________________
૪૮૦ ]
પ્રોISચેનૈવ સુરાના
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ કપ આક્રોશ સાંભળીને એક દેખતા બુદ્ધિશાળીએ તેઓનું સાંત્વન કરીને કહ્યું કે ભાઈઓ આમાં ભૂત રહે છે તે તમારા પિકી કેણે જોયું ? તે ઉપરથી આસપાસમાં જ એક જણે કહ્યું કે મને તે આમણે કહ્યું, બીજાએ કહ્યું મને તે આ ત્રીજાએ કહ્યું, એમ કરતાં કરતાં જેણે પ્રથમ આ વાત કરી હતી તેને વારે આવ્યું, તેણે કહ્યું કે મેં જોયું તો નથી કેમકે મને આંખો નથી. પરંતુ એક રોજ સંધ્યાકાળે હું આ ઝાડ નીચે વિશ્રાંતિ માટે બેઠો હતો, તે વખતે અંધારું થયેલું હતું ત્યારે કેટલાક છોકરાઓ અરે જલ્દી નાસો નહી તે અહીં આ ઝાડ નીચે ભૂત બેઠું છે, તે બધાને પકડીને ખાય જાય છે. એમ કહી તેઓ દોડી ગયા. તેમનું સાંભળી મેં પણ હાંફતાં હાંફતાં તેમની પછવાડે પછવાડે નાસવા માંડ્યું. છોકરાઓ તો અરે આ ભૂત આવ્યું એમ કહી પાછળ પથ્થરો ફેંકતા જાય અને નાસતા જાય. સદ્દભાગ્યે એ પથ્થરો મને વાગ્યા નહી. આ રીતે હું મહામુશીબતે એ ભૂતના પંજામાંથી બચીને મારા સ્થાન ઉપર આવી પહોંચ્યો તથા મારા મિત્રોને એ સંબંધી વાત કરી. તેની આ વાત સાંભળીને આ અંધપરંપરા ન્યાય સંબંધી તેને હસવું આવ્યું અને તેણે કહ્યું કે ત્યાં ભૂત વગેરે કાંઈ હતું જ નહિ, પરંતુ તે છેકરાઓ તને જ ભૂત સમજ્યા અને તે બીજું કે ભૂત બેઠું હશે એમ માની લીધું. વાસ્તવિક તમો પૈકી કેાઈ એ ભૂત દીઠું નથી અને તમારી ભૂતની એ વાત પણ સાવ ખોટી છે, એમ કહી તેઓનો સંશય નષ્ટ કર્યો.
મારામાં ભૂતો નથી એમ કહેવાનું કારણ આ અંધપરંપરા ન્યાયના દષ્ટાંત મુજબ આ સર્વ જગત શુદ્ધ હુ” (વૃક્ષાંક ૨)ના અશુદ્ધ બહુ” (વૃક્ષાંક ૩)૨૫ ફુરણના આધારે મારી અવ્યક્ત પ્રકૃતિ (વૃક્ષાંક ૪) વડે વ્યાપેલું છે પરંતુ ઉપરના દૃષ્ટાંતમાં મૂળમાં જેમ ભૂત જ ન હતું તેમ મારું સાચું સ્વરૂપ તો “તત' રૂપે એવો આત્મા કિંવા બ્રહ્મ (વૃક્ષાંક ૧) હોઈ તે તદન અનિર્વચનીય છે તેમાં આ હું રૂ૫ રણ (વૃક્ષાંક ૩)નું કદી અસ્તિત્વ જ નથી. આમ આ હું રૂપ અરણનું જ જ્યાં અસ્તિત્વ નથી તો પછી તેના સાક્ષી (વૃક્ષાંક ૨)નું અસ્તિત્વ પણ કયાંથી હોય ? દસ્ય જ ના હોય તે દ્રષ્ટા ક્યાંથી સંભવે? દશ્ય વગર દ્રષ્ટાનું અસ્તિત્વ હોઈ શકે જ નહિ કેમ કે તે પરસ્પર સાપેક્ષા ભાવે છે. એક હોય તે જ બંને હોય છે અને જો એક ના હોય તો બંને મિથ્યા કરે છે તેમ આ હું ૨૫ ફુરણ (વૃક્ષાંક ૩)ના અસ્તિત્વના અભાવે તેના સાક્ષી (વૃક્ષાંક ૨) ભાવનો તો અનાયાસે જ વિલય થઈ જાય છે. આ રીતે મારા સ્વરૂપ (વૃક્ષાંક ૧)માં તો જ્યાં આ બહુ રૂ૫ ફુરણ (વૃક્ષાંક ૩) તથા તેને સાક્ષી (વૃક્ષાંક ૨) નથી તે પછી તેના આધાર વડે રહેનારા અવ્યકતાદિ કિંવા ભૂતાદિ ભાવ (વૃક્ષાંક થી ૧૫ ૪) સુધીનાં અસ્તિત્વની તો વાત ક્યાં રહી? આટલા માટે હે અર્જુન ! હું તને કહી રહ્યો છું કે આત્મસ્વરૂપ અનિર્વચનીય એવા મારા (વૃક્ષાંક ૧)માં ભૂતો રહેલાં નથી અને અહં રહિત એવું આ અનિર્વચનીય પદ તે જ મારું ખરું સ્વરૂપ છે. હું એટલે આ શરીરધારી કૃષ્ણ નહિ પરંતુ અનિર્વચનીય એવો તે (આત્મ) સ્વરૂપ (વક્ષાંક ૧) છે, એમ જાણ. વેદ આને જ “તરવમસિ' તું ( ક્ષાંક ૩) તે (વૃક્ષાંક 1) છે એમ કહે છે. “અહં બ્રહ્માજીને ઉદ્દેશ પણ આ હું (વૃક્ષાંક ૩) બ્રહ્મ (રક્ષાંક ૧) છે, એમ કહેવાનું જ છે. અનારના ત્રણ એ આત્મા (વૃક્ષાંક ૧) જ બ્રહ્મ છે. “ઘણાને બ્રહ્મ જ્ઞાન એ જ બ્રહ્મ છે અર્થાત્ જ્ઞાન એ સ્વતઃસિદ્ધ છે માટે જ્ઞાન એટલે જ આત્મા કિંવા બ્રહ્મ (વૃક્ષાંક ૧) છે. એ રીતે મહાવાક્યો વડે સમજાવે છે. આ વિવેચન ઉપરથી તું સમજી શક્યા હશે કે મારામાં ભૂત છે અને ભૂતો નથી એમ જે ઉપર કહેવામાં આવ્યું છે તે પરસ્પર વિરોધી નથી પરંતુ તેમ કહેવામાં ઘણું જ ગૂઢ રહસ્ય હૈઈ તે મેં તને યુકિત વડે સમજાવેલું છે. તે પણ તારા ધ્યાનમાં આવ્યું હશે.
ભક્તિમાર્ગ કેને કહે છે? હે પાર્થ ! વળી પણ ગુશ રહસ્ય તને કહું છું તે સાભળ. જેઓ ઉપર કહ્યા મુજબ જ્ઞાનદષ્ટ વડે પોતાના સ્વરૂપ (વૃક્ષાંક ૧)ને જાણવા શક્તિમાન હોતા નથી તેવાઓ પોતાને હું તો શરીરધારી છું તથા આત્મા મારાથી કોઈ જુદો જ છે એવી રીતના દૈત ભાવને જ વળગી રહે છે તેવાઓને સમજાવવાને માટે તેઓની સમજ પ્રમાણે હું આ શરીરધારી કણ કિંવા જે દેવતાનો જે ઉપાસક હોય તે દેવ એટલે કે