________________
૫૫૬ ]
તન્મચંતે તન I [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૧/૧૨ જાવું તે જ્ઞાનદષ્ટિ કહેવાય. આ બંને દૃષ્ટિઓને યૌક્તિક દષ્ટિ પણ કહે છે. આ રીતે જ્ઞાનદૃષ્ટિ થયા પછી આ સર્વ આત્મસ્વરૂપ છે એવા પ્રકારના દૃઢ નિશ્ચયને લીધે અભ્યાસવડે તમામ દશ્ય, તેના દ્રષ્ટા એવા ઈશ્વરસ્વરૂપમાં જ લીન બની જાય છે. આથી તેવા પ્રકારે અનુભવમાં આવનારું તમામ દશ્ય એ દ્રષ્ટાનું એશ્વર્ય કહેવાય છે. આમાં બતાવેલી ચાર દ2િ પૈકી અંતર્દેટ અને જ્ઞાનદષ્ટિ એ બે પરોક્ષજ્ઞાનને માટે ઉપયોગી હોઈ દિવ્યદ્રષ્ટિ એ અપરોક્ષજ્ઞાન પૈકી ભગવાનના અપર સ્વરૂપના સાક્ષાતકારની દર્શક છે. પણ આમાં દ્રષ્ટાભાવ સિલક રહેતો હોવાથી તે પૂર્ણ અવસ્થા કહી શકાતી નથી તેથી તે અપર સ્વરૂપનો સાક્ષાત્કાર થયા પછી પણ પરસ્વરૂપ એટલે ભગવાનમાં ઐકય થવારૂપ અપરોક્ષાનુભવ વા સાક્ષાત્કાર કરવાની જરૂર હોય છે. આ પ્રમાણે બંને રીતે જ્યારે મુમુક્ષુની પૂર્ણતા થવા પામે છે ત્યારે જ તે પૂર્ણભક્ત થયો એમ સમજવું. જે આ મુજબ ના હેત તો અર્જુનને વિરાટ સ્વરૂપ જોયા પછી પણ શાંતિ કેમ પ્રાપ્ત થઈ નહિ ? તે નિઃશંક કેમ ન બન્યો? તેને ફરીથી પ્રશ્નોત્તર પૂછવાની શી જરૂર પડી? પરંતુ આ દૈત કિંવા દ્રષ્ટાભાવ વો જોયેલું ભગવાનનું અપરસ્વરૂપે વાસ્તવિક માયાવી હોઈ અતિ ભયાનક હોય છે જ્યારે દ્રષ્ટાભાવને પણ વિલય થઈ જાય છે ત્યારે જ ભગવાનના ખરા સચ્ચિદાનંદ એવા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧)નો તેને અનુભવ થાય છે; અને તે પુરુષ જ કૃતકૃત્ય થયેલો ગણાય. આ સ્થિતિએ પહોંચે તે જ ખરો ભકત કહેવાય. જે ભગવાનથી જરાપણ વિભકત નથી, ભગવાનની સાથે જ સંપૂર્ણ રીતે તાદામ્ય પામેલ છે, તે જ ખરો ભક્ત છે. આ સિવાયના બીજા બધા અભત છે એમ જાણવું. કેવળ માટે બાલવાથી કાંઈ ભક્ત બની શકાતું નથી પરંતુ ભગવાનની સાથે આ રીતની એકતા થવાથી જ ભક્તપણું પ્રાપ્ત કરી શકાય છે. આવા ભક્તો એ જ પરમભકતે હાઈ ભગવાનને અત્યંત પ્રિય છે.
ભગવાનનું વિરાટ સ્વરૂપ ગુપ્ત છે? આ વિવેચન ઉપરથી બુદ્ધિમાનને કલ્પના આવી હશે કે ભગવાનનું વિરાટ સ્વરૂપ કાંઈ ભગવાને છપાવી રાખેલું નથી પરંતુ તે જોવાની યોગ્યતા ધરાવનાર કોઈપણ ભક્ત દિવ્યચક્ષ દ્વારા જ તેને જોઈ શકે છે. વ્યવહારમાં પણ જેને કમળો થયો હોય તેને તમામ વસ્તુઓ પીળી જ દેખાય છે. વસ્તુતઃ વસ્તુઓ કાંઈ પીળી હોતી નથી પરંતુ જેનારના નેત્રદોષને લીધે જ તે પીળી દેખાય છે. જે નેત્રદેવ મટી જાય છે તે વસ્તુ એ પોતાના અસલ સ્વરૂપમાં જેવી ને તેવી જ જોવામાં આવે છે. તે પ્રમાણે અજ્ઞાનીઓને વિષય વાસનારૂપ દોષને લીધે યા અસંત સંકલ્પને લીધે આ તમામ વસ્તુ એ જગતસ્વરૂપે એટલે કે અસલ સ્વરૂપને બદ ઊલટાપે જોવામાં આવે છે, પરંતુ જયારે તેને આ અજ્ઞાનરૂપ દોષ મટી જાય છે અર્થાત પોતે પોતાને દેહ નહિ પરંતુ હું તે સર્વને દ્રષ્ટા કિંવા સાક્ષી(વૃક્ષાંક ૨) છું, એવી રીતે તે પોતાહ સર્વને જ્યારે સાક્ષીભાવે દેખે છે ત્યારે તેવા નિશ્ચયવાળે પુરુષ સત્ય સંકલ્પરૂપ બની જાય છે. અને તે દિવ્ય ચક્ષુવાળા પુરુષ પ્રથમ પ્રત્યગાત્મા, શબલબ્રહ્મ કિંવા ભગવાનના મિથ્યા માયાવી એવા મહાન વિરાટ અ૫ર સ્વરૂપને જુએ છે તથા પછી પોતે દ્રષ્ટાભાવને પણ ત્યાગ કરીને અંતે આત્મસ્વરૂપ એવા ભગવાનની સાથે ઐકયરૂપ બની કાયમને માટે સુખ અને શાંતિના સ્થાનમાં નિવાસ કરે છે, કે જે સ્થાન અત્યંત નિર્ભય હોઈ જ્યાં ગયા પછી ફરી પાછું આવવાનું, જવાનું કે દુઃખનું પ્રયોજન રહેતું જ નથી. આ મુજબ હોવાથી ભગવાને અમને પ્રથમ દિવ્યદૃષ્ટિ આપી પિતાનું અપર સ્વરૂપ દેખાડ્યું છે, એ સારી રીતે સમજી શકાશે કે જેથી આ સંબંધમાં હવે ભગવાન આગળ શું કહે છે તે વિચાર કરો આપણને અનુકુળ થઈ પડશે.
एवमुक्त्वा ततो राजन्महायोगेश्वरो हरिः । दर्शयामास पार्थाय पुरम रूपमैश्वरम् ॥ ९ ॥