________________
ગીતાદેહન ]
[ ૫૫૩
શરીર હણવા છતાં કદી હણાતો નથી. एवमेतद्यथाऽन्य त्वमात्मानं परमेश्वर । द्रष्टुमिच्छामि ते रूपमेश्वरं पुरुषोत्तम ॥ ३ ॥ मन्यसे यदि तच्छक्यं मया द्रष्टमिति प्रभो । योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम् ॥ ४ ॥ આપના વિરાટ સ્વરૂપનું દર્શન કરવાની મારી ઇચ્છા છે.
શ્રીભગવાનના મુખેથી વિભૂતિ યોગ સાંભળ્યા પછી ભગવાનનું તેવું સ્વરૂપ આપણને જોવા મળે તે કેવું સારું ! એવી રીતે અર્જુનના મનમાં ભાવના ઉત્પન્ન થવાથી તે બોલ્યો કે ભગવન ! મારા ઉપર અનુગ્રહ(કપા) કરવાના હેતુથી આપે પરમ ગુહ્ય અર્થાત અનિર્વચનીય કિંવા અવર્ણનીય કે જેને આત્મરૂપસંજ્ઞાવડે સંબોધવામાં આવે છે એવું અત્યંત ગૂઢ વચન (જ્ઞાન) અત્યારસુધી કહ્યું તે વડે મારા આ મોહને નિશ્ચિત નાશ થયો છે એટલે મારા મોહને સંપૂર્ણ રીતે નિવારણ થયું છે; વળી હે કમલાક્ષ! ભૂતની ઉત્પત્તિ તથા પ્રલયનાશ એ બંનેને નિશ્ચય પણ મેં વિસ્તારપૂર્વક આપની પાસેથી સાંભળે છે; સિવાય આપનું મહામ્ય એટલે વર્ણવી શકાય એવું અને અંતે મિશ્યા ભાવવાળ અપર સ્વરૂપ તથા અવ્યય એટલે અવર્ણનીય, નાશહિત એવું પરસ્વરૂપ એ બંનેને નિશ્ચય પણ વિસ્તારપૂર્વક સાંભળ્યો. હે પરમેશ્વર ! આપ જેવી રીતે પિતાને કહે છે એ પ્રમાણે તે પુરુષોત્તમ ! આપના ઐશ્વર્યરૂપને અર્થાત અપરપને હું જોવાને ઇચ્છું છું; એટલે આપના એક અંશમાંથી સ્થિત થયેલા આ ઈશ્વર એટલે દ્રષ્ટા કિંવા સાક્ષી ભાવવડે જોઈ શકાય એવું જે ૨૫ તે કિંવા વિરાટ વિભૂતિઓવાળ અપરરૂ૫ (વૃક્ષાંક ૨થી ૧૫ સુધીનું) જેવાની મારી ઇચ્છા છે; તો હે પ્રભો! તે જે મારાથી એટલે મમભાવવડે જેવાને શક્ય હેય અર્થાત તે જોવાની મારી લાયકાત છે એમ જે આ૫ માનતા હે તે હે યોગેશ્વર ! આ વ્યય અર્થત નારહિત એવા આત્માનું તે રૂ૫ એટલે જે તત્ત્વતઃ તો અવ્યય એવો આત્મા હોવા છતાં અહં (હ) એવા એક અંશ વડે સ્થિત હોઈ દર્શાય એટલે દ્રષ્ટાભાવ વડે જ જોઈ શકાય એવું જે આપનું અપર૨૫ (વૃક્ષાંક ૨થી ૧૫ ઘ) છે તેનું મને આપ દર્શન કરાવો.
श्रीभगवानुवाचपश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्रशः । नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च ॥ ५ ॥ पश्यादित्यान्वसुन्द्राश्विनौ मरुतस्तथा । बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत ॥ ६ ॥ इहैकस्थं जगत्कृत्स्नं पश्याय सचराचरम् । मम देहे गुडाकेश यच्चान्यदृष्टुमिच्छसि ॥ ७ ॥ न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा । दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् ॥ ८ ॥