________________
૪૩૬ ]
ચસ્થ મન્નત્તિ વો મનુષ્ય : આ 4.
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ ૮/
અભ્યાસ વગેરે નિત્યકર્મમાંથી પરવાર્યા પછી નિયમિત રીતે ભગવાનના પૂળ સ્વરૂપનું ધ્યાન કરવું. આ રીતે જેણે મનને નિગ્રહ કર્યો છે એ પુu જ્યારે આ લોક તજવાની ઈચ્છા કરે છે ત્યારે તેણે અન્ય કોઈપણ જગાએ મનને નહિ જવા દેતાં પવિત્ર દેશ અને કાળ જોઈ સ્થિર અને સુખકારી આસન ઉપર બેસી પ્રાણની ગતિ રોકવી; પ્રાણ વશ થયો એટલે પોતાની નિર્મળ બુદ્ધિ વડે મનને વશ કરીને બુદ્ધિને તેના માયા પ્રાકૃતિક દ્રિષ્ટા વા અશુદ્ધ “હું” ભાવ(વૃક્ષાંક ૩)માં લય કરો. દ્રષ્ટાને પ્રાયઃ શુદ્ધ હું વરૂપ(વૃક્ષાંક ૨)માં લય કરે; તથા આ પ્રત્યગાત્મા તે હું એટલે બ્રહ્મ (વૃક્ષાંક ૧)છે, એવા મહાવાક્યના વિચારથી થયેલા સાક્ષાત્કાર વડે શદ્ધ બ્રહ્મચેતન્ય(વૃક્ષાંક ૧)માં લય કરવો. આટલું થયા પછી યોગીને કાંઈપણ કર્તવ્ય બાકી રહેતું નથી. આત્મવરૂપમાં દેવતાઓનો અંત આણનારો એવો કાળ પણ કાંઈ ફેરફાર કરી શકતો નથી, તો પછી આ જગતને નિયમમાં રાખનારા બિચારા દેવતાઓ થકી તો શું જ થઈ શકે? આ પરમ એવા દિવ્ય પુરુષની ઉત્પત્તિ સત્ત્વ, રજ, તમ, અહંકાર તથા પ્રધાન આદિ જગતનાં ગણાતાં ઉપાદાને કારણે કરવા પણ સમર્થ નથી. સર્વે મિથ્યા આવી અનાત્મ વસ્તુને નેતિ નેતિ એ શ્રુતિમાં કહેવા પ્રકાર પ્રમાણે વિચાર વડે તજવાની ઇચ્છા રાખનારા પુરુષો શરીરાદિમાંથી આત્મબુદ્ધિનો અર્થાત દેહ એટલે હું છું એવી બુદ્ધિને સર્વથા ત્યાગ કરી, વિષ્ણુના પણ શુદ્ધ રવરૂપભૂત એવા દિવ્ય અને પરમપુનું જ હૃદયમાં ક્ષણે ક્ષણે ચિંતન કરે છે, તેઓ તેમાં જ અનન્ય પ્રીતિવાળા હોવાને લીધે તે વિષ્ણુના આ નિર્ગુણ તથા અનિર્વચનીય આત્મરૂપને પામવું યોગ્ય છે એમ માને છે, એટલા માટે જેની તમામ વિષય વાસનાઓ નષ્ટ થવા પામેલી છે એવા બ્રહ્મનિષ મુનિએ શાસ્ત્રોક્ત માર્ગ વડે ઉપરામ પામવું જોઈએ (ભાવ ૨ અ૦ ૨, શ્લોક ૧૨ થી ૧૬).
યેગીનું ષચક્ર તથા બ્રહ્માંડભેદન પ્રાણને વશ કરવાના સગર્ભ તથા અગર્લ એમ બે પ્રકારો છે. તે પૈકી પ્રથમ તને અગર્ભ પ્રાણાયામ વડે દેહત્યાગ શી રીતે થાય, તે શાસ્ત્રોક્ત રીતે કહું છું.
