________________
ગીતાહન ]
હણનારે જે એમ માને કે હું એને હણીશ અને
[ પપપ
ભગવાન પોતાની પાસે રાખે છે તથા ભક્તને જ્યારે પિતાનું અપર સ્વરૂપ બતાવવાનું હોય ત્યારે તે તેને આપે છે એવું માની લે છે, કેટલાકે આને રૂપક છે એમ કહે છે, કેટલાકે તે લોકોને વિશ્વરૂ૫ની કલ્પના આવે એટલા માટે કવિઓએ આ વર્ણન ઘુસાડેલું છે એમ કહે છે. ઇત્યાદિ પ્રકારે લોકોમાં વિશ્વરૂપ સંબંધમાં અનેક તર્કવિતર્કો પ્રચલિત હોવાનું ષ્ણાઈ આવે છે. ભાવિકોની માન્યતા છોડી પોતાને નાસ્તિક માનનારાઓ તો આ વિશ્વરૂપનો આધાર લઈ એમ કહેવા સહેજ પણ અચકાતા નથી કે આ પ્રકારના ભગવાનને તે એક મહાન રાક્ષસથી ૫ણું રાક્ષસ કેમ નહિ કહેવા? આ સંબંધે આ.પ્રકરણને આરંભમાં પણ વિવેચન કરેલું છે. (58 ૫૫૦ થી ૫૧ર જુઓ) છતાં અને સંક્ષેપમાં તે સંબંધે થોડો વિચાર કરવો આવશ્યક છે.
દિવ્યદષ્ટિ કોને કહેવી શાસ્ત્રમાં અંતર્દષ્ટિ કિંવા સૂક્ષમદષ્ટિ, દિવ્યદૃષ્ટિ, જ્ઞાનદષ્ટિ તથા અખિ વા તત્ત્વદષ્ટિ એવા પ્રકારે દષ્ટિઓ સંબંધમાં ઉલ્લેખ હોવાનું જણાઈ આવે છે. અંતર્દષ્ટિ સમજવાને માટે દીવાનું ઉદાહરણ લઈશું. દીવો, તેનો પ્રકાશ તથા તે પ્રકાશમાં પ્રકાશિત થતા પદાર્થો, એ પ્રમાણે આમાં આ ત્રણનો સંબંધ હોય છે. તેમાં દીવો એ સ્વતઃસિદ્ધ છે, તેને બીજા કોઈ દીયા તરફથી પ્રકાશ મળતો નથી, એ વાત તેના પ્રકાશમાં પ્રકાશિત થનારા પકાશ્ય પદાર્થોને સિદ્ધ કરવાની હોય છે. તે પ્રકાશ્ય પદાર્થો દીવો રવયંપ્રકાશ શી રીતે છે એમ જે વિચારની દષ્ટિએ જાણે છે તે વિચારદાબ્દને જ અંતર્દષ્ટ કહે છે; તથા દીવ પોતે તો રવયંપ્રકાશ છે, એવો દ્રઢ નિશ્ચય થઈ તે વડે જ આ સર્વ પ્રકાશિત થયેલું છે એમ
જ્યારે નિશ્ચયપૂર્વક સમજવામાં આવે છે ત્યારે તેને જ્ઞાનદષ્ટિ પ્રાપ્ત થઈ એમ સમજવું તથા આ દીવાને તેજ આપનારો તે બીજે જ કાઈ છે અને આ પ્રકાશક, પ્રકાશ અને પ્રકાશ્ય વસ્તુઓનો વિસ્તાર પણ તે રૂપ જ છે; આ સર્વ દ્રષ્ટા, દર્શન, દત્ય૩૫ પસારો દીવાને પ્રકાશિત કરનાર અનિચનીય તથા અવર્ણનીય એવા તત્વનો જ છે; એ મુજબ દ્રષ્ટા વા સાક્ષીભાવમાં સ્થિત રહી આ ત્રિપુટીનો તમામ ખેલ દ્રષ્ટારૂપે જેવો તે દષ્ટિ એ દિવ્યદષ્યિ કહેવાય. તેમ જ દીપકને પ્રકાશિત