________________
તમજૂતુ. વતિ વીતશો– [ સિદ્ધાન્તાડ ભ૦ ગીર અ૦ ૧૧/૩ર નિયમાનુસાર અત્રે પ્રવૃત્ત થયેલ છે. પ્રત્યનીષ અર્થાત બંને પક્ષેમાં જે આ બધા યોદ્ધાઓ સ્થિત થયેલા છે, તે સર્વ તારા વિના પણ જીવતા રહી શકશે નહિ. તાત્પર્ય કે, તારી સામે ઉભેલો છું ઈશ્વર (વૃક્ષાંક ૨)ની ઈક્ષણ શક્તિરૂપ એ કાળપુરુષ છું; કે જે કાળશક્તિ વડે જ માયા (વૃક્ષાંક ૩)ના સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણોમાં ક્ષોભ થવા પામેલ છે. આ કાળ સ્વરૂપ એવો હું સર્વને નિયમમાં રાખું છું. હું જ મારી માયાશક્તિનો આશ્રય લઈ ત્રણ ગુઠારા પ્રધાન, મહત્ત, અહંકારાદિ રૂપે બની આ અસંખ્ય બ્રહ્માંડ નિર્માણ કરું છું અને તેનું પાલન પણ હું જ કરું છું તથા સર્વને નાશ પણ હું જ કરું છું (વૃક્ષાંક ૩ થી ૧૫ણ સુધીનું. ટૂંકમાં આ તમામ કાર્ય કાળસ્વરૂપ એ હું જ કરું છું. મારા જડબામાંથી કેઈ છૂટી શકતો નથી. કરોડે બ્રહ્મદેવ, વિષ્ણુ, મહેશ તથા તેમાંના અસંખ્ય બ્રહ્માંડે, તેની અંદર આવેલાં ચૌદ ભુવનમાંના સ્થાવર, જંગમાદિ તમામ ભૂતો મારી આજ્ઞા પ્રમાણે તથા મેં નિયત કરી આપેલી મર્યાદા પ્રમાણે જ વર્તે છે. મારા નિયમનું ઉલ્લંઘન કરવાને કઈ પણ શકિતમાન નથી. આ ઈશ્વરની ઈક્ષણ શકિતરૂપ એવા કાળપુરુષરૂપ મેં આજ સુધી કેટલાયે બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ તથા તેમના અસંખ્ય બ્રહ્માંડોનો સંહાર કરેલો છે, હાલ પણ કરું છું તથા ભવિષ્યમાં પણ કરીશ, તેને તો અંત નથી, આમ છતાં કાળ પુરુષ એવો છે તો હંમેશા તાજેને તાજો જ રહું છું. હું કદી પણ ક્ષયને પામતું નથી. કાળ પુરુષ સંબંધી વર્ણન શાસ્ત્રમાં પણ આ પ્રમાણેનું આવે છે.
કાળ હમેશ બધાનું ભક્ષણ કર્યા કરે છે વડવાનલ એટલે પાણીનું ભક્ષણ કરનાર અગ્નિ જેમ મહાન સમુદ્રને પણ ગળી જાય છે તેમ સર્વભક્ષી કાળ આ જગતમાં વાણી, મન, બુદ્ધિ કે નેત્રવડે દેખવામાં આવતી તમામ વસ્તુનું ભક્ષણ કરે છે. કાળરૂપી ભયંકર મહેશ્વર એક સરખી રીતે આ સઘળા દસ્ય પદાર્થોની સ્થિતિને કેળિયો કરી જવા માટે હંમેશ સજ થઈ રહેલો છેઅનંત બ્રહ્માંડેને ગળી જનારો તથા જગતમાં સર્વત્રવ્યાપી રહેલો આ કાળરૂપી દેવ મોટા મેટા પુખોને તોડવામાં પણ ક્ષણવારની ઢીલ કરતો નથી. વાસ્તવિક રીતે અલક્ષ્ય એટલે જાણી નહીં શકાય એવો હોવા છતાં તે વર્ષ, માસ, દિવસ, ઘટિ, પળ, વિપળ, ક્ષણ, નિમેષ, કલા, કાષ્ટ, પરમાણું, ત્રસરેણું, તથા સંવત્સર, યુગ, ક૫ ઇત્યાદિ રૂપ વડે કાંઈક પ્રગટ થએલો હોય એમ ભાસે છે, એવા આ કાળ સર્વ જગતને વશ કરીને રહે છે. જેમ ગડ સર્પોને ગળી જાય કિવા અનેક નદીનું પાણી એક સરખું સમુદ્રમાં મળતું રહેવા છતાં પણ જેમ તે કદી ધરાતે જ નથી તેમ જેઓ રૂપવાળા હતા, જેઓ સારા કામ કરનારા કહેવાતા હતા અને જે મેરુ જેવા મહાન હતા તે સર્વને પણ આ કાળ ગળી ગયો છે. નિર્દય, પત્થર સમાન કઠણ, વાઘ જેવો કૂર, કરવત જેવો કર્કશ, કંગાળ અને અધમ એવા સર્વેનું આ કાળ હમેશ ભક્ષણ કર્યા કરે છે.
દાળને શરણ ન થાય એવી કઈ વસ્તુ નથી આ કાળ જેને ગળી જતો નથી એવી કોઈ વસ્તુ આજ સુધી થઈ નથી, થવાની નથી અને થશે પણ નહિ. સર્વને તત્કાળ ળિયો કરી જનાર બહુભક્ષી એવો આ કાળ પર્વતને પણ ખાઈ જાય છે, તેમ અનંત બ્રહ્માંડને ખાતાં છતાં પણ ધરાતો નથી. નટની પેઠે અનેક રૂપ ધારણ કરીને આ કાળ સંસાર
પી નાટકમાં તે તે વસ્તુઓનું હરણ કરે છે, વિનાશ કરે છે અને તેમની નવેસર ફરીથી ઉત્પત્તિ પણ કરે છે, તેમને ખાઈ જાય છે તથા તેમનું છેદન કરે છે. પિોપટ જેમ દાડમનાં બીજોને ફોલી કેલીને ખાઈ જાય છે તેમ કાળ પણ જગતમાં રહેલા જુદા જુવા ચિત્ર વિચિત્ર પદાર્થોને વીંખી પીંખીને ખાયા કરે છે. જેમનું * મૂળ બ્રહ્મા છે અને ફળ મોટા દેવતાઓ છે, એવા બ્રહ્માંડરૂપી વૃક્ષવાળા બ્રહ્મરૂપી વિશાળ વનમાં કાળ ચારે બાજીએ વ્યાપીને રહ્યો છે. આ કાળપુરુષ કહ૫, યુગાદિ રચના કરતાં કદી પણ કાયર થતો નથી. આ કાળપુરુષ કદી ભેદતાં ભેદા નથી, બાળતાં બળતો નથી અને દેખાવા છતાં પણ દેખાતો નથી. આ કાળપુરુષ મોટા માતા મનોરથોની પેઠે એક પલકારામાં જ કઈ વસ્તુનો નાશ કરી નાખે છે. પ્રાણીઓના કષ્ટથી જ પુષ્ટ થતી