________________
૫૫૪ ]
ટ્રના મતે – [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅવે ૧૧/૮
વિરાટ સ્વરૂપે જોવાને અધિકારી કેણ? આ પ્રમાણે અજુનને પ્રશ્ન સાંભળીને તથા તેના મનને ભાવ ઓળખીને ભગવાને વિચાર કર્યો કે અર્જુન પૂર્ણ શ્રદ્ધાળુ હેઈ તદ્દન નિઃશંક થયેલું છે. મારું આ અપર સ્વરૂપ તે જે ભક્તિમાર્ગને અભ્યાસક ભક્ત પોતે કેવળ દ્રષ્ણા ભાવમાં સ્થિત રહી શરીર, મન, વાણીવડે જે જે કાંઈ કર્મ થાય છે તે તમામ કર્મ તેમજ બુદ્ધિ વડે થતો તમામ નિશ્ચય એટલે કે અંતઃકરણમાં જે જે વૃત્તિનું ઉત્થાન થાય તે સર્વમાં કેવળ આત્મસ્વરૂપ એવા એક મારી જ ભાવના નિત્યપ્રતિ કરે છે, આ પ્રમાણે સાક્ષી ભાવમાં રહી જે તન્મય થયેલો હોય છે, તે ભક્ત જ મારા અપર સ્વરૂપને જોવાને માટે સમર્થ છે, બાકી બીજા કેઈપણ જોઈ શકતા નથી. આ અર્જુન આ રીતની સંપૂર્ણ એકનિષ્ઠાવડે મારે શરણે આવેલ સાચો ભકા છે. વળી સગુણ ઉપાસકે જ્યારે વાસ્તવિક રીતે સંપૂર્ણ રીતે સર્વત્ર મને જ દેખે અને જ્યારે તેઓને તેવો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થાય ત્યારે જ તેઓ ભક્તિમાર્ગમાં સાચા રિથર થયા એમ કહી શકાય, ત્યાં સુધી તે ગમે તે હોય પણ તેને મારો સાચો ભક્ત તે કહી શકાતો જ નથી. જ્યારે ભક્તિ કરતાં કરતાં ભક્તની ચિત્તશુદ્ધિ થઈ તેની આ મુજબની સ્થિતિ થાય છે એટલે પોતે દ્રષ્ણા ભાવમાં રહી તમામ દયભાવમાં તે એક મને જ જુએ છે અને એ મુજબની તેની ભાવના જ્યારે સિદ્ધ થાય છે અર્થાત ખરેખર તેને મારા સિવાય બીજું બધું દેખાતું બંધ થઈ જાય છે, જયાં જુઓ ત્યાં હું જ એક તેને જોવામાં આવું છું, જ્યારે તેની આવી સ્થિતિ થાય છે ત્યારે જ ભક્તિમાર્ગની પૂર્ણતા થઈ એમ સમજવું. આ રીતે ભક્તની સ્થિતિ થયા પછી તે દ્રષ્ટાભાવનો પવિલય કરી મારામાં જ એકરૂપ થઈ જાય છે. આને રાજયોગ પણ કહે છે. આ પ્રમાણે એકરૂપ થયે કે તે કતકય બને છે, પછી તેને વૈલોક્યમાં કાંઈ કરવાનું કે જાણવાનું કે મેળવવાનું બાકી રહેતું નથી. શાસ્ત્રમાં કહેલી સડજ સમાધિ તે આ જ. અજુનની ચિત્તશુદ્ધિ તે થયેલી છે માટે તેને દિવ્ય નેત્ર આપી એટલે દ્રષ્ટાભાવમાં સ્થિત રહીને મારું વિરાટ રવરૂપ જોવાનું કહેવામાં આવશે તો જ તે જોઈ શકશે, નહિ તે જોઈ શકશે નહિ. એ મુજબ મનમાં વિચાર કરીને ભગવાને નીચે પ્રમાણે કહ્યું
આ મારું વિરાટ સ્વરૂપે જો હે પાર્થ ! મારા જુદી જુદી જાતના તથા નાના પ્રકારનાં વિષ્ણુ અને આકૃતિઓવાળા સેંકડો હજારો દિવ્ય એટલે ચૈતન્ય અથવા આત્મસ્વરૂપ એવાં રૂપને જે. હે ભારત ! આ બાર આદિત્યને જે. ધર, ધ્રુવ, સોમ, અહ યા વિષ્ણુ, અનિલ, અનલ, પ્રત્યુષ, અને પ્રભાસ, એ આઠ વસુઓને, અગિયાર રુદ્ધોને, બે અશ્વિનીકુમારોને અને ઓગણપચાસ મને જે; તથા પૂર્વે કદી નહીં જોયેલા ઘણું આશ્ચર્યને પણ જોઈ લે. (આદિત્ય, સ્ત્ર, મતના નામો માટે અધ્યાય ૧૦ શ્લોક ૨૧ થી ૨૩ પૃષ્ઠ ૫૩ થી ૫૭૬ જુઓ.) હે ગુડાકેશ (અજુન) ! આ મારા દેહમાં સચરાચર એટલે સ્થાવર જંગમમાં વ્યાપેલા બધા અનંત જગતના સમાને હમણું એકસ્થ એટલે મારે આ દેહમાં એક જગાએ જ જોઈ લે અને વળી તારે બીજું જે જે કંઈ જોવાની ઇચ્છા હોય તે તમામ જોઈ લે. અરે! હું તે તારી સામે વિરાટ સ્વરૂપે જ ઉભેલ . પરંતુ તું તારા આ વ્યષ્ટિગત બાહ્ય ચક્ષુવડે મને જેવાને કદી પણ શક્તિમાન થઈશ નકિ. માટે તેને દિવ્યદષ્ટિ એટલે પ્રકાશ કિવા ચિતન્યરૂપ એવી દ્રષ્ટા ભાવમાં સ્થિત રહેવારૂપ દષ્ટિ આપું છું. અર્થાત સર્વના સાક્ષી સિંહા કષ્ટ ભાવમાં સ્થિત રહીને જોવાની દૃષ્ટિવડે જ તું મારા આ ઐશ્વર્યરૂપ યોગને જોઈ શકીશ. માટે દ્રષ્ટાભાવમાં સ્થિત રહી આ બધું ઇશ્વર સ્વરૂપે જ છે, તેથી ભિન્ન નથી એવા પ્રકારના યોગને એટલે મારા અપરસ્વરૂપને જે.
દિવ્યદષ્ટિ સંબંધે લેકમાં પ્રચલિત માન્યતા ભગવાને અર્જુનને જયારે દિવ્યદૃષ્ટિ આપી ત્યારે તે આ પરમ એશ્વર એવા રૂપને જોઈ શકયો. આ સંબંધે લોકોમાં ઘણા પ્રકારના પ્રસરેલા જોવામાં આવે છે. કેટલાકેની માન્યતા એવા પ્રકારની હોય છે કે ભગવાનની પાસે આવી કોઈ પ્રકારની દપિ હતી અને તેમણે તે અર્જુનને આપી. અર્થાત ચમા વગેરે જેવી કેઈ દષ્ટિ