કરવામાં આ પ્રકાશાદિ ત્રિપુટીએ અથવા તેને જાણનારે દિવ્યદષ્ટિવાન દ્રષ્ટા ઈત્યાદિ કશું પણ છે જ નહિ અથવા તો તે તમામ નિર્વાચનીય એવા પરમપદરૂ૫ હેઈ તેથી અભિન્ન છે એમ સમજવું; તે જ આત્મ વા તત્ત્વદષ્ટિ છે એમ સમજે. ઉદેશ એ કે આત્મા પોતે સ્વયંપ્રકાશ છે, તેમાં દ્રષ્ટા, દર્શન તથા દસ્યાદિ ત્રિપુટીઓનું તેમ જ તેને જાણનારા સાક્ષી અથવા દ્રષ્ટાભાવનું કિંચિત્માત્ર પણ અસ્તિત્વ સંભવતું નથી એ પ્રમાણે હું, તું, તે, આ, મારું, તારું, મને, તને ઈત્યાદિ ભિન્ન ભિન્ન રૂપે ભાસતા તમામ દક્ષ્યાદિને તેને જાણનારા સાક્ષી (દ્રષ્ટા)સહ વિલય કરી આત્મામાં દ્રષ્ટા, દર્શન અને દક્ષ્યાદિને કિંચિત્માત્ર પણ અંશ નથી એવું તે પદ અનિર્વચનીય છે કિંવા તેને જાણનારા સાક્ષી સહ આ બધું આત્મરવરૂપથી અભિન્ન અને એકરસાત્મક અનિર્વચનીય એવું અમરૂપ જ છે. એ રીતે આત્મા જ આત્મામાં આત્માને આત્મરૂપે આત્માદ્વારા ભાસી રહ્યો છે. તસ્માત આત્માથી ભિન્ન કંઈ છે જ નહિ. એ રીતે તદન દઢ અને એક નિશ્ચયવડે જાણવું, તેવી દૃષ્ટિ એ જ આમ વા તવદપ્તિ સમજવી. આ દૃષ્ટિ આત્માનુભવી જીવન્મુક્તોમાં જ મળી શકે છે. આત્મા(વૃક્ષાંક ૧) પોતે તો અનિર્વચનીય છે છતાં પોતાની માયાશક્તિરૂપ હું(વૃક્ષાંક ૩) વડે ત્રણ ગુણોને ધારણ કરી આ સર્વ મિથ્યા મોહજાળ (વૃક્ષાંક ૩ થી ૧૫ ૫ સુધી)ની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કર્યા જ કરે છે. એ રીતે દ્રષ્ટા કિંવા સાક્ષીભાવ (વક્ષાંક ૨)માં રિથત રહો તે સર્વને દૈત(બેપણાની) ભાવના વડે પ્રત્યક્ષ અનુભવ લેવો તે દષ્ટિને દિવ્યદૃષ્ટિ, કહે છે; તેમ જ આ સર્વ દમ્યાદિ પ્રકાશનું મૂળ તે હુંરૂ૫ માયા(વૃક્ષાંક ૩) હેઈતેની ઉત્પત્તિનું મૂળ સ્થાન કયું ? તે સૂમ વિચાર વડે જાણી લેવું કે આ હુની ઉત્પત્તિ તે જયાં હું એવા ભાવનું અસ્તિત્વ જ કદી સંભવતું નથી એવા અનિર્વચનીય સ્થાનમાંથી થયેલી છે. એવી રીતે શુદ્ધ “હું'(વૃક્ષાંક ૨) ભાવમાં સ્થિર રહીને કેવળ વિચાર દ્વારા જાણવું તે સૂમ દષ્ટિ હેઈ તેવા પ્રકારે જાણ્યા પછી તે જ આ હું ( ક્ષાંક ૩)નું ખરું સ્વરૂપ છે, તેને જાણનાર દ્રષ્ટા(વૃક્ષાંક ૨) એવા મારું પણ તે જ મૂળ સ્થાનક છે; એ રીતે નિશ્ચયપૂર્વક