________________
પ૬૦ ] ના ત્રિ ન તે I . [ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ૧૧/૧૯ શી? આ દશ્ય જોતાં જ જે વિસ્મયથી તદ્દન વ્યાપ્ત થયેલો છે એટલે જે આશ્ચર્ય વડે સ્તબ્ધ બનેલ છે અને જેના શરીર ઉપરના રોમાંચ (રુંવાડાં) ખડાં થઈ ગયાં છે, એવો ધનંજય, આ દેવને મસ્તક વડે નમન કરીને બે હાથ જોડીને નીચે પ્રમાણે કહે છેઃ
अर्जुन उवाचपश्यामि देवास्तव देव देहे सर्वा ५स्तथा भूतविशेषसङ्गान् । ब्रह्माणमीशं कमलासनस्थमृषीश्च सर्वानुरगाश्च दिव्यान् ॥ १५ ॥ अनेकथाहदरवक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् । नान्तं न मध्यं न पुनस्तादि पश्यामि विश्वश्वर विश्वरूप ॥ १६ ॥
આપના વિશ્વરૂપ પ્રકાશની પ્રભા જ સર્વત્ર પ્રસરેલી છે. અર્જુન કહે છેઃ હે દેવી! આપના આ દેહમાં હું સર્વ તેત્રીસ કરોડ દેવેને જોઉં છું તથા સ્થાવર જંગમાદિ તમામ ભૂતે (જીવ)ના સમૂહને, કમળ ઉપર બેઠેલા અને બ્રહ્માંડાદિ કાર્ય સૃષ્ટિના નિયંતા વે ઈશ એવા અસંખ્ય બ્રહ્મદેવને, સર્વ ઋષિઓ તથા વાસુકી પ્રકૃતિ સપદિ સર્વને દિવ્ય અર્થાત ચિતન્ય કિંવા પ્રકાશ સ્વરૂપે જોઈ રહ્યો છું. હે વિશ્વના ઈશ્વર! આપને આદિ, મધ્ય અને અંત ક આપના આ અનંત એવા વિશ્વરૂપમાં અનેક હાથે, અનેક પેટા તથા અનેક નેત્રે જ જ્યાં ત્યાં હું જોઈ રહ્યો છું; પણું આપના આદિ, મધ્ય અને અંતને તો હું કયાંય દેખતે જ નથી (“ સહસ્ત્ર શીષી પુરુષઃ ” પુરુષસક્ત જુઓ). એટલે કે જ્યાં ત્યાં હાથ, પગ, પેટ અને નેત્રો વગેરે જોવામાં આવે છે, પણ આપનાં આદિ, મધ્ય અને અંતે તો હું કયાંયે જોતો જ નથી, કેમ કે તમને આદિ, મધ્ય અને અંત છે જ નહિ. તમારું વાસ્તવ સ્વરૂપ તે આદિ, મધ્ય અને અંતથી રહિત છે અને આ બધું રૂપ તે આદિમધ્યાંતવાળું હાઈ માયાવી જણાય છે કેમ કે તમારું સાચું સ્વરૂપ તે આદિ, મધ્ય અને અંત વગરનું છે અથવા જેમ સ્વન આદિ, મધ્ય અને અંતમાં નહિ હોવાથી તે મિથ્યા કરે છે તેમ આપના આ માયાવી સ્વરૂપ સંબંધમાં હેય એમ મને લાગે છે.
किरीटिनं गर्दिनं चक्रिण च तेजोराशि सर्वतो दीप्तिमन्तम् । पश्यामि त्वां दुनिरीक्ष्यं समन्ताद् दीप्तानला पुतिमप्रमेयम् ॥ १७ ॥