________________
ગીતાદેહન ]
તે અદ્વૈત ભાવથી પ્રાપ્ત કરે છે. તેને જ આત્મા વ સ્વરૂપ બતાવે છે.
[ ૧૯૩
જ્ઞાનમાર્ગ તથા ભક્તિમાર્ગ એક જ છે પરમેશ્વર કે જેમના ચરણકમળ ભજવા યોગ્ય છે તેમનું સર્વભાવે ગુણેના આશ્રયવાળી ભક્તિથી એટલે સગુણભક્તિ વડે સતત ભજન કરવું જોઈએ. કેમ કે આત્મરૂપ એવા આ વાસુદેવ ભગવાનની સારી રીતે કરેલી ભક્તિ જ વૈરાગ્ય તથા બ્રહ્મસ્વરૂપને ઓળખાવી આપનારા જ્ઞાનને ઉત્પન્ન કરે છે વિષયે વાસ્તવમાં બ્રહ્મરૂપ હોવાથી સમાન જ છે છતાં તેમાં ઈદ્રિયોની વૃત્તિઓ થકી આ પ્રિય છે અને આ અપ્રિય છે. એવી વિષમતાની બૈત વૃત્તિઓ વગર કારણે પેદા થવા પામે છે. તેવી વિષમતા જ્યારે ભક્તના ચિત્તમાં કદી પણ ઉદ્દભવે નહિ એટલે અંતઃકરણમાંથી બ્રહ્મવ્યતિરિક્ત બીજી કઈ પણ દૈત વૃત્તિનું ઉથાન જ થવા પામે નહિ અને જ્યારે પિતા સહિત સર્વનું વિમરણ સ્વાભાવિક રીતે જ થવા પામે છે, ત્યારે જ પિતાને પરમાનંદ રવરૂપ પ્રાપ્ત થવાને નિશ્ચય થાય છે કે જે સ્વરૂપ સર્વમાં સમાન, જ્ઞાનમય, સંગરહિત તથા ગ્રહણું અને ત્યાગ એ બંને પ્રકારો તેમ જ કોઈ પણ અન્ય વિભાગોથી રહિત છે. માત્ર જ્ઞાનસ્વરૂપ એવા આ એક પરબ્રહ્મ પરમાત્મા જ ઈશ્વર, પુરુ, ભગવાન, દ્રષ્ટા અને દશ્ય આદિ શબ્દોથી પ્રસિદ્ધ હેઈ જીવ, શરીર, વિષયો અને ઇકિયાદિ ભિન્ન ભિન્ન રૂપે હોય એમ ભાસે છે. સર્વ પ્રપંચન સંગ મટી જ એટલું જ એક યોગીને સઘળા યોગેવં પામવાનું વાંછિત ફળ છે. નિર્ગુણ અને જ્ઞાનસ્વરૂપ બ્રહ્મ જ બ્રાતિને લીધે બહિર્મુખ ઇકિયાથી જુદા જુદા શબ્દાદિક ધર્મોવાળા પદાર્થરૂપે દેખવામાં આવે છે. વસ્તુતઃ બ્રહ્મથી ભિન્ન એવો કેઈ પણ પદાર્થ છે જ નહિ. જેમ
રહેલ પરબ્રહ્મ પરમાત્મા જ પ્રધાન, મહત્ત, અહંકાર, અહંકારના ત્રણ ગુણો, પાંચ મહાભૂતો, તેની સૂમ તન્માત્રા તથા અગિયાર ઇકિ, અધિદેવતા અને જીવ ઇત્યાદિરૂપે થયો. ત્યાર પછી તે સુક્ષ્મમાંથી વિરાટના ધૂલ દેહના અભિમાની એવા સમષ્ટિ પુરુષ રવ થયો. તે વિરાટ પુરુષનું શરીર તે જ આ બ્રહ્માંડ તથા જગતરૂપે જોવામાં આવે છે. આ વિરાટ શરીર ધારણ કરનારા