________________
૫૮ ]
अशरीर * शरीरेषु
[ સિદ્ધાતકાડ ભ૦ ગીe અ૦ ૧૧/૫૪
ભગવાનનું પ્રથમનું સ્વરૂપ સંજય કહે છે: રાજા ધૃતરાષ્ટ્ર ! આ પ્રમાણે અજુનને કહી વાસુદેવ એવા શ્રીકૃષ્ણ તેની ઈચ્છા પ્રમાણે તેવા પ્રકારના પોતાના રૂપને ફરીથી દેખાડવા લાગ્યા. આ રીતે મહાત્મા શ્રીકૃષ્ણ પિતાનું વિરાટ સ્વરૂપ સમેટી લીધું અને અર્જુનની પ્રાર્થનાનુસાર ફરીથી પિતે હતા તેવા એટલે વસુદેવને ત્યાં ધર્મના પુનરુથાન તથા સાધુના રક્ષણ અને દુષ્ટોના સંહારને માટે જન્મ ધારણ કરેલો હતો તેવા સૌમ્ય મનુષ્ય શરીરવાળા બની ભય પામેલા અજુનને આશ્વાસન રૂ૫ થયા એટલે ગભરટ વડે જેનો શ્વાસ મંદ થઈ જીવ આકુળવ્યાકુળ બની ગયા હતા તેવા અર્જુનને દિલાસારૂ૫ થયાં.
अर्जुन उवाचदृध्दं मानुषं रूपं तव सौम्यं जनार्दन ।
इदानीमस्मि सवृत्तः सचेताः प्रकृतिं गतः ॥ ५१ ॥ આપનું માનવ રૂપ જોઈને હવે હું પૂર્વવત સાવધ થયે છું. અર્જુન બોલ્યાઃ હે જનાર્દન! આપનું સૌમ્ય એવું માનવદેહ ધારણ કરેલું રૂપ જોઈને હું હમણાં સંઘર એટલે સચેતન થયો છું. મારું મન હવે ઠેકાણે આવ્યું છે. મારો ગભરાટ શમી ગયો છે તથા હવે હું પૂર્વવત સાવધ થયો છું.
श्री भगवानुवाचसुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम । देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्किणः ॥ ५२ ॥ नाहं वेदैन तपसा न दानेन न चेज्यया । शक्य एव विधो द्रष्टुं दृष्टवानसि मां यथा ॥ ५३ ॥
આપના દર્શન તે દેવતાઓને પણ દુર્લભ છે - અજુનનું કથન સાંભળીને ભગવાન કહે છે કે, હે પાર્થ! તેં જે મારું આ એટલે અપર અર્થાત વ્યક્ત રવરૂપે જોવું તે સ્વરૂપના દર્શન થવાં અત્યંત દુર્લભ છે. મોટા મોટા દે પણ હંમેશાં તે સ્વરૂપના દર્શનની ઈચ્છાવાળા છે એટલે દેવતાઓ પણ તેમના દર્શનની ઈચ્છા રાખે છે. પરંતુ તેઓને પણ હજુ સુધી તેનાં દર્શન થયાં નથી. ભગવાન આગળ કહી રહ્યા છે કેહે અન! ફરીથી કહું છું કે તું જે મારા આ સ્વરૂપના દર્શન કરી શકે તેવાં દર્શન તે વેદના અધ્યયન વડે, તપ વડે, કિંવા દાન વડે પણ શક્ય નથી.
भक्त्या त्वनन्यया शक्य अहमेव विधोर्जुन । शातुं द्रष्टुं च तत्वेन प्रवेष्टुंच परन्तप ॥ ५४ ॥
ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શનની પદ્ધતિ ભગવાન કહે છે: હે અર્જુન ! હે પરંતપ તે જે જોયું તેવું મારું વિરાટરૂપ ઉપર બતાવેલા કેઈપણ સાધન વડે જોઈ શકાતું નથી કારણ કે તે સાધને કરતી વખતે ભેદ દષ્ટિ એટલે જુદાપણની ભાવના તે