________________
ગીતાદ્યાહન ]
કેમકે આ આત્મા નથી હણુાતા કે નથી હષ્ણુતા. આપ આંખે વડે જોવાને પણ શક્ય નથી
માથા ઉપર કિરીટ, હાથમાં ગદા તયા ચક્રને ધારણ કરનારા, તેએરાશિ એટલે પ્રકાશના સમૂહુરૂપ સ` બાજુએથી પ્રકાશવાવાળા અર્થાત્ ચારે બાજુએ જ્યાં ત્યાં પ્રકાશતી પ્રભા પ્રસરેલી છે એવા તેજ:પુંજ ચમકવાળા, દુનિરીક્ષ અર્થાત્ આંખે વડે લેવાને પણુ અશકય એવી અમિ તથા સૂર્ય સમી દેદીપ્યમાન કાંતિવાળા, અપ્રમેય એટલે પ્રમાણુમાં ન આવી શકે અર્થાત્ સત્ર અપરંપાર ભરેલા એવા આપને જ હું જ્યાં ત્યાં એતદ્રેશત જોઈ રહ્યો છુ.
[ ૫૧
त्वमक्षरं परमं वैदितव्यं
स्वमस्य विश्वस्य परं निधानम् ।
त्वमव्ययः॒ शश्व॒तधर्म॑गो॒प्ता
सनातन॒स्त्वं पु॒रुषों मतो॒ मे ॥ १८ ॥
જાણવાનુ` સૌથી પરમ સ્થાન તમે જ છે.
આપ જાણવા યેાગ્ય અર્થાત્ જ્ઞાનયેાગ્ય એવા પરમ, સૌથી શ્રેષ્ઠ તથા જેને કદી નાશ થતા નથી એવા અક્ષર છે( વૃક્ષાંક ૧ જુએ) એટલે અક્ષરરૂપ એવા આપના કરતાં પરમ ( વિશેષ ) એવું ખીજાં કાંઈ પણ જાણવાનું બાકી રહેતું જ નથી. આપ જ આ વિશ્વને અંતિમ આશ્રય છે, અર્થાત્ પ્રકાશ થતાં અધકાર જેમ એકાએક અદશ્ય થઈ જાય છે તેમ આ અનંત બ્રહ્માંડાવાળા વિશ્વને વિલય થયા પછી તે બધું આપનામાં જ અદૃશ્ય (ગડપ) થઈ જાય છે. તેમેને આપના જ એક આશ્રય છે. આપ અવ્યય એટલે નાશ રહિત એવા આત્મસ્વરૂપ હેાઈ શાશ્વત એવા ધર્માંરક્ષક પશુ આપ જ છે. એટલુ જ નહિ પણ શાસ્ત્રમાં વણું વેલા સનાતન અર્થાત્ અનાદ્રિ પુરૂ પણ મારા મતે આપ જ છે.
अन॑दम॒या त॒मन॑न्त वी॒र्य- -
मनन्तबा॒हु॑ श॒शिसूर्य॑ने॒त्रम् ।
पश्यामि त्वा॒ दीप्त॒हुताशव॒क्त्रं
स्वतेजसा॒ विश्व॒मिदं तप॒न्तम् ॥ १९ ॥
તમે. સૂર્યચંદ્ર રૂપ અનત તેત્રાવાળા
આદિ, મધ્ય અને અંત વિનાના, અનંત પ્રભાવવાળા, અનંતબાહુ અર્થાત્ ખળવાન એવા ઇન્દ્રાદિ દેવતાના સમૂહેાવાળાં, જેને સૂર્યંચદ્રરૂપ અનેક તેત્રા છે, મુખામાં પ્રજાલિત એવા તેમના દેવતા અગ્નિદેવવાળા, સ્વતેજસા એટલે પેાતાના જ તેજ વડે આ સમસ્ત વિશ્વાદિને જે.તપાવી ક્રિડવા પ્રકાશી રહ્યા છે એવા પણ તમેા જ છે, એમ હું જોઈ રહ્યો છું. આમાં અર્જુને સંક્ષેપમાં કારણ સૃષ્ટિની ઉત્પત્તિરૂપ અધિદૈવાદિના રૂપનું વર્ષોંન કર્યુ છે. જે સૃષ્ટિ અહંકારના સત્ત્વભેદમાંથી પ્રથમ દેવતા રૂપે ઉત્પન્ન થયેલી છે ( વૃક્ષાંક ના પેઢામાંના તમામ ભાવા જીએ) તેમાં મનના દેવતા ચંદ્ર; નેત્ર( ચક્ષુ)ના સૂર્યાં; મુખના અગ્નિ; બાહુના ઇન્દ્ર ઇત્યાદિ જે દેવતાઓ છે તે સર્વને તપાવનાર એટલે પાતપેાતાના સ્થળે સ્થાપી તેમની પાસે યિતિના “ધેારણે નિયમિત રીતે કા` લેનાર આપ જ છે, એમ હું જોઉ છું.
૩૬