________________
૫૮૨ ]
મદ્દાન્ત વિમુમાસ્મા- [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૨. સંખ્ય, સાંખ્ય, બુદ્ધિ કિંવા જ્ઞાનયોગ કહે છે. આ સર્વ બાબતે તે મને સારી રીતે સમજાઈ સિવાય પ્રાણપાસના પૈકી અષ્ટાંગયોગ વા હઠાગ, સ્વાભાવિક પ્રાણે પાસના તથા ધારણાભ્યાસ એવા ત્રણ ભેદ પણ મારી જાણમાં આવ્યા. વળી જ્ઞાનયોગમાં પણ આ નથી, તે નથી એવા સંન્યાસ કરતાં સર્વત્ર આત્મા છે; એવા સર્વાત્મભાવનો અભ્યાસક્રમ કે જેને ત્યાગ વા કર્મયોગ કહે છે. તે વધુ સરળ છે એ પણ સમજાયું
સુલભ ભક્તિમાર્ગ હે ભગવન! આપે કહેલો સાંખ્યનિષ્ઠા, સાંખ્યયોગ, સંન્યાસગ અથવા કર્મયોગ કિંવા કર્મમાર્ગ તથ જ્ઞાનમાર્ગ એટલે શું? તે સંબંધે મારી તમામ ગૂંચો તે નીકળી જવા પામેલી છે. સિવાય આ જ્ઞાનમાર્ગ તે જે જિજ્ઞાસુ બુદ્ધિશાળી હોય, સારાસાર વિચાર કરવા શક્તિમાન હોય, તેઓને માટે જ ઉપયોગી છે; તેમજ પ્રાણે પાસના કરવી કઠણ હોવાથી વેગમાર્ગ પણ સર્વ સાધારણ લોકેને માટે સહેલો નથી. એટલા માટે કોઈ પણ મનુષ્ય ગમે તે વર્ણને, ગમે તે જાતિનો તથા ગમે તે ઉદ્યોગ કરતો હોય, સ્ત્રી હે, શ૮ હે,
અતિ શુદ્ધ છે પરંતુ જેમની પરમાત્મપ્રાપ્તિની તીવ્રતર ઇરછા હોય, તે તમામને માટે ઉપયોગી અને કળમાં જ્ઞાન તથા યોગમાર્ગથી જે મળી શકે તેની જ બરોબરી કરી શકે એ સાદો, સરળ અને સુલભ ભક્તિમાર્ગ આપે બતાવ્યો તે પણ મને સમજાય.
ભક્તિમાર્ગ કેને કહે? આ ભક્તિમાર્ગમાં તે જે પ્રત્યક્ષ આત્મા કિંવા બ્રહ્મસ્વરૂપ બની ગયેલી છે, તેવી વ્યવહારમાં જણાતી અપરોક્ષ અનુભવ પ્રાપ્ત કરેલી કોઈ પણ વ્યક્તિઓની જ ઉપાસના કરવામાં આવે છે; પછી તે હાલમાં છે કે પૂર્વે થઈ ગયેલી છે. તેવા જીવન્મુકત જ સર્વરૂપ છે એવા પ્રકારે તેની અનન્યભાવે ઉપાસના કરવામાં આવે છે. જેમકે આપ શ્રીકૃષ્ણ એટલે આ શરીરધારી મારા મામાના પુત્ર નહિ પરંતુ આત્મસ્વરૂપ ચરાચરમાં વ્યાપેલા છે. આ પૃથ્વી, જળ, વહિ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂતોમાં કોઈ પણ જગ્યા આપના વિના ખાલી નથી. વાણી, નેત્ર, મન, બુદ્ધિ ઇત્યાદિ વડે જે જે કાંઈ જાણવામાં આવે તે તમામ આપનું જ સ્વરૂપ છે. હું પણ આપનું જે ૨૫ છું. કેમકે જેવી રીતે બધે આપની વ્યાપ્તિ છે તેવી જ રીતે આપ મારા શ્વાસોચ્છાસ અને રગેરગમાં પણ વ્યાપેલા છે. હું જે જે કાંઈ કરું છું, કરાવું છું, બાલું છું, ચાલું છું, સંક૯પ વિકપ કરું છું કિંવા બુદ્ધિ વડે જે જે નિશ્ચય કરું છું તે તમામ આપનારૂપ છે. આપના સિવાય બીજું કાંઈ છે જ નહિ. આપની આજ્ઞા વડે જ સૂર્ય પ્રકાશી રહ્યો છે, ચંદ્ર શિતળ છે, વાયુ વાય છે, વહિ ગરમ હોય છે, મહાસાગર પોતાની મર્યાદામાં સ્થિર રહે છે. પૃથ્વી ઉપર એક તણખલું પણ આપની આજ્ઞા વગર હાલી શકતું નથી. એવી રીતે અહંકાર અથવા અભાવને છેડી દઈ જે તમારે કિંવા રામ, વિષ્ણુ, શિવ, સૂર્ય, દેવી, ગણપતિ, હનુમાન, દત્ત કિંવા બ્રહ્મનિષ્ઠ એવા આત્મારામ પુરુષો અથવા સદ્દગુરુએ ઈત્યાદિ પિકી ગમે તે ઇષ્ટદેવને પોતે જેને માનતા હોય, જેના પ્રત્યે સંપૂર્ણ રીતે શ્રદ્ધા ધરાવતા હોય તે, ઇષ્ટદેવ જ ઉપર મુજબ સર્વત્ર વ્યાપેલો છે, તેના સિવાય બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારની અનન્ય એટલે જુદાપણાની ભાવના નહિ રાખતાં એકપણાની ભાવનાવડે તેની શ્રદ્ધાયુક્ત અંતઃકરણથી ઉપાસના કરવી. સારાંશ એ કે, ભક્તિમાર્ગ એટલે વ્યક્ત ઉપાસના એવો અર્થ વ્યવહારમાં પણ રૂઢ છે. પછી તે ઉપાય દેવતા ગમે તેના અને ગમે તેટલા હેય, તેમાં મોટા નાના ભેદ છે જ નહિ. જેને જે પ્રિય હોય, જેના ઉપર પોતાને સંપૂર્ણ શ્રદ્ધા હોય અને જે શાસ્ત્રમાન્ય હેય કિંવા જેણે પોતે સાક્ષાત્કાર કરેલો હોય એ વ્યવહારમાં જણાવે કઈ પણ બ્રહ્મનિષ્ઠ જીવન્મુક્ત તે હાલમાં છે કે પૂર્વે થઈ ગયેલો હોય તેની પ્રત્યક્ષ કિંવા પ્રતિમા રૂપે અનન્ય ભાવપૂર્વક દઢ શ્રદ્ધા વડે ઉપાસના કરવી એ જ ભક્તિમાર્ગનું સાચું લક્ષણ છે. તાત્પર્ય એ કે, ઉપાસના કરનાર ઉપાસકને પોતાને જે દેવતા ઉપર શ્રદ્ધા હોય તેની અથવા આત્મસાક્ષાત્કારી વિા બ્રહ્મનિષ્ઠ સદગુરુની ઉપાસના કરવાની છૂટ છે. તેને તેમ કરવામાં કોઈ પ્રતિબંધ નથી પરંતુ એક