________________
૪૭૮ ]
नैषा तर्केण मतिरापनेया
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ લેપ
(વૃક્ષાંક ૩ )થી માંડી બ્રહ્માંડ (વૃક્ષાંક ૪ થી ૧પ૬ ) સુધી તમામ દૃશ્યનો સમાવેશ જગતમાં જ થાય છે. આટલી બાબતો સારી રીતે સમજાયા પછી ઉપરનું કથન સમજવાને માટે સરળતા થશે. જેમ સુવર્ણના ગોળા અથવા લગડીમાં સૂવર્ણના અનેક દાગીનાઓ થાય છે તેમ આત્મસ્વરૂપ ભગવાન એવા સાક્ષીભાવ (વૃક્ષાંક ૨ માં સ્થિત થઈને કહે છે કે, આ સર્વ જગત મેં મારા અવ્યક્ત (વૃક્ષાંક ૪) સ્વરૂપમાંથી વિસ્તારેલું છે. ઉપરના દબ્રાંતમાં જેમ સુવર્ણને સુવર્ણ કહેવાની જરૂર નથી તે તે સ્વતઃસિદ્ધ છે, તેમ આત્મા (વૃક્ષાંક ૧) અતિ:સિદ્ધ જ છે. તેને હું આત્મા છું કિંવા કોઈ મને આમા કહેનારો અથવા જાણનારો છે તેની કિંચિત્માત્ર પણ કપના હેતી નથી, તેથી તે સ્વતઃસિદ્ધ કહેવાય છે. આ “” “હું” એવા થતા કુરણને લીધે જ આત્મા જેવું કાંઈક અનિર્વચનીય તત્ત્વ છે એમ ક૯પી શકાય છે. અર્થાત આત્મામાં હુંરૂપ કુરણ
વૃક્ષાંક ૩ ) છે એમ કહેવું તે જ સુવર્ણને સુવર્ણ કહેવા સમાન છે એમ સૂમજે. લગડી કિંવા ગળે એ જેમ તમામ દાગીનાઓનું આધકારણ કહેવાય અને તેને તેનું કહેવું તે ગાળાનું પણ મહાકારણુ થયું તેમ આ અવ્ય ક્ત (ક્ષાંક ૪)નું મહાકારણું “હું” એવું કુરણ (વૃક્ષાંક ૩) છે. આથી ભગવાન કહે છે કે આત્મસ્વરૂપ એવો જે હું વૃક્ષાંક ૧) તે તો અનિર્વચનીય છે. મારા આ આત્મસ્વરૂપમાં તો આ “હુ” હુ” (વૃક્ષાંક ૩) રૂ૫ સ્કરણનો કિંચિત્માત્ર પણ અંશ નથી. એવા મારા ( આત્મા )માં મિથ્યા “ હું' એવા થનાર
કુરણરૂપ સ્થાન વૃક્ષાંક ૩)માં સર્વ ભૂતના આદિ કારણ અવ્યક્તથી માંડીને તમામ ભૂતો (વૃક્ષાંક ૪ થી ૧૫ સુધી રહેલાં છે પરંતુ આ કુરણરૂપ એ હું ( ક્ષાંક ૩ ) તેમાં નથી.
દાગીનામાંથી સુવર્ણ કાઢી લેવામાં આવે તે શું રહે? જેમ પૃથ્વી આદિ તમામ વસ્તુઓ આકાશમાં રહેલી છે પરંતુ આકાશ તેમાં નથી અથવા તો તપાવેલા લાલ લેખંડની અંદર અગ્નિ હોય છે પરંતુ તે અગ્નિમાં લોખંડને અંશ પણ હોતો નથી. દાગીનામાંથી સુવર્ણન અંશ કાઢી લેવામાં આવે તો શું રહે ? એ ન્યાયે સુવર્ણમાં દાગીના રહેલા છે પરંતુ દાગીનાઓમાં સુવર્ણને અંશ પણ નથી. તેમજ આ સર્વ ભૂતાદિ તથા તેનું આધકારણ અવ્યકત (વૃક્ષાંક ૪ થી ૧૫ ઘ) સુધીનું તમામ, આત્મસ્વરૂપ એવાં મારાં બહુ” “હું” રૂ૫ ફુરણ (વૃક્ષાંક ૩)ના ઠેકાણે સર્વ ભૂતમાત્ર રહેલાં છે પરંતુ મારા એટલે આત્મા (વૃક્ષાંક ૧)ના સ્કરણરૂપ એ હું (વૃક્ષાંક :) તેઓમાં રહેલ નથી.
न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् ।
भूतभुन्न च भूतस्थो ममात्मा भूतभावनः ॥५॥ મારામાં ભૂત છે અને નથી એમ વિધી વિધાને કેમ સંભવે? ભગવાન આગળ કહે છેઃ હે અર્જુન ! વળી તને આશ્ચર્યજનક રહસ્ય કહું છું તે તું સાંભળ. જેમ મૃગજળ દેખાતું હોવા છતાં તેમાં પાણીનો કિંચિત્માત્ર પણ અંશ હોતો નથી કિંવા સ્વપ્નામાં મોટાં મોટાં વિશાળ નગરાદિ દેખવામાં આવતાં હોવા છતાં પણ તેમાં જડાંશને લેશ હેત નથી. તેમ આ દસ્પાદિરૂપે (વૃક્ષાંક ૩ થી ૧૫ શ સુધીનાં) ભાસતાં તમામ ભૂતે મારામાં રહેલાં છે એમ પણ નથી. જો આ મારા ભેગનું એિશ્વર્યા કિવા અભુત પ્રભાવ કે વિચિત્ર છે? અરે, તું કદાચ અત્રે એવી શંકા કરીશ. કે ઉપર તો આપે કહ્યું છે કે મારામાં ભૂત છે અને વળી આપ કહે છે કે મા ામાં ભૂતે પણ રહેલાં નથી. આ બંને પરરપર વિરોધી કથને એક સાથે જ અને એક જ વખતે કહી રહ્યા છે તો તે અમારે કેવી રીતે સત્ય સમજવાં? સિવાય આપે શ્રદ્ધા રાખવાનું કહ્યું પરંતુ આમ એક જ વખતે એક બીજાથી તદ્દન વિરુદ્ધ એવું વિધાન અપ કહી રહ્યા છે તે આપનું કહેવાનું સાચું રહસ્ય શું છે તે અમોએ કેવી રીતે સમજવું? તેના ઉત્તરમાં હવે
તને કહું છું તે તું લક્ષપૂર્વક સાંભળ.