અભિમાની છવ એટલે સમષ્ટિ છવા બ્રહ્મદેવ કહેવાય છે. તેનું આ સ્થૂલ વિરાટ એવું શરીર મહત્તત્ત્વ અહંકાર આદિ કારણો વડે ઉત્પન્ન થયેલું છે, ઉદ્દેશ એ કે, સર્વ સમષ્ટિ વ્યષ્ટિ, જગત જીવ તથા તેનાં મહત્તવાદિ કારણતત્તવો પરબ્રહ્મ એવા પરમાત્મારૂપ જ છે. શ્રદ્ધા, ભક્તિ, વૈરાગ્ય અને નિરંતર આ સર્વ પરબહ્મરૂપ પરમાત્મા જ છે એવા પ્રકારના ચોગ્ય અભ્યાસવર્ડ જેનું ચિત્ત એકામ અર્થાત એક જ બેયમાં લાગેલું હોય છે, એવો સંગરહિત પુરુષ જ આ વાતને યથાર્થ રીતે જાણે છે, બ્રહ્મસ્વરૂપને પાંચાડનારું આ જ્ઞાન મેં તારી પાસે કહ્યું કે જેથી પ્રકૃતિપુરુષનું તત્ત્વ જાણવામાં આવે તેમ જ નિણ જ્ઞાનયોગ તથા મારા ભક્તિયોગ એ બંને એક જ હોઈ તેમનું પ્રયોજન પણ દૈતભાવ મટાડવો એ જ એક છે કે જે બ્રહ્મરૂપ ઈશ્વરે પોતેજ સ્વમુખેથી કહેલું છે.
એક જ ભગવાન સગુણ અને નગુણરૂપે જાણવામાં આવે છે જેમ ૨૫ અને રસાદિ ઘણુ ગુણવાળો દૂધ જેવો એકજ પદાર્થ જુદી જુદી ઇંદ્રિયોથી અનેક પ્રકારને જણાય છે; જેમ કે તે આંખો વડે ધેળ દેખાય છે, જીભવડે મધુર વા સ્વાદિષ્ટ લાગે છે તથા ત્વચા વડે શીતળ જણાય છે, તેમ બ્રહ્મરવરૂપ ભગવાન સ્વયં એક જ હોવા છતાં જુદાં જુદાં શાસ્ત્રો વડે જુદે જુદે રૂપે જણાવાય છે. પૂર્વ એટલે કૂવા, વાવ ઈત્યાદિ કરાવવાં તથા દષ્ટ એટલે યજ્ઞયાગાદિ જેવા કર્મો કરવાં, યજ્ઞ, દાન, તપ, વિદાધ્યયન, વેદના અર્થનો વિચાર, વેદ નિષિદ્ધ કરેલી વસ્તુઓને અને કર્માને ત્યાગ, અનેકાંગી ગાભ્યાસ તથા ભક્તિમાર્ગ, સકામ અને નિષ્કામ ધર્મ, પ્રવૃત્તિ કિવા નિવૃત્તિમાર્ગ, જ્ઞાન વા-સાંખ્યમાર્ગ તથા દઢ વૈરાગ્ય ઇત્યાદિ અનેક માર્ગો વડે સ્વયંપ્રકાશ અને બ્રહ્મસ્વરૂપ એવા એક જ ભગવાન સગુણ કિંવા નિણરૂપે જાણવામાં આવે છે. (ભાગ &૦ ૩, ૫૦ ૩૨, લેક ૨૨ થી ૩૬).
કાર્યકારણરૂપે પણ સર્વત્ર એક જ પરમાત્મા વ્યાપેલો છે મૌન, વ્રત, છાસ્ત્રશ્રવણ, તપ, અધ્યયન, રવધર્મ, વ્યાખ્યાન, એકાંતવાસ, જપ અને સમાધિ, એ દશ એક્ષના ઉપાયો છે એ વાત તે ખરી પરંતુ એ ઉપાયો તે અજિકિય એટલે જેણે પોતાની બુદ્ધિને
૩૮