________________
૫૮૪ ]
मत्वा धीरो न शोचति ॥ कठ.
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૨
સાચા ભક્તિમાર્ગનું રહસ્ય પ્રભો! સિદ્ધાંતશાસ્ત્રમાં પણ નિયમ છે કે, બેમાં એક ઉમેરીએ તો ત્રણ થાય અને ઉત્તર બરોબર છે. યા નહિ તેની ખાતરીને માટે ત્રણમાંથી બે બાદ કરતાં એક રહે અને એક બાદ કરતાં બે શેષ રહે છે, એ રીતે જ્યારે અરસપરસ મેળ (તાળા) મળે ત્યારે જ ઉત્તર બરોબર છે એવી પાકી ખાતરી થઈ શકે છે તેમ આ તમામ દશ્ય પરમાત્મા સ્વરૂપ હાઈ હું પોતે પણ તે રૂ૫ જ છે અને એ પરમાત્મા એ જ શ્રીકૃષ્ણ નામવાળા મારી સામે સાક્ષાત્ ઉભેલા . આમ પરમાત્મા એટલે કૃષ્ણ અને કૃષ્ણ એટલે જ પરમાત્મા એ રીતે બંનેમાં પરસ્પર અભેદ દ્રષ્ટિ રાખવી અને પિતાને પણ ભૂલી જવું. આ મુજબ પોતાને ભક્તિમાર્ગને
અનુયાયી કહેવરાવનારા દરેક ઉપાસકે પોતપોતાના ઇષ્ટદેવતા જ પરમાત્મા છે તથા તે પરમાત્મા એટલે જ પિતાના ઈષ્ટદેવ હોઈ તે જ આ ચરાચરમાં વ્યાપક છે એ રીતે પરસ્પર અભેદ દષ્ટિ રાખીને તેવા એક ભાવે મને ભજે અને પોતાને એટલે હું એવા ભાવને પણ સાક્ષી સહ ભૂલી જવાનો પ્રયત્ન કરે તે જ તેને પરમાત્માને સાક્ષાત્કાર થઈ તે સાચો ભક્ત બની શકે છે. જ્યાં સુધી આવા પ્રકારની દ4 ભક્તિ થઈ શકતી નથી ત્યાં સુધી પરમાત્માનો સાક્ષાત્કાર થવો કદાપિ શકય નથી. આમ સાચો ભક્તિમાર્ગ કયો એનું રહસ્ય પણ હું સ્પષ્ટ રીતે આપના કથન ઉપરથી સારી રીતે સમજી શકો છું.
ઘણીનું ધાર્યું જ થાય ભગવન ! દરેક શાસ્ત્રો અને મહાનુભાવો કંઠશષ કરી પોકરી પોકારીને કહી રહ્યા છે કે, જગતમાં ચરાચર એક પરમાત્મા જ વ્યાપેલે છે. તેની આજ્ઞા વગર એક તણખલું સરખુંએ હાલી શકતું નથી. પરમાત્મા સર્વવ્યાપી છે, સર્વકર્તા છે, સર્વહર્તા છે, સર્વભોક્તા છે, સર્વજ્ઞાતા છે, અખિલ બ્રહ્માંડ તેની સત્તા અને આજ્ઞાથી જ ચાલી રહ્યું છે. એવું એવું અમો સર્વ પણ ઉપર ઉપરથી તે ઘણું બોલ્યા કરીએ છીએ પરંતુ અંતરમાં તો તેવી શ્રદ્ધા અને દઢ નિશ્ચય હેતો નથી, પણ મોહ વડે ફસાઈ અમે અજ્ઞાનથી મિથ્યા અહેમમાદિ ભાવ રાખી આ મારું છે, આ મારું નથી, આમ થવું જોઈએ, આમ થવું નહિ જોઈએ, હું સારો છું, તું ખરાબ છે ઇત્યાદિ પ્રકારે મારું, તારું કર્યા જ કરીએ છીએ પરંતુ ખરેખર જે વિચાર કરવામાં આવે તે સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે આ બધું જ પરમાત્માનું અને પરમાત્મારૂપ છે, તે પછી અમારે માટે હું અને મારાપણાદિ ભાવો કરવાનો અવસર અને રથાનક જ સિલકમાં ક્યાં રહે છે તેમ જ આમ થવું નહિ જોઈ એ અને આમ થવું જોઈએ ઈત્યાદિ કહેવાનો પણ અમોને શો અધિકાર છે? શું અમો તેનાથી વધારે ડાહ્યા છીએ? તેની સત્તા અને આજ્ઞા વડે વાયુ વડે છે, સૂર્ય તપે છે, ચંદ્રની ક્ષયવૃદ્ધિ થતી રહે છે, સમયસર વરસાદ પડે છે અને ઋતુઓ પિતતાનું કાર્ય નિયમિત રીતે કરે જાય છે. આ મુજબ સમસ્ત બ્રહ્માંડમાંને સર્વ વ્યવહાર જેની સત્તા અને અજ્ઞાવડે આટલો બધો નિયમિત અને બિનચૂક ચાલી રહેલું જોવામાં આવે છે. અરે! આ ચાલી રહેલા નિસર્ગના નિયમ આગળ મનુષ્યોની બુદ્ધિને ચંચપ્રવેશ થવો પણ શક્ય નથી. વાણી, મન અને બુદ્ધિ આદિનો પણ પ્રેરક, બુદ્ધિની ખાણુરૂપ, વાણી, મન વા બુદ્ધિથી પણ અગેચર અવર્ણનીય અનિર્વચનીયે એ આ પરમાત્મા અમોને જે આપે છે કિવા લે છે તે શું અમારું હિત નહિ સમજી શકતો હોય કે જેથી અમો મિયા અહેમમાદિ ભાવ રાખી, આમ થવું જોઈએ, આ સારું થયું, આ નઠારું થયું, આ મળવું જોઈએ, આ નહિ મળવું જોઈએ વગેરે પ્રકારનો ખોટો બકવાદ શા માટે કર્યા કરીએ છીએ ? અને તેમ કરવાથી શું વળે તેમ છે? “ધણીનું ધાર્યું જ થાય” એવો પોકાર તે અમે રોજ કરીએ છીએ પરંતુ તે તે ફક્ત વાણી વિલાસરૂપ જ છે કેમકે અમે અંદરખાને ગાડાની નીચે ચાલનારા કતરાની જેમ મિથ્યા અહેમમાદિભાવોનું સેવન કરી રહ્યા છીએ. જુઓ વ્યવહારમાં પણ આપણા કાર્યમાં કોઈ દખલગીરી કરે તો તે આપણને પરવડતું નથી, તે પછી પરમાત્માની સત્તા અને આજ્ઞાથી ચા રહેલા આ જગતદિરૂપ કાર્યમાં અમને દખલગીરી કરવાનો અધિકાર પહોંચે ખરો કે? અર્થાત બિલકુલ નહિ. તેણે જ કર્યું છે, કરે છે અને તે જે કરશે તે બધું પણ બરોબર જ છે. અમે ગમે તેટલા પોકાર