________________
૫૯૬] નામાન્તો નાસક્રુિતઃ
[ સિદ્ધાનકા ભ૦ ગી- અ. ૧૨/૯ અધષ્ઠાનરૂપ પોતાના સ્વ(આત્મ)તત્ત્વને જાણવા પૂરતું જ છે. હું ધારું છું કે હું હવે સારી રીતે પ્રબુદ્ધ થશે છે, સ્વરૂપમાં શાંત થયો છે અને તમામ સંકટોથી રહિત થયો છે. તે સત્ય એવા આત્મામાં જ અખંડ સ્થિત રહેજે. (યોગવાસિષ્ઠ નિર્વાણ પૂર્વાર્ધ સર્ગ ૫૩ લેક ૩૫ થી ૪૨.)
મારામાં જ બુદ્ધિને સ્થિર કરવી જોઈએ ભગવાન આગળ કહે છે: હે પાર્થ ! આ રીતે સહેલામાં સહેલો એવો આ સગુણ ઉપાસના માર્ગ તને બતાવ્યો. આ કરતાં સુગમ, સુલભ, અને સરલ બીજે કઈ માર્ગ નથી, માટે મને બુદ્ધિને નિત્યપ્રતિ આત્મસ્વરૂપ એવા મારામાં જ રિથર કરી દે. આ કહેવાનું કારણ એટલું જ છે કે, આવા કટોકટીના સમયે તને બીજા કેઈ પણ પ્રકારનો અભ્યાસ કરવાનો સમય નથી તેથી મેં તને જ્ઞાનમાર્ગની દૃષ્ટિએ બુદ્ધિને એક આત્મામાં જ સ્થિર એટલે આત્મનિશ્ચયવાળી કરવા બદલ તથા આ ભક્તિમાર્ગમાં હું આત્મસ્વરૂપ એવો કણું છું એમ સમજીને એક મારામાં જ પરોવી રાખવા રૂપ યોગ કહ્યો, તેમ જ્ઞાનયોગ કરતાં આ ભકિગ વધુ સુલભ છે એ પણ તને વખતો વખત સમજાવ્યું; માટે હવે છતર તમામ વિચારોને ત્યજી દઈ એક મારામાં જ મન બુદ્ધિને રિથર કરી દે.
સર્વ શાસ્ત્રને ઉશ મારામાં જ એકરૂપ થવું એવો છે શ્રીકૃષ્ણ કહી રહ્યા છે કે હું અજુન ! તને જે કહેવામાં આવ્યું કે મને બુદ્ધિને દઢ નિશ્ચય વડે કેવળ એકભાવે આત્મસ્વરૂપ એવા મારામાં તદ્દન નિશ્ચલ (સ્થિર) કરી છે, તે પ્રમાણે જે તું કરીશ તો પછી તારે કઈ પણ ઇતર સાધનો અથવા તે અભ્યાસ કરવાની આવશ્યકતા રહેશે નહીં. કેમ કે યજ્ઞ, યાગ, જપ, તપ, ધ્યાન, ધારણા, યોગ ઇત્યાદિ અનેક પ્રકારના માર્ગો જે શાસ્ત્રોમાં કહેવામાં આવેલા છે તે સર્વને ઉદ્દેશ તો
પ્રકારની ભાવનાઓને મટાડી તેને કેવળ આત્મસ્વરૂપ એવા મારામાં જ એકરૂપ કરી દેવી એટલે જ એક છે, અર્થાત આ સાંખનિષ્ઠામાં બતાવેલો જ્ઞાનમાર્ગ અથવા યોગમાર્ગ કિંવા ભકિતમાર્ગ, આ ત્રણે માર્ગો અને તે માર્ગોમાં પડતા પેટાદે સડ તમામ માર્ગોને ઉદ્દેશ તે ફકત સર્વ દૈતભેદોને નિરાસ કરીને અંતે આત્મસ્વરૂપ એવા એક મારામાં જ એકરૂપ થઈ જવું એટલું સમજાવવા પૂરતું જ છે. આ મુજબ શાસ્ત્રમાં બતાવેલા મૂળ ધ્યેયને છોડી દઈ ઈતર દષ્ટિનું અવલંબન કરીને ગમે તેટલા મનાવી પ્રયત્નો દીર્ધકાલ પર્યત કરવામાં આવે છે તે તમામ આકાશના ટુકડા કરવાના ઉદ્યોગની જેમ તદ્દન વ્યર્થ જ છે. અને એટલા માટે જ હું તને આ અંતિમ કોટીનો ઉપદેશ કરી રહ્યો છું કે, જો તું મન બુદ્ધિને એક નિશ્ચયવડે આત્મરૂપ એવા મારામાં સ્થિર કરીશ તે ઈત્તર કેઈ પણ સાધનની કિંવા અભ્યાસની અપેક્ષા નહિ રહેતાં મારા અવ્યક્ત એવા અક્ષરવરૂપને સહેજમાં પામીશ.
अथ चित्तं समाधातुं न शक्नाषि मयि स्थिरम् ।
अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय ॥ ९ ॥
મારામાં ચિત્તને સ્થિર કરવા શક્તિમાન ન હૈ ? હે ધનંજય! પણ જે તું મેં ઉપર કહ્યા મુજબ બુદ્ધિને નિશ્ચય કરીને ચિત્તને આત્મસ્વરૂપ એવા મારામાં દઢ રીતે નિશ્ચલ (સ્થિર) કરી દેવાને માટે શકિતમાન ન હશે, તે પછી તું તેવો રિથરતા પ્રાપ્ત થતાં સુધી અભ્યાસગ વડે મારી પ્રાપ્તિને ઇચ્છ, એટલે મેં કહ્યા પ્રમાણે નિઃશંક થઈ બુદ્ધિ વડે દઢ નિશ્ચય કરીને આત્મસ્વરૂપ એવા મારામાં ચિત્તને સ્થિર કરવાને તું જે શકિતમાન ન હશે તે પછી તારે પ્રથમ વખતે વખત કહેવામાં આવ્યું છે તેમ, કાયા, વાચા, મન, બુદ્ધિ વડે જે જે કાંઈ કર્મ થાય તે તમામ આત્મસ્વરૂપ એવા