્ચે શંકા થઈ ભ્રમ પેદા થતો રહે છે અને તે ફરીફરીથી શંકાઓનો ત્યાગ કરીને પોતાની ઉપાસના દઢ રીતે આગળ ધપાવે જાય છે. આ રીતે વ્યક્ત અવ્યક્તના માનસિક ઝઘડાઓમાંથી તેને ઉપાસના પૂર્ણ થતાં સુધી વખતે વખત પસાર થવું પડે છે. આમ ઘણું જ કષ્ટોને અંતે પિતે તેમાંથી તદ્દન નિઃશંક બની પાર ઉતરે છે. કારણ દેખીતું જ છે કે ઉપાસક પતે વ્યક્ત છે અને તે જેની ઉપાસના કરે છે તે અવ્યક્ત છે. આ બંને પરસ્પર વિરુદ્ધતો હોવાથી તેમાં પૂર્ણ ઐકયભાવ થતાં સુધી ઘણું કપરી પરીક્ષાઓમાંથી તેને પસાર થવું પડે છે. વળી દેહાધ્યાસ પણ
અતિશય દઢ હોય છે. ભગવાન અને હું જુદા છીએ તથા હું એટલે આ શરીરધારી છું એવો ભેદભેદ તો ઊભો જ હોય છે; આથી અવ્યક્તની ઉપાસના કરનારાઓને આ ભેદભાવ નષ્ટ થતાં સુધી મનમાં અનેક પ્રકારની ચંચળતા અને વિહવળતા ઉત્પન્ન થતી જ રહે છે, તેને મન તથા ઇંદ્રિયોને તાબામાં રાખવી કઠણ થઈ પડે છે. આ રીતે અભ્યાસ કરતાં પોતે પણ ભગવાન છે એ મુજબ તે જ્યાં સુધી એયભાવને પ્રાપ્ત