યોગીએ પોતાનું મૂળદાર પગની પાની વડે બંધ કરી શ્વાસને છ ચક્રના માર્ગો ઉપર ચઢાવો. એ રીતે પ્રાણને મૂળાધાર ચક્રમાંથી પ્રથમ લિંગની સામેના છ દળવાળા સ્વાધિષ્ઠાન ચક્રમાં લાવવો. ત્યાંથી નાભિ નજીક જ મણિપુરક ચક્ર છે તેમાં, ત્યાંથી હૃદયમાં આવેલા અનાહત ચક્રમાં લાવીને ત્યાંથી અપાનના માર્ગે (પાછલા રસ્તે) વા મળમાર્ગે કંઠ નીચેના સોળદળવાળા વિશુદ્ધિચક્રમાં લઈ આવો અને ત્યાં થોડો સમય રોકી રાખો. આમ વિશુદ્ધિચક્રમાં આવ્યા બાદ ત્યાંથી ઘણી ધીરજ અને સાવચેતીથી આતે આતે પિતાના તાળવાના મૂળમાં (પડછભમાં) લઈ આવે અને ત્યાંથી થોડી ટકોર કરીને એટલે નીચે ઉતરી નહિ જાય એવી રીતે થોડુંક દબાણ કરીને બે ભ્રકુટી વચ્ચે આજ્ઞાચક્રમાં લઈ આવ. આજ્ઞાચક્રમાં પ્રાણવાયુને ચઢાવતી વખતે બે કાનનાં, બે નાકનાં, બે નેત્ર તથા એક મોટું એમ સાત દ્વારો બંધ કરવાં. લોક સંબંધી એષણથી રહિત તદ્દન નિષ્કામ બનેલા તથા કેવળ બ્રહ્મમાં જ સ્થિત થયેલા યોગીએ આજ્ઞાચક્રમાં થોડો સમય સ્થિર રહી પછી બ્રહ્મરંધને ભેદીને દેહ, ઇંદ્રિય ઇત્યાદિ સર્વેને ત્યજી દેવાં. આમ સુષુણ્ણ માર્ગે દેહ વિલય કરનાર અને કમ મુક્તિવાળ યોગી વ્યષ્ટિમાંથી પ્રથમ બ્રહ્માંડમાંના અગ્નિ અથવા સૂર્યલકમાં, ત્યાંથી પ્રવાદિનું ભેદન કરી શિશુમાર ચક્રને ઓળંગી કમે મહ, જન, તપ અને સત્યલોક કે જ્યાં કલ્પપર્યત રહેનાર સિદ્ધો છે, તે સ્થળપ્રતિ જાય છે. ત્યાંથી પરમેષ્ટિ મંડળ એટલે બ્રહ્મદેવના લેકમાં, એ ક્રમે સમષ્ટિનું ભેદન કરી ત્યારબાદ બ્રહ્માંડના ઉપરના દશ દશ ધણુ પૃથ્વી, જળ, વહિ, વાયુના જે શુદ્ધ વેષ્ટ છે તેનું ભેદન કરી ભૂતાકાશની પરમ મયદારૂપ આકાશને પ્રાપ્ત થાય છે. આ રીતે પંચમહાભૂતસમૂહ (જુઓ વૃક્ષાંક દ)નું ભેદન કરીને પછી તે ઈદ્રિયસમૂહનું ભેદન કરે છે (જુઓ વૃક્ષાંક ૬ ). ત્યારબાદ મનમયની અંતર્ગત આવેલા દેવતાઓ સહ મનમય સાથે એકરૂપ બને છે (વક્ષાંક દુષ), ત્યાંથી ક્રમે અહંકાર (વૃક્ષાંક ૮), ત્યાંથી મહત્તત્ત્વ (વૃક્ષાંક ૭) મહાપ્રાણ (વૃક્ષાંક ૬), અર્ધનારીનટેશ્વર (વૃક્ષાંક ૫), અવ્યક્ત કિંવા પ્રધાન (વૃક્ષાંક ૪) ત્યારબાદ તેને સર્વ ત્રિપુટીગાના દ્રષ્ટા, તથા ઈશ્વરીય આજ્ઞાનુસાર નિયમ કરનારી માયા કિંવા પ્રકૃતિ(વૃક્ષાંક ૩)માં લય થાય છે,