________________
ગીતાદેહન ]
[ ૫૮૧
રહેલ છતાં નહિ રહેલા જેવ, મહાન ને સર્વવ્યાપક છે
અધ્યાય ૧૨
જ્ઞાન અને યોગમાર્ગનું રહસ્ય અને પૂછયુંઃ ભગવન! આપે અત્યાર સુધી મને ક્રમે તત્ત્વજ્ઞાનીઓની સાંનિષ્ઠા અનુસાર પ્રથમ પ્રકૃતિપુરુષનો વિવેક સમજાવી સત અને અસત્ એટલે શું તેની વ્યાખ્યાઓ કહી તથા એક આત્મા જ સત હાઈ આ તમામ દસ્થાદિ અનાત્મરૂપ છે એ નિર્ણય કહ્યો. આમ આત્મા અનાત્મા સંબંધમાં મારે સારી રીતે નિશ્ચય થયો, ત્યાર પછી આપે સાંખ્ય વા જ્ઞાન નિદાની જ અંતર્ગત આવેલી, (૧) નિઃશેષભાવદર્શક સંન્યાસ વા જ્ઞાનગની રાહમ રૂ૫ અભ્યાસયુક્તિ તથા (૨) કર્મયોગદર્શક સર્વાત્મભાવ૫ સેહમની કર્મનિષ્ઠા રૂ૫ અભ્યાસ યુક્તિ; એ બંને અભ્યાસ યુક્તિઓ પણ વિસ્તારપૂર્વક સમજાવી તથા તેને અભ્યાસ કેવી રીતે કરો તે પદ્ધતિઓ પણ બતાવી. આ મુજબ પ્રકૃતિપુરુજનો વિવેક થયા બાદ જિજ્ઞાસુએ બુદ્ધિવડે પ્રથમ સત અને અસત્ એટલે શું? તેને નિર્ણય કરી લેવો જોઈએ. સારાસાર વિવેક બુદ્ધિવડે સદસનો નિર્ણય થઈ જ્યારે આત્મા જ સત છે તથા તે વ્યતિરિક્ત તમામ અનાત્મરૂપ હોઈ અસત છે, એ રીતને તેને દઢ નિશ્ચય થાય એટલે તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તે સંબંધમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ આ સર્વ મિયા વિષયો ઉપર વરાગ્ય ઉત્પન્ન થાય છે. આમ જ્યારે વિષયમાં સંપૂર્ણ રીતે વિરાગ્ય ઉત્પન્ન થાય એટલે તે બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણે જઈ તેઓ જે માર્ગ બતાવે તેને અંતઃકરણમાં દઢ નિશ્ચયથી સતત અભ્યાસ કરે છે. આ અભ્યાસની મુખ્ય બે પદ્ધતિઓ છે, જેનો સમાવેશ સાંખ્યનિષ્ઠા એટલે તત્ત્વજ્ઞાનીઓની આત્મજ્ઞાન સમજાવવાની યુક્તિની અંતર્ગત જ થાય છે. તે પૈકી (૧) આ હું નથી, તે હું નથી, તે હું નથી, મારું, તારું, મને, તને. ઇત્યાદિ વડે જે જે કાંઈ ભાસે છે તે તમામ હું નથી, એવા પ્રકારે સંન્યાસ એટલે ત્યાગ કરતાં કરત અંતે જે નિઃશેષ પદ સિલક રહે છે તે જ આત્મા; એ રીતે સર્વને નિરાસ કરવાનો જે અભ્યાસક્રમ કહ્યો જેને સાંખ્ય કિંવા જ્ઞાનગની અંતર્ગત આવેલ સંન્યાસયોગ વા નાહમને અભ્યાસ કહે છે તથા (૨) આ હું છું, તે હું છું, તું હું છું, મારું, તારું, મને, તને ઇત્યાદિ વડે જે જે કાંઈ ભાસે છે તે તમામ આત્મસ્વરૂપ છે, આત્મસ્વરૂપથી કાંઈ ભિન્ન છે જ નહિ, આ રીતના સર્વાત્મભાવના અભ્યાસક્રમને સાંખ્ય વા જ્ઞાનયોગની અંતર્ગત આવેલે કર્મવેગ વા સોહને અભ્યાસ કહે છે તેમજ ત્રીજો અભ્યાસ જાગ્રત આદિ અવસ્થામાં દેખવામાં આવતું આ સર્વ જે જે કાંઈ છે તે સર્વ આત્મરૂ૫ છે તથા સ્થિર ચિતે બેસીને ઉપાસના થાય તે વખતે નિઃશેષનો અભ્યાસ, એ રીતે બંને એક સાથે ૫ણું થઈ શકે છે. આ ત્રીજો ભેદ પ્રથમના બંને અભ્યાસક્રમનો સમન્વય હોવાથી તે જુદો પડી શકતો નથી; એ પણ મારા જાણવામાં સારી રીતે આવ્યું. સિવાય આ સાંખ્યનિષ્ઠાના માર્ગમાં પ્રથમ પ્રકૃતિપુરુષને વિવેક તથા સત અસત્ શું તેનો નિશ્ચય જિજ્ઞાસુને બુદ્ધિવડે વિચાર કરીને કરવો પડે છે અને તે પૂર્ણ નિશ્ચય થાય ત્યારે જ તે (૧) સંન્યાસ અને (૨) કર્મવેગ એ બંને પ્રકારના અભ્યાસને લાયક બને છે. આ અભ્યાસક્રમો તે જેઓ બુદ્ધિમાન હોય તેઓ જ વિચાર દ્વારા કરી શકે એવા હેવાથી તેને સાંખ્ય, જ્ઞાનયોગ અથુવા બુદ્ધિગ પણ કહે છે. એટલે તેને તવ સમજાવવાને માટે પ્રકૃતિપુરુષને નિર્ણય કરીને સત અસતનો નિશ્ચય કરાવનારી તવજ્ઞાનીઓની જે પદ્ધતિ તે સાંખ્યનિષ્ઠા કહેવાય તથા સત અસતને નિશ્ચય થયા પછી સતની પ્રાપ્તિ માટે એક અાત્મસ્વરૂપમાં સ્થિત થવા ૨૫ જે અભ્યાસ યુક્તિ તેને જ સાંખ્યયોગ, બુદ્ધિયોગ કિંવા જ્ઞાનાગ કહેવામાં આવે છે, તથા તેમાં પણ (૧) જ્ઞાન એટલે સંન્યાસયોગ અથવા (૨) ત્યાગ એટલે કર્મયોગ એવા બે પેટા પ્રકારો છે. જેને જેને મારું એમ કહી શકાય તે સર્વને ત્યાગ કરીને છેવટે “હુ” પણને તથા હું છું એમ કહેનાર સાક્ષી વા દ્રષ્ટા ભાવનો ૫ણ ત્યાગ કરી દે એ મુજબ જે નિઃશેષ અવસ્થાને અભ્યાસક્રમ તે સંન્યાસ તથા આ સર્વ આત્મસ્વરૂપ છે અને તે આત્મા હું પોતે જ છું એવી રીતે પિતા સહિત સર્વત્ર એક આત્મર૫ જ વ્યાપેલ છે. તેથી કાંઈ ભિન્ન છે જ નહિ એવો સર્વાત્મભાવનો અભ્યાસક્રમ તે કમાણ આ રીતે બે માને