________________
પ૭૪]
Bર્ત મામઃ રેવં– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૭ ૧૧/૫
વિરાટ ભગવાનના અપર સ્વરૂ૫ની સ્તુતિ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્રમા, પ્રજાપતિ અને પ્રપિતામહ (બ્રહ્મદેવ) પણ આપ જ છે. એવા આપને હજારવાર નમસ્કાર હે, હે ભગવન! આપને ફરી ફરીને વારંવાર નમસ્કાર હે. ઉદ્દેશ એ કે આ વ્યષ્ટિ, સમષ્ટિ (એકેક અલગ અલગ તે વ્યષ્ટિ તથા સર્વ એકત્ર સમૂહ મળી સમષ્ટિ; જેમ ઝાડ એ વ્યષ્ટિ તથા જંગલ એ સમષ્ટિ સમજે) એ બંનેને સમાવેશ બ્રહ્માંડરૂપ કાર્યસૃષ્ટિ વા સમષ્ટિમાં થાય છે (વૃક્ષાંક ૧૩ થી ૧૫ ૪ જુઓ) તથા તેનું કારણ (વૃક્ષાંક ૬ થી ૧૨) અને મહાકારણ (સાંક ૩ થી ૫) એ સર્વ મળીને વિરાટ સ્વરૂપ કહેવાય છે. આ કાર્યરૂપ સમષ્ટિ બ્રહ્માંડની ઉત્પત્તિ પૂર્વે સૂક્ષ્મ એવા દેવતાઓની ઉત્પત્તિ કારણ રૂપે થવા પામેલી છે. તે ઉપર બતાવેલા વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્રમા, પ્રજાપતિ અને પ્રપિતામહ બ્રહ્મા એ ક્રમે બ્રહ્માંડના ઉત્પન્ન કર્તા વિરાટ પુરુષના ક્રમે, ત્વચા, નાભિ, વાણી, જિહવા, મન, શિશ્ન અને બુદ્ધિ ઇત્યાદિના અધિદેવતાઓ સમજવા (જુઓ વૃક્ષાંક ૮/૧/) આમ કહેવાનો આશય તો ફક્ત કાર્ય કારણરૂપ સર્વ વિશ્વ ભગવાનનું જ રવરૂપ છે, એવો ભાવ દર્શાવવા પૂરતો જ છે, એમ સમજવું.
नमः पुरस्तादथ पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व । अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्व समाप्नोषि ततोऽसि सर्वः ॥ ४० ॥
આપને સર્વ બાજુએથી નમસ્કાર હે હે સર્વ! આપ અનંત વીર્યવાળા, અમિત એટલે જેની સીમા નથી એવા પરાક્રમવાળા હેઈ સર્વમાં વ્યાપ્ત છે અને તેથી સર્વ છે, એવા આપને આગળથી પણ નમસ્કાર અને પાછળથી પણ નમસ્કાર હો, આપને સર્વ બાજુએથી નમસ્કાર હો. તાત્પર્ય, આપ અણુ રેણુ પરમાણુથી લઈ ઠેઠ બ્રહ્માંડ તથા મહત અને તેથી પણ પર ચરાચર સર્વત્ર વ્યાપેલા છે. આવા આપ બધે જ હોવાથી હું આપને દશ દિશાઓમાં તથા તેથી પર એવી સઘળી જગાએ નમસ્કાર કરું છું,
सखेति मत्वा प्रसभ यदुक्तं हे कृष्ण हे यादव हे सखेति । अजानता महिमानं तवेदं मया प्रमादात्मणयेन वापि ॥ ४ ॥ यच्चावासार्थमसकृतोऽसि विहारशय्यासनभोजनेषु ।
ઘણાવશુત સમક્ષ तत्क्षामये त्वामहम मेयम् ॥ ४२ ॥