________________
મતદેહન] સર્વ શરીરમાં અશરીરીરૂપે યા શરીરરહિત રૂપે
[ ૫૭૯ કરનારના મનમાં હોય છે. અથવા તો હું કરું છું એવી રીતે મનમાં મિથ્યા અહંકાર સેવે છે. પરંતુ આ રીતના મારા વિરાટ રવરૂપનાં દર્શન કરનાર જ્યારે અનન્ય ભકત્યા એટલે જુદાપણાની ભાવનાને સદંતર ત્યાગ કરે છે અર્થાત હું તથા ઈશ્વર જુદા છે એ પ્રકારની માન્યતા જેને સ્વપને કદી પણ સ્પર્શી શકતી નથી તેવી અનન્ય (અન=નહિ, અન્ય જુદાપણું) ભકિત વડે જ જાણવાને શકય છે એટલે કે તેવાઓ જ મારા આ અપરરૂપનાં દર્શન કરી શકે છે. કેમકે મારી સાથે ઐક્યરૂ૫ થયેલા તેવા મારા પરમ ભક્તને જ શુદ્ધ “હુ” ઈશ્વર કિવા દ્રષ્ટા (વૃક્ષાંક ૨) સ્વરૂપમાં રિથન કરી અર્થાત દિવ્યદૃષ્ટિ આપીને આત્મસ્વરૂપ એવા મારા ઈક્ષણ શક્તિરૂપ કાળ સ્વરૂપવાળું માયાવી અપર રવરૂપ (વૃક્ષાંક ૩થી ૧૫ ૫ સુધીનું) કૃપાવંત થઈને હું જ બતાવું છું તથા હે પરંતપ ! આ સ્વરૂપથી પણ પર એવા મારા તત્ત્વને એટલે તત્ત્વતઃ જેનો તત્ પદ વડે નિર્દેશ થઈ શકે છે એવા આભરવરૂ૫ (વૃક્ષાંક ૧) ને સાક્ષાત્કાર કરવાને અને મળવાને અર્થાત આત્મસ્વરૂપ એવા મારા સાચા સ્વરૂપની સાથે થવારૂપ પૂર્ણ પદની પ્રાપ્તિ તો તેવા અનન્ય ભક્તને માટે જ શક્ય હોય છે, એમ નિશ્ચત જાવું.
પિતાના દર્શનને ભગવાને બતાવેલો ઉપાય આમાં ભગવાન પોતે જ પોતાના મુખે પોતાના અપર એટલે વિરાટ સ્વરૂપનાં દર્શન કેવી રીતે થાય છે તથા ત્યાર પછી પોતાના પર એટલે અંતિમ સ્વરૂપને સાક્ષાત્કાર કેવી રીતે થઈ શકે છે, એ રીતે બંનેના ઉપાયો કહ્યા છે. તેમાં પ્રથમ તે ભેટ દષ્ટિનો આશ્રય છોડી દઈ જે ઐકયરૂપે ભગવાનની ભકિત કરે છે તે અનન્ય ભક્ત જ આ પ્રકારનાં વિશ્વરૂ૫ કિંવા વિટ સ્વરૂપનાં દર્શન કરી શકે છે. કારણ કે પોતે દ્રષ્ટાભાવ વૃક્ષાંક ૨) માં સ્થિત રહી માયાના ત્રગુ ગુગુ વડે ચાલતો આ બધે વિસ્તાર (વૃક્ષાંક ૩થી ૧૫ ઇ પર્યત) કે જે કાળને અધીન છે તે તમામ ભગવાનનું વિશ્વ કિંવા વિરાટ સ્વરૂપ કહેવાય છે, તેનાં દર્શન થયા પછી આ દ્રષ્ટાભાવને પણ વિલય કરીને ભગવાનના પર એટલે આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧) ને તે પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરે છે તથા સચ્ચિદાનંદરૂપ એવા તે પદનો અનુભવ કરી તેની સાથે એકરૂપ બની જાય છે. આ મુજબ ભગવાને અને સાક્ષાત્કારની પદ્ધતિને સ્પષ્ટ ધ પિતે જ કરેલો છે.
સગુણ સાક્ષાત્કાર ક્યારે થાય? ભગવાનના અપર એટલે વિશ્વ કિંવા વિરાટ સ્વરૂપનાં દર્શનનો અનુભવ દરેક ભક્તોને પોત પોતાના સત્યસંકલ્પવશાત્ જુદા જુદા પ્રકારે થાય છે. એમાં પ્રથમ કહેવામાં આવેલું છે. જુઓ પ્રદને નૃસિંહરૂપે, ધવને શંખચક્ર ગદા ધારણ કરેલા ચતુર્ભુજ વિણુરૂપે, ગજેન્દ્રને ગરુડધારી વિષ્ણુરૂપે, ભરતરાજાને યજ્ઞ નારાયણ વિષ્ણુરૂપે, કેટલાકને જલ નિવાસી નારાયણરૂપે, કેટલાકને વરાહપે, કેટલાકને મસ્યાવતાર, કેટલાકને વામન વરૂપે, તો કેટલાકને રામ, કૃષ્ણ, શિવ, દેવી ઇત્યાદિ ભિન્ન ભિન્નરૂપે પ્રત્યક્ષ રીતે જોવામાં આવે છે. આ ભક્તોમાં બે પ્રકારો છે (૧) પોતાને અમુક જ પ્રકારનાં ભગવાનના દર્શન કરવાં છે એવો સંકલ્પ રાખી ઉપાસના કરનારો તથા (૨) પોતે કોઈપણ પ્રકારનો સંકલ્પ ભગવાનના સ્વરૂપ સંબંધમાં કરતા જ નથી પરંતુ નિષ્કામભાવે ભગવાનની ઉપાસના બ્રહ્મવિદ્ ગુરુએ બતાવેલી હોય તે પ્રમાણે પૂર્ણ શ્રદ્ધા વડે ચાલુ રાખે છે. આ બે પ્રકારો પૈકી પ્રથમ પ્રકારના ઉપાસકે તેવી ઉપાસના કરતાં કરતાં છેવટે પોતાનો દુરાગ્રહ છોડી દઈ નિષ્કામ બને છે. તથા જે ઉપાસ્યને દૈત ભાવ વડે જેતે હતો તેને સર્વત્ર એકરૂપે અને એકયભાવના વડે જુએ છે તેમજ આમ કરતાં કરતાં જ્યારે તે તદ્દન અનન્ય છે તન્મય બની જાય છે ત્યારે તેને પોતાના પ્રથમના સત્ય સંકલ્પના ફળરૂપ પોતાના ઈષ્ટ કિંવા ઉપાસ્ય દેવતાનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર કિંવા દર્શન થાય છે. આ માર્ગમાં થોડો દુરાગ્રહયુક્ત હઠ કરવાની જરૂર હોવાથી તે ઘણે લાંબે કાળે સાધ્ય થાય તેવો છે. પરંતુ દુરાગ્રહ રહિત બની પોતાના ઈષ્ટદેવની નિષ્કામ તથા અનન્યભાવે ઉપાસના કરનાર તે તત્કાળ તમય બની જાય છે, તેના પિતામહ તમામ ભાવોને વિલય કેવળ એક પિતાના ઈષ્ટદેવતામાં જ થાય છે. આમ થવાથી વાસ્તવિક રીતે તે તે ઉપાસક પિતાના ઉપાસ્ય દેવતાથી ભિન રહેતું નથી પરંતુ પૂર્વની બૈત ભાવનાને લીધે તથા ઉપાસનાની પરિપકવતાની નિશાનીરૂપ તેને ભગવાન