________________
ગીતાદેહન ] સર્વના ધાતા, અધિકાનભૂત, આત્મપ્રસાદ નિજ આત્માના મહિમાને જાણે છે. [ ૫૬૦ એવી ચિત્રવિચિત્રતાવાળી જરા, શોક, દુઃખ તથા પરાભવથી શોભતી આ સૃષ્ટિરૂપ નાચની લીલા કરવા માંડે છે. જેમ બાળક ગારામાંથી પૂતળાં આદિની રચનાને કાયર થયા વગર કર્યા કરે છે તેમ એ દૈવરૂપ કાપાલિક પણ પાછો જળસમૂહ, વન, જુદાં જુદાં બ્રહ્માંડ, પ્રાણીઓના સમૂહે અને તે તે સમયને અનુસરતી રિથર તથા ચંચળ એવી અનેક પ્રકારની ચિત્રવિચિત્ર અવનવી રીતભાતોને કાયર થયા વિનો ઉત્પન્ન કર્યો જ કરે છે (લેવિ સ. ૨૫ જુઓ).
| સર્વને નિયમનમાં રાખનારે એ હું કાળ પુરુષ છું ભગવાન કહે છેઃ જેમ અગ્નિ ગરમ પ્રકાશવાળી જ્વાળાઓથી લોકોને અંદર તથા બહાર બાળે છે તેમ આ કાળરૂપ હું પિતાની દાસણ ચેષ્ટાવડે લોકોને અસત કિંવા દુષ્ટ આશાઓથી અંદર તથા બહાર બન્યા કરું છું. ઇંદ્રિયોના વિષયમાં પ્રવૃત્તિરૂપ જે મર્યાદા કરેલી છે તે નિયમરૂપી કાળ રૂપ એવી નિયતિ રૂ૫ મારી સ્ત્રી છે. આપણાને લીધે તે ચપળ સ્વભાવવાળી છે. જિતેંદ્રિય લોકોને પણ ભમાવનારી છે તથા ધીરજને રહેવા પણ દેતી નથી. કામરૂપ હું એક ક્ષણમાં યુવાનને વૃદ્ધ અને વૃદ્ધને યુવાન બનાવી દઉં છું. આ સઘળા પદાર્થો જવાઆવવાવાળા એટલે ઉત્પત્તિનાશવાળા છે. વસ્તુતઃ મિથ્થારૂપ વાસના જ લોકોને સંસારમાં બાંધ્યા કરે છે અને કાળરૂપ હું તે તેવા પ્રાણીઓના સમૂહને નિરંતર પિતામાં જ ખેંચ્યા કરું છું. ખરેખર આ મૂઢ લેકે સદુપદેશને સાંભળવા ઇચ્છતા નથી તેમ સારી વાતને સાંભળવાનો તેમને અવકાશ પણ મળતો નથી. પર્વતે વિખેરાઈ જાય છે, આકાશ પણ લયને પામે છે, ભુવનો ખવાઈ જાય છે અને પૃથ્વી પણ પ્રલયને પામે છે. સમુદ્રો પણ સુકાઈ જાય છે, તારાઓ વિખરાઈ જાય છે, સિદ્ધ લોકોના પણ નાશ થાય છે. અરે ! જ્યાં ધવનું જીવિત પણ અધવ થઈ જાય છે, દેવતાઓ પણ માર્યા જાય છે, આ કાળરૂપ એવા મારા મોમાં ઈન્દ્ર સુદ્ધાં ચવાઈ જાય છે, યમ પણ કાળરૂપ એવા મારા સપાટામાં આવી જાય છે, વાયુ સત્તા રહિત બની જાય છે, ચંદ્ર શુન્ય થઈ જાય છે, સૂર્ય ખંડિત થઈ જાય તથા અગ્નિ પણ અભાવને પ્રાપ્ત થાય છે, બ્રહ્મા પણ સમાધિને પામે છે, અજન્મા હરિ પણ હરાઈ જાય છે તથા ભવ પણ અભાવને પામે છે. કાળ પણ લયને પામે છે, નિયતિ પણું તણાઈ જાય છે તથા અનંત આકાશ પણ ક્ષયને પામે છે, જેનું રશૂળ રૂપ જાણવામાં આવતું નથી, સુમરૂપ સાંભળી, બોલી કે જોઈ શકાતું નથી, એ હું અર્થાત
અનિર્વચનીય આત્મારૂપ પુરુષ જ પોતાના રવરૂપમાં માયાથી આ બધાં બ્રહ્માંડને મિશ્યા ખેલી દેખાડી રહ્યો છું, પરંતુ મારું સ્વરૂપ તો અનિર્વચનીય, અગોચર, અવર્ણનીય તથા અજ એવું છે. તે તે જ્યારે તું મારી સાથે તદ્દન એકરૂપપણાને પામીશ ત્યારે જ અનુભવી શકીશ; પરંતુ તે મારું વિરાટરૂપે કે જે આ વખતને માટે મેં મારી માયા શકિતવડે લોકોના સંહાર અર્થે ધારણ કરેલું છે તે જોવાની ઇચ્છા કરી તેથી તારી ઈરછાનસાર તે મેં તને બતાવ્યું છે પરંતુ આવાં મારા રૂપોનો તો પાર નથી. આ રૂપ બતાવવાને ઉદ્દેશ એટલો જ છે કે વિશ્વમાં આ બધે જે જે કાંઈ વ્યવહાર ચાલી રહ્યો છે તે તમામ આત્મસ્વરૂપ એવા મેં કાળરૂપે પ્રથમથી જ નિયત કરી રાખેલ હોય છે. મારી આજ્ઞા વગર વાયુ વિહાર કરી શકતો નથી, આકાશ કોઈને અવકાશ આપી શકતું નથી, સૂર્ય એક ડગલું પણ ભરવાને શક્તિમાન નથી, બ્રહ્મા વિષ્ણુ કે મહેશ, મહામાયા કે મૂળમાયા વગેરે કોઈપણ મારી આજ્ઞાનું ઉલ્લંધન કરવા શક્તિમાન નથી, તે પછી બીજાઓની વાત જ શી ? ચરાચરને નિયમમાં રાખનારા, પરમાત્માના પુત્રરૂપ તથા ઈશ્વર (કક્ષાંક ૨ ની) ઈક્ષણશક્તિરૂપ કાળપુરુષરૂપે હું તારી ઈચ્છાનુસાર તને દર્શન આપવા તારી સામે ઉભે છું.
तस्मात्त्वमुत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रुन्भुव राज्यं समृद्धम् ।
यैवैते निहताः पूर्वमेध निमित्तमात्र भव सव्यसाचिन् ॥ ३३ ॥