________________
ગીતદેહન ] મારાથી જુદાપણાના (દૈત) ભાવ થકી (મને) કેણ જાણવા યોગ્ય છે? [ ૫૭૭
મારું આ સ્વરૂપ જોવાને બીજો કઈ શક્તિમાન નથી શ્રીભગવાન કહે છેઃ હે અર્જુન ! તારા ઉપર પ્રસન્ન થઈ મેં તને મારું આ શ્રેષ્ઠ એવું સ્વરૂપ આત્મયોગના સામર્થ્યથી બતાવ્યું છે. તેજોમય, અનંત અને આદિ એવું જે મારું આ વિશ્વરૂપ તે તારા વિના બીજા કેઈએ પૂર્વે કદીપણુ જોયેલું નથી. હે કુરુપ્રવીર (કવંશમાં અતિ શુરવીર) ! આ નર(મનુષ્ય) લેકેની અંદર તારા વિના બીજે કઈ મને વેદોનું અધ્યયન વડે ક્રિયા યવડે અથવા તો ઉગ્ર તપ વડે પણ જેવાને સમર્થ થઈ શકતો નથી. આ કથનમાં ભગવાને ગૂઢ રહસ્ય બતાવેલું છે. એક તે તેમાં એવો ભાવ છે કે નિષ્કામ વેદાધ્યયન અથવા યજ્ઞ, દાનો, ક્રિયાઓ કિંવા ઉગ્ર તપ વિના, આ મનુષ્ય લોકમાં મારા આ સ્વરૂપનું દર્શન કેઈને પણ કદી થવું શક્ય જ નથી. ફક્ત તને જ ઉપરના કોઈપણ સાધનને આશ્રય કર્યા વગર પણ મેં પ્રસન્ન થઈને મારા આ સ્વરૂપનું દર્શન કરાવ્યું છે, તેથી મારું વિરાટ સ્વરૂપ આ રીતે તો તારા વિના બીજા કોઈના પણ જોવામાં કદી આવ્યું નથી; એ ભાવ અત્રે ભગવાને સૂચવેલો છે. બીજી વાત આમરવરૂપ એવો જે હું તે તો તદ્દન અનિર્વચનીય હોવાથી વેદ, યજ્ઞ, અધ્યયન, દાન ક્રિયા કિંવા ઉગ્ર તપાદિ વડે તે કદી જોઈ શકાતો નથી પરંતુ આ સાધનો દ્વારા ચિત્તશુદ્ધિ કરી લઈ ત્યારપછી તેને પરોક્ષજ્ઞાન શાસ્ત્ર તથા બ્રહ્મનિષ્ઠ એવા સદગુરુ પાસેથી પ્રાપ્ત કરી લીધા બાદ અનન્ય ભાવે તેનો અંતઃકરણમાં દઢ. નિશ્ચય વડે પોતાને જ અભ્યાસ કરવો પડે છે. આમ અભ્યાસ કરતાં કરતાં જયારે ત્રિપુટીનો વિલય થઈ પિતામહ સર્વભાવે એકરૂપ થઈ જવાય છે ત્યારે જ તેને અદ્વૈત અને અનિર્વચનીય એવા આત્મપદની પ્રાપ્તિ થઈ શકે છે. આને જ સાક્ષાત્કાર કહે છે. માટે આવા આત્મપદમાં વેદ, યજ્ઞાદિ તમામ અંતે નિરુપયોગી હોઈ કેવળ અનન્ય એટલે આત્માથી જુદાપણાની ભાવનાનો ત્યાગ કરી એકરૂપે તેમાં રમમાણ થનારા એવા તારા જેવા ભક્ત વિના બીજા કોઈને એટલે જુદાપણ ની ભાવનાવાળા કેઈને પણ તેની પ્રાપ્તિ થવી કદાપિ શક્ય નથી,
मा ते व्यथा मा च विमूढावो दृष्ट्वा रूपं घोरमीहङ्गमेदम् । व्यपेतभी: प्रीतमनाः पुनस्त्वं तदेव मे रूपमिदं प्रपश्य ॥ ४९ ॥
મારું પૂર્વનું સ્વરૂપ જે ભગવાન આગળ કહે છે: હે પાર્થ! મારું આ પ્રકારનું ઘર એટલે અતિશય ભયંકર રૂપ જોઈને તને દુઃખ મા થાઓ તેમજ તે જોવાથી તેને અતિમૂઢપણું પણ ના થાઓ. એટલે કે ભગવાનનું સ્વરૂપ આવું ભયંકર હોય છે એવી રીતની મૂઢતા નહિ થાઓ. હે અર્જુન ! ગભરાટ છેડી નિર્ભય અને પ્રસન્ન ચિત્તવાળો થઈ તે ફરીથી મારા તે જ (પૂર્વના) રૂપને સારી રીતે જે.
સાથે – इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वक रूप दर्शयामास भुयः। आश्वासयामास व भीतमेनं
भूत्वा पुनः सौम्यवपुर्महात्मा ॥ ५० ॥ ૭