________________
૫૮૮ ]
ન મધયા ન વસુના પુસૈન .
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૨/૫
અને ભક્તિમાર્ગની દષ્ટિએ નિર્ગુણ ઉપાસનામાં પરમાત્માનો વાચક કિંવા સંજ્ઞા દર્શાવનારો આદ્ય અક્ષર ૩ છે તે અનિર્વચનીય હોઈ તેના એટલે » સિવાય બીજું કાંઈ પણ છે જ નહિ એ રીતે હું, તું, તે, આ, ઇત્યાદિ તમામ વૃત્તિઓને પ્રથમ છે રૂ૫ બનાવવી તથા પછી તેને સાક્ષીભાવને પણ વિલય કરો. આ રીતે પિતામહ સાક્ષીભાવનો વિલય પણુ માં જ કરવો પડે છે. અને તે ૩% તો અવ્યક્ત એવા અક્ષર સ્વરૂપ હાઈ અનિર્વચનીય જ છે, આ રીતે વાસ્તવિક જ્ઞાનમાર્ગની નિઃશેષ (નાહમ) ભાવના અભ્યાસની ઉપાસના તથા ભક્તિમાર્ગની નિર્ગુણ કિંવા અવ્યક્ત અક્ષરની ઉપાસનામાં ભેદ બિલકુલ નથી. હવે જ્ઞાનમાર્ગની સર્વાત્મભાવની (સોમ) ઉપાસના તથા ભક્તિમાર્ગની વ્યક્ત કિંવા સગુણ ઉપાસના એ બંનેનો શે ભેદ છે તેને વિચાર કરીશું.
સગુણ અને સર્વાત્મભાવની ઉપાસના એક જ છે જ્ઞાનમાર્ગની સર્વાત્મભાવની ઉપાસના હું' “તું” “તે' “આ” “મારું” “તારું' ઇત્યાદિ તમામ ભાવો આત્મસ્વરૂપ જ છે તથા તેને જાણનાર સાક્ષીસહ પિતે પણ આત્મસ્વરૂપ જ છે. આત્મરૂપથી ભિન્ન કાંઈ છે જ નહિ એવા પ્રકારે પિતાસડ સર્વત્ર આત્મભાવના કરવી પડે છે. અંતઃકરણમાં આત્મા વ્યતિરિત અન્ય કોઈ પણ વૃત્તિનું કિંચિત્માત્ર પણ ઉત્થાન થવા નહિ પામે અને થાય તો તે આત્મસ્વરૂપ જ છે, એવી દૃઢ ભાવના વડે તેને તત્કાળ દાબી દેવું જોઈએ. એ રીતના અભ્યાસવડે બુદ્ધિને આ એક માર્ગમાં જ રિથર રાખવી પડે છે. તથા તેમાંથી કિંચિત્માત્ર પણ ચલાયમાન નહિ થાય તે માટે હંમેશ (સતત) સાવચેતી રાખવી પડે છે. તે પ્રમાણે ભક્તિમાર્ગની વ્ય કિંવા સગુણે પાસનામાં પોતાને જે ઇષ્ટદેવ હોય તે જ સર્વત્ર વ્યાપક છે એ દઢ નિશ્ચય કરી તે જ આ સર્વરૂપે છે; જેમ કે કૃષ્ણરૂપી હું તારી સામે ઉભો છું તે તે કૃષ્ણ જ ચરાચરમાં વ્યાપક છે, તેના સિવાય બીજું કાંઈ છે જ નહિ; જે જે વસ્તુ જોવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, સુંધવામાં કે સ્વાદ લેવામાં આવે તેમ જ કાયા, વાયા અને મન વડે જે જે કાર્યો થાય તે તમામ કૃષ્ણરૂપ હાઈ હું પણ કૃષ્ણથી અભિન્ન છું, આ રીતે અંતઃકરણમાંથી કૃષ્ણ વિના બીજી કોઈપણ વૃત્તિનું ઉત્થાન સ્વમમાં પણ નહિ થવા દેવું અથવા થાય તો તરત જ તે કૃષ્ણ રૂપ છે એવી પ્રતિકૃત્તિ વડે તેને દાબી દેવું; આ રીતે સાક્ષી ભાવ સહ પોતે પોતાને પણ વિસરી જઈ સર્વત્ર કેવળ એક કણની જ ભાવના કરવી એટલો જ એક વિધિ આમાં કરે પડે છે. વિચાર કરતાં જણાશે કે જ્ઞાનમાર્ગની સર્વાત્મભાવની તથા ભકિતમાર્ગની આ સગુગોપાસના એ બેમાં વાસ્તવિક ભેદ બિલકુલ છે જ નહિ. એટલું જ નહિ પરંતુ આ જ્ઞાનમાર્ગને નાહમ સેહમના અભ્યાસક્રમો તથા ભકિતમાર્ગની સગુણ, નિર્ગુણ ઉપાસનામાં યત્કિંચિત પણ ભેદ નથી, વળી તે સર્વનું ફળ પણ એક જ છે, એમ નિશ્ચયાત્મક સમજ.
श्रीभगवानुवाचमय्यावश्य मनो ये मां नित्ययुका उपासते ।। श्रद्धा परयोपेतास्ते मे युक्ततता मताः ॥ २ ॥
સગુણ ઉપાસના શ્રેષ્ઠ કેમ ? ભગવાન આગળ કહે છે કે, હે પાર્થ! ઉપર મેં તને અવ્યકત એવા અક્ષરની ઉપાસના કરનાર અર્થાત નિર્ગુણ ઉપાસક તથા વ્યક્ત કિંવા સગુણ ઉપાસના કરનાર ઉપાસક આ બંને ઉપાસની ઉપાસના વાસ્તવિક રીતે તે એક જ છે, તેમાં કિંચિત્માત્ર ભેદ નથી એમ જણાવ્યું છે. પરંતુ તું પૂછે છે તે તને હવે સ્પષ્ટ રીતે કહું છું કે, પુરાણકારો જેને વાસુદેવ કહે છે, યોગશાસ્ત્રકારે જેને ઈશ્વર કહે છે, સાંખ્યશાસ્ત્રકારો જેને પુરુષ કહે છે, વેદાંતીઓ જેને આત્મા, તત કિંવા બ્રહ્મ કહે છે તેમજ ઉપનિષદાદિ ઋતિમૃત્યાદિ શાસ્ત્રોમાં જેને બ્રહ્મ, સત, તત, વિભુ, આમા, ઈશ ઇત્યાદિ નામો વડે સંબોધવામાં આવેલું છે તે જ હું હાઈએ