________________
ગીતાદહન ]
એવા મહાન આત્માને જાણે યા અનુભવીને
[ ૫૮૩
વખતે આ રીતે ઉપાસના શરૂ કરી એટલે ઉપર બતાવ્યા પ્રમાણે એ જ ચરાચરમાં વ્યાપક છે એવી દઢ શ્રદ્ધાવડે સર્વત્ર એક તેની જ ભાવના કરી અનન્ય ભાવે તેમની ઉપાસના કરવી, તેના સિવાય ભૂલથી પણ અન્યરૂપે દૃષ્ટપાત કરવો નહિ. જગતમાં હું ઉપાસના કરું છું તે જ દેવ શ્રેષ્ઠ છે તથા બીજા કનિષ્ઠ છે એવી બુદ્ધિ થવી એ ઉપાસનાનું લક્ષણ નથી પરંતુ દેવ કિવા દાંભિકપણું છે એમ જાણવું. આ રીતે એક ભાવનાવડે જે ભક્તિ કરવામાં આવે તે જ ખરી વ્યક્તોપાસના ગણાય છે અને આ જ સાચે ભક્તિમાર્ગ કહેવાય છે.
ભક્તિમાર્ગ સુલભ કેમ? ભગવન! આપે બતાવેલા આ વ્યક્ત ઉપાસના કિવા ભક્તિમાર્ગ અને જ્ઞાન તથા ગમાર્ગ કરતાં પણ ઘણો જ સીધે, સાદો, સરળ અને સહેલે જણાયો. આમાં બુદ્ધિની સારાસાર વિચારણું કિવા હઠ વગેરે કશાની જરૂર નથી. સર્વ સામાન્ય લોકોને માટે તો એ ઘણો જ સુલભ છે. વળી આમાં કોઈપણું પ્રકારનો પ્રતિબંધ નથી તેમ જ વ્રત, તીર્થો, દાન, યજ્ઞ, યાગ, ગ, વેદાધ્યયન કિવા ઈતર કોઈપણ સાધનો કરવાની આવશ્યક્તા નથી. ફક્ત પિતાના ઈષ્ટદેવ જ ચરાચરમાં વ્યાપક છે, તે જ ભગવાન વા આત્મા છે, તેમના સિવાય આ જગતમાં બીજું કાંઈ છે જ નહિ, હું અને આ બધું પણ તેમનું જ સ્વરૂપ છે એ રીતે ચાલતાં, બોલતાં, ઊઠતાં, બેસતાં, સૂતાં, વિચાર કરતાં, સંકલ્પવિકલ્પ કરતાં, નિશ્ચય કરતાં, દેખતાં, સ્પર્શ કરતાં. સુંઘતાં તથા શ્વાસોચ્છાસ લેતાં, પોતાના ઇષ્ટ દેવતા વિના અંતઃકરણમાં બીજે કઈ સંકલ્પ જ ઊઠવા નહિ દે તથા જે ઊઠે તે તરત જ તે પોતાના ઇષ્ટદેવ વા ભગવાનરૂપ જ છે એવી રીતે તત્કાળ તેને દાબી દે એટલે જ એક કાર્ય આમાં કરવાનું છે. આ જ ઈશ્વરાર્પણ કહેવાય અને આથી જ આપે પાછળ (અધ્યાય ૬ ને અંતે) તમામ કર્મો મારાં એટલે ભગવાનનાં જ છે એવા પ્રકારની બુદ્ધિથી કર્મ કરનારો હંમેશાં મારામાં જ પરોવાઈ અથવા પરાયણ થઈ રહેલો છે એમ કહેલું છે, વળી સંગવર્જિત એટલે બુદ્ધિ, મન, વાણી તથા શરીર ઇત્યાદિ દ્વારા જે જે કર્મો થાય છે તે તમામ ભગવાન સ્વરૂપ જ છે; એ રીતે દક નિશ્ચય રાખી ભગવાન સિવાય બીજા કશાને પણ સંગ અંતઃકરણમાં ઉત્પન્ન જ થવા દેતો નથી તે સંગજિત,
ચરાચરમાં જે આત્મસ્વરૂપ એવા મને જ દેખે છે એવો મારો નિ ૨ ભક્ત અંતે આત્મસ્વરૂ૫ એવા મને જ આવીને મળે છે એમ જે કહેલું છે તે મારા ધ્યાનમાં સારી રીતે આવ્યું છે.
સજ્ઞાની અને અજ્ઞાની એવા ભેદ કેમ ભગવન! હું સમજી શકો છું કે જે અર્થે ચરાચરમાં પરમાત્મા જ વ્યાપક છે, તેના સિવાય બીજું કાંઈ છે જ નહિ, જગતમાં અપરોક્ષ સાક્ષાત્કાર વડે સજ્ઞાન થઈ જે એ આમ સત્ય તાવને પીછાને છે તેવા જીવન્મુક્ત પુરુષોના રૂપે પણ સર્વવ્યાપી એવા એ પરમાત્મા જ પતે પિતાને પીછાની પાતામાં જ સ્થિત હોય છે તથા જગતમાં અજ્ઞાનીઓને અજ્ઞાનરૂપે જે કાંઈ જવામાં આવે છે તે બધું પણ તે તે રૂપે સર્વવ્યાપી એવા પરમાત્માનું જ સ્વરૂપ છે છતાં તે બેમાં અપરોક્ષાનુભવી તે સાક્ષાત પરમાત્માનું જ સ્વરૂપ છે. એમ કહેવાનું કારણ એટલું જ કે હીરાની પરીક્ષા જેને નહિ હોય તે મનુષ્ય સામે પડેલા હીરાને જેવા છતાં તેને ઓળખી શકતા નથી તથા હીરાનો પરીક્ષક ઝવેરી તેને તત્કાળ ઓળખી શકે છે તેથી તેની શું કિંમત છે તે સારી રીતે જાણી શકે છે. આથી હીરાના પરીક્ષકની યોગ્યતા વ્યવહારદષ્ટિએ વધુ ગણાય છે. એટલું જ નહિ પરંતુ જ્યાં સુધી અજ્ઞાની મનુષ્ય હીરાને પરીક્ષક બની શકે નહિ ત્યાંસુધી તેને પારખનાર ઝવેરીની કિંમત વધુ જ કહેવાય પણ જ્યારે તે હીરાને ઓળખી શકે છે ત્યારે તે બંને સમાન દરજજાના બને છે. એ રીતે અજ્ઞાની જનો આ બધું દશ્યજાળ કે આત્મસ્વરૂપ હોવા છતાં પણ જ્યાં સુધી તે અપરોક્ષાનુભવ પ્રાપ્ત કરી શકતા નથી ત્યાંસુધી અજ્ઞાની, લાચાર, મૂઢ, દીન તથા પામર કોરીમાં ગણાય છે. પરંતુ જ્યારે તેઓ આત્માનુભવ પ્રાપ્ત કરે છે ત્યારે જ સજ્ઞાન થઈ અપરોક્ષાનુભતી જીવન્મુક્ત મહાપુરુષોની સાથે સમાનપણું પ્રાપ્ત કરી પરમાત્મા સ્વરૂપ બની શકે છે, આ દૃષ્ટિએ જ જ્ઞાની અને અજ્ઞાની આ રીતના એમાં પડતા ભેદની કલ્પના શાસ્ત્રોમાં કરવામાં આવેલી છે, તે વાત પણ સારી રીતે મારા સમજવામાં આવી,