________________
s
ગીતાદાન 1 બહુ બુદ્ધિ વડે યા શ્રવણું કરવાથી પ્રાપ્ત થતું નથી.
[ પ૮૯ મારામાં મનને પરેવીને જેઓ હંમેશ યુક્તચિત થઈ એટલે મારી સાથે જ જોડેલા ચિત્તવાળા અથત તદાકાર થઈને પરમ શ્રદ્ધા વડે યુક્ત બની એટલે એકરૂપ થઈ અનન્યભાવે વ્યક્ત એવા મારી ઉપાસના કરે છે તેઓ બધા મારા મતે “યુક્તતમા” એટલે શ્રેષ્ઠ ગવેત્તાઓ છે.
थे त्वक्षरमनिर्देश्यमव्यक्तं पर्युपासते । सर्वगमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् ॥ ३ ॥ सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ।
ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः ॥ ४ ॥ નિર્ગુણ તથા સગુણ ઉપાસકેને એક જ સ્થાનની પ્રાપ્તિ થાય છે શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છે: હે પાર્થ ! વળી જેઓ સર્વત્રગમ એટલે આકાશની પેઠે સર્વત્ર વ્યાપક, જેનું કદી ચિંતન પણ થઈ શકે નહિ એવા અચિંત્ય, ફૂટસ્થ એટલે ગમે તેટલા આકારે ઘડાય પરંતુ એરણની જેમ વિકાર રહિત તથા નિત્યપ્રતિ સ્થિર ને સ્થિર જ રહેનારા, કદી પણ ચલાયમાન નહિ થનારા, ધ્રુવ એટલે કદી પણ સ્થાનભ્રષ્ટ નહિ થનારા અથવા પરિણામ ભાવથી રહિત, જે વ્યક્ત અર્થાત પ્રકટ નથી એવા અવ્યક્ત તથા અનિર્દેશ્ય એટલે જેને કદિ નિર્દેશ થતો પણ શક્ય નથી એટલે જે સર્વ સંજ્ઞાઓથી રહિત હોઈ અનિર્વચનીય છે, એવા પ્રકારના નિર્ગુણ અક્ષરની નિત્યપ્રતિ ઉપાસના કરે છે, જેઓ ઇકિયોના સમૂહને એટલે સ્થલ તથા સૂમ ઈદ્રિયે, તેના વિષે તથા તે ગ્રહણ કરવાનાં સાધને એ બધાને ઇકિયેનો સમૂહ કહે છે, તે સર્વને સંયમમાં લાવીને એટલે તે તમામ અનિર્વચનીય એવા અક્ષરરૂપ જ છે, એ પ્રકારે તેને પોતપોતાના વિષય થકી પરાવર કરીને કેવળ એક અવ્યક્ત સ્વરૂપમાં જ વિલીન રાખે છે અને અંતઃકરણમાં બીજી કેઈપણ વૃત્તિનું ઉત્થાન જ થવા દેતા નથી. એ રીતે તમામ ઇદિન નિગ્રહ કરનારા અને જેઓ હંમેશ પ્રાણીમાત્રના હિતમાં જ રત થયેલા છે, જેમની બુદ્ધિ સર્વત્ર અક્ષર સ્વરૂપ એવા એક જ ભાવવાળી થયેલી છે, એવા સર્વત્ર સમબુદ્ધિવાળા ભક્તો પણ અંતે મને જ પામે છે. એટલે જેમ સાંખ્ય કિંવા યોગ એ બંને માર્ગના ઉપાસકો એક જ સ્થાનમાં ભય છે, સાંખ્યમાર્ગે જનારને માટે કોઈ નાનું સ્થાનક છે, તથા ય જનારાઓ માટે કોઈ મોટું રથાનક છે એ ત્યાં ભેદભેદ નથી તેમ અવ્યક્તરૂપે અક્ષરબ્રહ્મની નિર્ગુણ ઉપાસના કરનારાઓ તથા મુર્તિરૂપે મારી સગુણ ઉપાસના કરનારાઓ એ બંને આત્મસ્વરૂપ એવા મને જ પામે છે. અર્થાત બંનેને એક જ સ્થાનની પ્રાપ્તિ થાય છે. તે બંનેને ધ્યેય પ્રાપ્તિ જુદી જુદી થતી હશે એમ સમજીશ નહિ.
क्लेशोऽधिकतरस्तेषाम॒व्यक्तासक्तचेतसाम् । अव्यक्ता हि गतिर्दुःख देहवद्भिवाप्यते ॥ ५ ॥
જ્ઞાનમાર્ગ તથા ભક્તિમાર્ગના ઉપાસકોની યોગ્યતા હે પાર્થ! તને હવે સાચું રહસ્ય કહું છું કે, જેઓ અવ્યક્તમાં જ આસક્ત ચિત્તવાળા હોય છે તેઓને એટલે અક્ષર કિંવા નિર્ગુણ ઉપાસના કરનારાઓને અત્યંત કલેશ થાય છે, કેમકે દેહાભિમાનીઓ અર્થાત દેહ એટલે જ હું એવા નિશ્ચયવાળા ભક્તોને માટે અવ્યક્ત ઉપાસના ઘણું જ દુઃખવડે પામી શકાય તેવી છે. અવ્યક્ત કિવા નિર્ગુણ ઉપાસના દુઃખદાયક તથા કષ્ટસાધ્ય કેમ અને વ્યક્ત કિંવા સગુણ ઉપાસના શ્રેષ્ઠ કેમ તેને સંક્ષેપમાં વિચાર કરવો આવશ્યક છે,