________________
૫૮૦] अनवस्थेववस्थितम् ।
[સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૧/૧૫ પોતે જ નિયતિ નિયમાનુસાર ગમે તે પ્રકારનું કાળ તથા સ્થાનાદિ નિયમયુક્ત પિતાનું અપરસ્વરૂપ એટલે જ વિરાટ કિંવા વિશ્વસ્વરૂપનું દર્શન કરાવે છે. આ રીતે ભક્તિમાર્ગ વડે થતા સગુણ સાક્ષાત્કારની પદ્ધતિ કરેલી છે. આ પ્રમાણે તેને સાક્ષાત્કાર થયા પછી તે ઉપાસક ક્રમે ભગવાનના પર અર્થાત આત્મસ્વરૂપ સાથે તાદામ્ય ભાવને પ્રાપ્ત થાય છે. તે જ કૃતકૃત્ય તથા જ્ઞાત 3ય એવો પરમભક્ત કિંવા પરમ વૈષ્ણવ ગણાય છે; વિદાંતીઓ આને જ જીવમુક્ત સ્થિતિ કહે છે. તાત્પર્ય એ કે ભક્તિમાર્ગ દ્વારા સાક્ષાત્કાર કરવાની ઈચ્છા ધરાવતા ઉપાસક ભક્તો પછી તે કહેવામાં આવેલા આ બે પ્રકારો પિકી ગમે તે પ્રકારના છે, પરંતુ તેઓને અંતે તો ભગવાનની સાથે એક ૫ અર્થાત તન્મય બનીને જ ભક્તિ કરવી પડે છે. જ્યાં સુધી તેઓ આ રીત ભેદભાવ છોડી દઈ અનન્ય ભાવ પ્રાપ્ત નહિ કરી શકે અર્થાત જુદાપણાને ભાવ રાખે છે ત્યાં સુધીને માટે તે તેને સાક્ષાત્કાર થવાની આશા રાખવી શકય નથી, એમ પ્રત્યક્ષ ભગવાનના કથન ઉપરથી જ સિદ્ધ થાય છે.
मकर्मकृन्मत्परमो मद्भक्तः सवर्जितः । निर्वैः सर्वभूतेषु यः स मामेति पाण्डव ॥ ५५ ॥
તને હવે મારા સાચા સ્વરૂપની ખાતરી થઈ કે? ભગવાન આગળ કહે છે કે હે પાંડવ ! તને મારા સાચા-આત્મસ્વરૂપની ખાત્રી થઈ ને? હવે તે કાંઈ શંકાને રથાન નથી ને? મેં તને વખતેવખત કહ્યું હતું કે, હું આ શરીરધારી શ્રીકણું એટલે તારા મામાનો છોકરો નહિ પરંતુ ચરાચરમાં વ્યાપક એ આત્મા જ છે. તો હવે મારા સાચા સ્વરૂપ સંબંધનું એ કથન તને સ્પષ્ટ રીતે સમજાયું ને? એટલા જ માટે હું તને વારંવાર કહું છું કે જે હંમેશાં આત્મસ્વરૂપ એવા મારે માટે જ કર્મ કરનાર છે તથા આત્મસ્વરૂપ એ હું જ જેને મુખ્ય છું, મારાથી જુદો નથી એવો મારો પરમભક્ત કે જેણે મારા વગર બીજા તમામ સંગોને વર્ષે કરેલા છે, નિર્વેરી એટલે સર્વભૂત માત્રમાં વૈર વિનાને, સર્વ ભૂતમાત્રમાં કેવળ એક મને જ જોનારો એવો સમાન દૃષ્ટિવાળો હોય છે, તે મને જ પામે છે અને તે હું તે આત્મરવરૂપ છે; એ તને વારંવાર કહેવામાં આવેલું જ છે. ઉદ્દેશ એ કે કાયિક, વાચિક તથા માનસિક ઇત્યાદિ તમામ પ્રકારના કર્મો મારે અર્થે એટલે સર્વ આત્મસ્વરૂપ એવા મારું રૂપ છે એમ સમજીને જે અંત:કરણમાં આત્મા સિવાય બીજી કોઈ પણ વૃત્તિનું ઉથાન જ થવા દેતો નથી તથા જગતમાં જે જે કાંઈ જુએ છે, સાંભળે છે, કરે છે, વિચરે છે, મનદ્વારા વિચાર કરે છે, તથા બુદ્ધિદ્વારા નિશ્ચય કરે છે તે તમામ ક્રિયાઓ આત્મસ્વરૂપ એવા મારું જ સ્વરૂપ છે, મારાથી ભિન્ન બીજું કંઈ છે જ નહિ, એવા પ્રકારના દસ નિશ્ચય વડે કર્મો કરે છે તેનાં સર્વ કર્મો મારે માટે થતાં કર્મો સમજવાં. આ મુજબનો સર્વસંગ પરિત્યાગી અર્થાત આત્મા સિવાય બીજા કોઈ પણ સંગનો અંતઃકરણમાં સ્પર્શ પણ થવા દેતા નથી તેવો સગવત એટલે તમામ સંગેને જેણે વર્યાં કરેલા છે એ તદ્દન અસંગ, સર્વભૂત માત્રામાં આત્મસ્વરૂપ એવા મારા રવરૂપને જ જોનારો નિર્વિર પુરુષ અંતે મને જ પામે છે.
ભગવાનનું શ્રતિમાને વિરાટ સ્વરૂપ આ રીતે ભગવાને અત્યાર સુધી ભક્તિમાર્ગ કોને કહેવો તથા તેનું નિષ્કામભાવે આચણ કરનાર અંતે કેવી રીતે મારા પરમપદને પ્રાપ્ત કરી શકે છે એટલું જ નહિ પરંતુ તેને સગુણ તથા નિર્ગુણ બંને પ્રકારના સાક્ષાત્કાર કમે શી રીતે થવા પામે છે તે જણાવ્યું છે. શ્રતિમાં પરમાત્માના વિરાટ સ્વરૂપનું વર્ણન આ પ્રમાણેનું છે. “જે પરમાત્માનું મસ્તક અમિ (સ્વ) છે, ચક્ષુ ચંદ્રમા તથા આદિત્યરૂપ છે, જેના શ્રેત્ર રૂપે દિશાઓ છે, વાણીરૂપે પ્રગટ થયેલા વેદો છે, જેના પ્રાણુ વાયુરૂ૫ છે, જેનું હૃદય વિશ્વરૂ૫ છે તથા જેના પાદમાંથી આ પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે તે વિરાટ ઈશ્વર જ સર્વભૂતાના અંતરાત્મા છે.” આ મુજબ કૃતિમાં પણું વિરાટ સ્વરૂપના વર્ણન સંબંધી કહેવામાં આવેલું છે (ભગવાનના પર અને અપર સ્વરૂપ (વિદ્યા) ના સંબંધમાં મુંડકોપનિષદ્ પ્રથમ મુંડક પ્રથમ ખંડ મંત્ર ૪ થી ૮ તથા દ્વિતીય ખંડ જુઓ.).