________________
૫૦૬ ]
નાયંમારમાં પ્રવચન
–
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી. અ૭ ૧૨/૧
છે તથા મને આપ પરબ્રહ્મરૂ૫ એવા સાક્ષાત ભગવાન જ છે, એની નિઃશંક ખાતરી થઈ ચૂકી છે. પરંતુ હે ભગવન! મારા મનમાં એક શંકા ઉત્પન્ન થયેલી છે, જે માટે આપની આજ્ઞા હોય તો હું પ્રશ્ન પૂછું. આ રીતે અર્જુનનું નમ્રતાયુક્ત વચન સાંભળી ભગવાન શ્રીકૃષ્ણ અતિ પ્રસન્ન થયા અને બોલ્યાઃ હે પાથ ! આનંદથી પૂછ. હું તારી શંકાનું તુરત સમાધાન કરીશ. કારણ કે તું હવે અજ્ઞાની રહ્યો નથી પણ પ્રબંધને પામ્યો છે.
अर्जुन उवाचएवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते । ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः ॥ १ ॥
શ્રેષ્ઠ ઉપાસક કેણ ગણાય? ભક્તવત્સલ ભગવાને પ્રશ્ન પૂછવાનું અનુમોદન આપ્યા પછી અજુને ઘણી જ નમ્રતાથી પૂછ્યું: હે શ્રીકૃષ્ણ! આપ કે જે સાંખ્ય, ગ તથા ભક્તિ એ ત્રણે માર્ગને આચાર્ય હેઈ સાક્ષાત ઈશ્વર છે. આપે મને અત્યાર સુધી માં (જ્ઞાન), એગ તથા ભકિત એ ત્રણે માર્ગનું નિરૂપણ કર્યું તે પછી જ્ઞાનમાર્ગમાં “આ હું નથી” તથા “આ સર્વ આત્મસ્વરૂપ છે' એ મુજબ બે પ્રકારના અભ્યાસક્રમો આપે કહ્યા તથા ભક્તિમાર્ગમાં હું શરીરધારી કૃષ્ણ* નહિ પરંતુ આત્મસ્વરૂપ અને ચરાચરમાં વ્યાપક એવો ભગવાન છે, એ પ્રમાણે માની ઉપાસના કરવા કહ્યું. આ રીતે સાંખ્ય કિંવા જ્ઞાનમાર્ગમાં અક્ષર એવા વ્યકત (રક્ષાંક ૧) અર્થાત આત્માની ઉપાસના બે પ્રકારે બતાવવામાં આવેલી છે પરંતુ વિચાર કરતાં તે તે બંને અંતે એક જ છે તેમ જ આ જ્ઞાનમાર્ગમાં બતાવેલી અવ્યકત એવી અક્ષરોપાસના પિકી પણ સર્વ આત્મસ્વરૂપ છે, એવી ઉપાસના સરળ અને શ્રેષ્ઠ છે તથા “આ હું નથી' એવી નિરાસભાવની ઉપાસના વધુ કષ્ટદાયક છે. એમ આપે જણાવ્યું તે પણ મારી સમજમાં આવ્યું, પરંતુ આપે બતાવેલી આ સાંખ્ય વા જ્ઞાનમાર્ગની સર્વાત્મભાવ એટલે આ સર્વે હું જ છે એવા પ્રકારના કર્મોંગરૂપ ઉપાસના તથા ભકિતમાર્ગની વ્યકત ઉપાસના કે મને શરીરધારી એ કૃષ્ણ નહિ સમજતાં હું આત્મસ્વરૂપ ભગવાન છે એવા પ્રકારે આપની ઉપાસના કરવા કહ્યું. આ બેમાં મને વાસ્તવિક તે કંઈ ફરક જણાતો નથી, વળી અક્ષરો પાસનામાં પણ આ બધું અવ્યકત એવું આત્મસ્વરૂપ હોઈ તે પદ અનિચનીય છે એવા પ્રકારના જ્ઞાનની જરૂર હોય છે તથા વ્યકત ઉપાસનામાં પણું આપ કેવળ આ શરીર રી કૃષ્ણ નહિં પરંતુ આત્મસ્વરૂપ એવા ભગવાન છો એમ સમજી આપની મૂર્તિને હંમેશાં ન જર સામે ખડી રાખીને તે સ્વરૂપ જ સર્વત્ર વ્યાપેલ છે એવા "નાનની જરૂર છે. કાર ગુ કે એવા પ્રકારનું સન્મમા રૂપે જ્ઞાન ન હોય અને કેવળ વ્યષ્ટિભાવ વડે જ જે આપની ઉપાસના કરવામાં આવે છે તે પણ નિરર્થક ગણાય, તમે અહીં વ્યકિતરૂપે જેમ ભાસી રહ્યા છે તેમજ વાસ્તવિક સર્વત્ર સમષ્ટિ રૂપે પણ પ્રસરેલા છે, ચરાચરમાં આત્મસ્વરૂપ એવા આપ જ વ્યાપક છો, એવી રીતે આપની મૂર્તિને અધિષ્ઠાનરૂપ આત્માના પ્રતિનિધિ તરીકે સરળતાને માટે નજર સામે રાખીને સર્વાત્મભાવ વડે જો તેની ઉપાસના કરવામાં આવે તે જ આપના ખરા આમસ્વરૂપને જાણી શકાય છે, એ પણ આપના કથન ઉપરથી હું સારી રીતે જાણી શકો. સિવાય આપે પ્રથમ (અધ્યાય ૭ તથા ૮ જુઓ) અવ્યક્ત અક્ષરની જ ઉપાસના શ્રેષ્ઠ છે, એમ કહ્યું. વળી પાછલા અધ્યાય ૧૧ ના અંતમાં આપે પોતાના આ અપર સ્વરૂપથી પણ શ્રેષ્ઠ એવું ૫ર કિંવા આત્મારૂપ છે તથા એવા મારામાં
- શ્રી કૃષ્ણ ભગવાન એટલે શરીરધારી યા દેહધારી, યદુવંશમાં ઉત્પન્ન થયેલ અર્જુનના મામાને દિકરે નહિ પણ તે અનિર્વચનીય એવા આત્મસ્વરૂપ જ છે એ રીતે મહાભારત ભીષ્મ પર્વ અધ્યાય ૬૫-૬૬ “
વિપાખ્યાન” માં પણ આપેલું છે તેમ જ ભાગવત વગેરે પુરાણોમાં પણ એ મુજબનાં વર્ણન આવે છે તે જોવાં.
Ap