________________
ગીતાહન ]
ધીર એટલે જીવન્મુક્ત કદાપિ શોક કરતું નથી. [ ૫૮૫ કરીશું તો પણ તે વ્યર્થ જ છે. તે તે પોતાનું ધાર્યું જ કરશે. એ રીતના દઢ નિશ્ચય: “” ભાવન મૂળમાંથી જ તેના સાક્ષી સહિત ઉચ્છેદ કરી નાંખી, અંતઃકરણમાં ભૂલેચૂકે પણ અહેમમાદિ ભાવોનું ઉત્થાન જ થવા નહિ પામે એ રીતની દક્ષા રાખવી જોઈએ. આનું નામ જ સાચું સર્વાર્પણ યા ઈશ્વરાર્પણું છે એમ જાણવું. આ રીતે સર્વસ્વ ભગવાનને અર્પણ કરવું એવું જે શાસ્ત્રોમાં કહેવામાં આવેલું છે તે પણ હવે , સારી રીતે મારા સમજવામાં આવ્યું છે.
વગર કષ્ટ પરમાત્મપ્રાપ્તિનો માર્ગ હે પ્રભો ! આ અતિ સુલભ એવો માર્ગ બતાવીને મારા ઉપર આપે ઘગે જ અનુષ્ય દર્શાવ્યો છે. પતિવ્રતા સ્ત્રી પોતાના પતિને જ સર્વસ્વ માનીને નિર્ધાત(ધાસ્તી રહિત) રહે છે. નાનાં બાળક જેમ પિતાની માતાને પોતાનું સર્વસ્વ માનીને સામે ગમે તેવો મહાનમાં મહાન શત્રુ હોય તો તેને પણ હું મારી માને કહી દઈશ એમ કહીને પોતે નિર્ભય રહે છે, કુટુંબમાં જે કર્તા પુરુષ હોય તેની પ્રીતિ જે સંપાદન કરવામાં આવે તે વગર પ્રયને બેઠા બેઠા નિર્ભય રીતે ખાઈ પી મેજમજ ભોગવી શકાય છે અથવા બાપદાદાઓએ કમાઈને રાખેલા ધનનો ઉપભોગ કરીને વગર મહેનતે બેઠા બેઠા આviદ ભેગાવવામાં આવે છે કેમકે ધનની પ્રાપ્તિને માટે કષ્ટ તો વડવાઓ વેઠી ગયા હોય છે તેમ આ ભક્તિમાર્ગમાં તે અત્યંત કટે આમસ્વરૂપ બનેલા એવા બ્રહ્મનિષ્ઠ સપુ, મહાત્માઓ અથવા આપ સમા રામ, વિષ્ણુ, શિવ, દેવી, સૂર્ય, ગણેશ ઇત્યાદિ અવતારિકેને જ સર્વસ્વ ગણીને તેમના એથે રહીને નિર્ભય બનેલાઓને માટે પૂછવું જ શું ? શું રાનની રાણી કદી ભીખ માગે ? કહપતરામ નીચે બેઠેલાને કોઈ વાતની ખોટ હાય ખરી કે? અરે ! જેની પાસ ચિંતામણી હોય તેને જગતમાં શું અપ્રાપ્ય છે? તો પછી અનેક બ્રહ્માંડના નાયક એવા આત્મસ્વરૂપ બનેલા બ્રહ્મનિષ મહાત્માઓ કિંવા અવતારિકાને જ જેમણે સર્વભાવે પોતાના કરી લીધા હોય તેમને માટે તો અાગતિની વાત જ ક્યાંથી ?
તમારી એથે નિર્ભય રહી શકાય છે હે કૃષ્ણ! હું આપને ભલે કૃષ્ણ સમજીને ગમે તેમ વર્યો હઈશ પરંતુ જેમ દાગીનાને દાગીને સમજીને વ્યવહાર કરવામાં આવે તો પણ તેમાંના સુવર્ણપણાને કાંઈ હાનિ પહોંચતી નથી કિંવા નદીમાં પડેલી વસ્તુ તણાતી તણાતી અંતે સમુદ્રમાં જ જઈને મળે છે, તે સિવાય તેને જવાને બીજું કઈ સ્થાન છે જ નહિ તેમ હું તથા આ જગતમાંના લોકો અને તેમને કાયિક, વાચિક અને માનસિક ચાલતો તમામ વ્યવહાર તો જાણે અજાણે આત્મસ્વરૂપ એવા આપનામાં જ ચાલી રહ્યો છે. આમ છતાં મિથ્યાભિમાની હું કરું છું. એમ માને તે ખરેખર તે તદ્દન મૂખપણું જ છે. જ્ઞાની અને અજ્ઞાની એ બેમાં ભેદ એટલો જ છે કે જેઓ આ મુજબનું સાચું રહસ્ય સમજીને અભિમાનથી રહિત થાય છે તેઓ તમારામાં જ આવીને તમારી સાથે એકરૂપતાનો અનુભવ લે છે તથા જેઓ મિથ્યા અભિમાન ૫કડી હું, તું, તે, આ, મારું, તારું, વગેરે એમ માને છે તેને વાસ્તવિક તેવી રીતે તો જ તે તે રૂપે અનુભવમાં આવો છો છતાં જેમ કેાઈ પારકાનો બોજો પોતે ઉઠાવી લઈ દુઃખને પામે છે તેમ તેઓ સત ચિત આનંદરૂપ એવા આપના સાચા સ્વરૂપનો અનુભવ નહિ લેતાં મિથ્યા અભિમાનને લીધે અવળે રાહે ચઢેલા હોઈ દુઃખમાં જ ડૂબેલા હોય છે. આ રીતે તમારી માયા વડે મોહ પામેલા આ મૂઢ લોકે વસ્તુતઃ આપ સર્વત્ર હોવા છતાં આપને નહિ ઓળખતાં પોતે મિથ્યા અહંકાર ધારણ કરી દુ:ખ ભોગવી રહ્યા છે; જે ઘણા જ આશ્ચર્યની વાત છે. આ રીતે મને હવે આપની કપાથી આપના સાચા સ્વરૂપનું ભાન થયું છે તથા આપે મને ભકિતમાર્ગનું અવલંબન કરવાને શા માટે આગ્રહ કર્યો તે પણ હું હવે સારી રીતે સમજી શકો છું. સિવાય, હે અનંત ! આપે મારા પર વરસાવેલી કપાનો તો પાર જ નથી. જે રૂ૫ મોટા મોટા તપેરવીએ, દાનેશ્વરીઓ, વેદાધ્યન કરનારાએ તથા દેવાદિકે 'પણ જોવા સમર્થ થઈ શકતા નથી તે સ્વરૂપનો મને સાક્ષાત્કાર કરાવી આપે મારા ઉપરને પ્રેમ ખરેખર, વ્યકત કર્યો છે. માટે મારી પાસે સ્તુતિ તથા નમસ્કાર વિના બીજું શું હોય? મારો તમામ મોહ નષ્ટ થયો