________________
[ પ૬૭
ગીતાદહન ] જેઓ શેકથી તદ્દન રહિત થયેલા છે તેમ જપિતાની ચેષ્ટાથી આ કાળ દેહાદિકના અધ્યાસવાળા જીવને હમેશ સ્વર્ગ તથા નકાદિકમાં જ ફેરવ્યા કરે છે. આ કાળ ઘાસ (ખડ), ધૂળ, પાંદડાં, ઇન્દ્ર, મેરુ, અને સમુદ્રો વગેરે સઘળા પદાર્થોને ગળી જવાને માટે હંમેશ સજજ રહે છે. દડાની જેમ સૂર્યચંદ્રને આકાશમાં ઉછાળીને રમે છે. આ કાળ જ રુદ્ધ થઈને પાછો ઇન્દ્ર, બ્રહ્મા, શક તથા કુબેર૩૫ થાય છે તથા વળી પાછો કાંઈ નથી એવો થઈ જાય છે. જેમ કોઈ મનુષ્ય વૃક્ષોમાંથી પાકાં ફળ પાડ્યા કરે તેમ આ કાળ મહાપોમાંથી પાકેલા દેવ તથા દૈત્યોના સમૂહને પાડ્યા કરે છે.
કાળ કદી પણ કાયર થતું નથી જેને બ્રહ્માંડરૂપી ફળો આવેલાં છે એવા પ્રકારનું ઉંબરાનું એક મહાવૃક્ષ છે, તેમાંથી આ કાળ આ બ્રહ્માંડરૂપે ફળો વારંવાર પાડ્યા કરે છે અને તેમાં પ્રાણીઓ રૂપી મચ્છરો ગણગણ્યા કરે છે. જેમ પર્વત પાયા વડે પિતાને ટકાવી રાખે છે તેમ આ કાળ પણ અનંત અને અપાર એવા બ્રહ્મરૂપી પાયા વડે પિતાના ઊંચા શરીરને ટકાવીને રહ્યો છે. જેમ મનુષ્ય બહુ ભાર સહન કરનારી પૃથ્વી ઉપર પગ ટેકાવી તેના આધાર ઉપર ઊભો રહે છે તેમ કાળ પણ જેમાં અનંત પ્રાણીઓના સંસારનો લય થાય છે, એવી બ્રહ્મની દઢ સત્તા ઉપર જ સ્થિર રહેલો છે. એ કાળ કેઈપણ રીતે કાયર થતો નથી કાઈના ઉપર પ્રેમ કરતા નથી, દયા કરતા નથી, માયા કરતો નથી, કે લેભ કરતો નથી તેમ પ્રીતિ કિંવા અપ્રીતિ પણ કરતો નથી. તે કેાઈ સ્થળે અંધારા જેવું કાર્ય કરે છે, કોઈ સ્થળે વિસ્તારવાળું ઉજળું કાર્ય કરે છે અને કોઈ સ્થળે તો તે બંનેથી જુદા જ સ્વભાવવાળું કાર્ય કર્યા કરે છે. આ કાળ આવતે પણ નથી તેમ જતો પણ નથી અને સેંકડો મહાક વીતી જાય તો પણ તે ઉદય કે અસ્તને પામતો નથી. તે ચિંતા કર્યા વગર અને કોઈની પણું દરકાર શાખા સિવાય જગતમાં ફેરફાર કરવા રૂ૫ રમત કરી રહ્યો છે.
કાળ પરમાત્મારૂપ રાજાને પુત્ર છે આ કાળ ૨૫ કાપાલિક પર્વત, સમુદ્ર, વર્મ અને પૃથ્વી રૂ૫ ચાર શિંગડાંવાળા જગતરૂપી ઘેટાંઓને માર્યા કરે છે અને પ્રત્યેક દિવસે તારાઓ રૂપી છાંટાઓને જોઈને તેમણે પણ ચાટી જાય છે. આ કાળ જેનું હરણ કરતો નથી એવી નામ રૂપ ધારણ કરેલી તુછ કે અતુચ્છ કોઈપણ વસ્તુ આ વિશ્વમાં નથી. તમામ છોને ચૂર્ણરૂપ કરીને મૃત્યુના મુખમાં નાખનાર પ્રલયરૂપી ક્રીડા વિલાસ કરીને કાળ પાતે જ કાર્ય પદાર્થોના અભાવવાળા થાય છે. પ્રલય વખતે તે અજ્ઞાનરૂપ પદાર્થોને પ્રકાશિત કરનાર બ્રહ્મ ચૈતન્યરૂ૫ ઈશ્વર (વૃક્ષાંક ૨)થી જ નિજ સ્વરૂપમાં વિશ્રાંતિ લે છે એટલે તેની સાથે એકરૂપ બની જાય છે. આમ પ્રલયમાં વિશ્રાંતિ લઈ વળી પાછો સૃષ્ટિનિર્માણ કરવાના સમયમાં પોતે જ ઈશ્વરની ઈક્ષણશક્તિ યા પ્રેરણાત્મક રૂપે બની માયાશકિત (વૃક્ષાંક ૩)ના ત્રિગુણમાં ક્ષોભ ઉત્પન્ન કરનારે થાય છે. આમ સુષ્ટિસમયમાં તે પોતે જ જગતને કર્તા અને ભતા તેમજ સંહાર કરનાર, અને સમરણ કરનાર આદિ સધળા સ્વરૂપવાળો થાય છે. બુદ્ધિ (અક્કલ) વડે પણ જેમના રહસ્યને કઈ કળી શકતું નથી એવાં સારા નરસાં સધળાં પ્રકારના શરીરને પ્રકટ કરતા અને વળી તેમને તરત જ લીન કરી નાખતો આ કાળ અહિં પોતાની રીડ કર્યા જ કરે છે, આ કાળ ૫રમાત્મ૨૫ રાજાને પુત્ર છે. (યા. વૈ૦ પ્ર૦ સ૦ ૨૩ જુઓ).
ક્રિયાકાળ તથા ફળકાળનું વર્ણન ઉપર કહેલા મહાકાળથી ભિન્ન એવો એક કાળ છે. જે બે પ્રકારનો છે. તે મેળ વગરની રીતિઓવાળામાં શિરોમણિ છે. આ જગતમાં જે કાળ ફળને ભગવાવે છે તેને દેવકાળ કહે છે અને જે કાળ જળને ઉત્પન્ન કરનારી ક્રિયા કરાવે છે તે ક્રિયાકાળ કહેવાય છે તથા ક્રિયા થયા પછી પરિપકવ થાય તે ફળકાળ કહેવાય છે. માત્ર પોતાની ચલનરૂપ એવી ક્રિયા વિના ક્રિયાકાળનું બીજું કાંઈ ૨૫, બીજું કાંઈ કામ કે બીજું કાંઈધારે જાણવામાં આવતું નથી. જેમ ગરમી હિમના સમૂહને ઓગાળી નાખે છે તેમ એ ક્રિયાકાળ આ સઘળાં કૂણું પ્રાણીઓને ઓગાળી નાખે છે. જે કાંઈ આ ભારે વિરતારવાળું જગતમંડળ જોવામાં આવે છે તે આ ક્રિયાકાળની નાચવાની શાખા છે. ક્રિયાની પરિપકવતા એ જ ફળકાળનું સ્વરૂપ છે. બીજે ફળને ભગવાવનાર જે દેવ નામને કાળ