________________
ગીતાદહન ].
જન્મરહિત, નિત્ય, શાશ્વત અને પુરાણે એવા આ આત્મા– [ પપ૧
ભગવાનનું વિરાટ સ્વરૂપ ભયંકર કેમ? વિચાર કરી જુઓ તે જણાશે કે વિરાટ સ્વરૂપ જોઈને અર્જુન ગભરાઈ ગયે. દરેક શાસ્ત્રો તે પિકારી પોકારીને કહે છે કે ભગવાનનું સ્વરૂપ તે અંત આનંદદાયક છે, ભયાનક નથી. રાક્ષસે તથા અસુરાદિનાં સ્વરૂપ ભયંકર હોય છે પરંતુ ભગવાનનું વિરાટ સ્વરૂપ જોતાં જ જે અર્જુનને ગભરાટ ઉત્પન્ન થયો તો તે ઉપરથી શું સમજવું? આ ઉપરથી સિદ્ધ થાય છે કે ભગવાનનું સાચું સ્વરૂપ જેવું હોય તેણે ભગવાનની સાથે ઐકયતાને અનુભવ લેવો જોઈએ, અર્થાત ભગવાનની સાથે એક થવારૂપ અનુભવ વડે જ ભગવાનના સાચા સચિદાનંદ સ્વરૂપનો અનુભવ થઈ શકે છે અને તેવો અનુભવ કરનારો તે જ ખરો ભક્ત કહેવાય. પરંતુ જ્યાં સુધી ભગવાનને ભેદ દષ્ટિ રાખી જોવાની ઈચ્છા કરવામાં આવે છે ત્યાં સુધી તેનું સાચું સચ્ચિદાનંદ સ્વરૂપ નહિ પરંતુ મિથ્યા એવું માયાવી સ્વરૂપે જ જોવા મળે છે કે જે અતિ ભયંકર છે. તેમાં અસંખ્ય બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને લય ઇત્યાદિ અનેકવિધ ઉથલપાથલ નિત્યપ્રતિ થયા જ કરે છે. વસ્તુતઃ ભગવાનનું ખરું સ્વરૂપ અનિર્વચનીય, નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. તેનું વર્ણન જ થઈ શકતું નથી. આથી વિરૂદ્ધ વચનીય, ગુણવાળું, આકારવાળું અને વર્ણન થઈ શકે એવું જે રવરૂપ છે તે તે તેની મિથ્યા માયાનું જ ઘાતક હોવાથી મહાનયંકર, કર અને પરિતાપ ઉત્પન્ન કરનારું છે, માટે તેવા માયાવી સ્વરૂપને છોડી હંમેશ ભગવાનના સાચા સ્વરૂપમાં જ તમય બની જવું જોઈએ, એવો આત્મબોધ આમાંથી મળે છે. હવે આવી પૂર્ણતા થતાં સુધી ભક્ત આરંભમાં ભગવાનને ભિન્ન ભાવથી દેખે છે એટલે પિતે તમામ દસ્યનો દ્રષ્ટા(જોનારો) બને છે અને સમસ્ત દસ્યજગત એ ભગવાનનું અપર વા વિરાટ સ્વરૂપ
છે, એ રીતના ભાવમાં અભ્યાસ વડે સ્થિર થઈ તેવો અનુભવ લે છે. આમ જ્યારે તે તદ્દન નિઃશંક બની દ્રષ્ટાભાવમાં જ સ્થિર બને છે ત્યારે તેને સર્વનો નાશ કરનારો, ઉપન્ન કરનારો, કરોડો બ્રહ્માંડ જેના પેટમાં સમાઈ રહ્યાં છે એ આ ચાલતા સર્વે વ્યવહાર ભગવાનને જ ખેલ વા લીલારૂપ છે, એવા અનુભવ આવે છે. પાતંજલ યોગાદિના અભ્યાસકેની ચિત્તશુદ્ધિનું લક્ષણ જેમ કુંડલિનીનું ઉત્થાન ગણાય છે તેમ ભક્તિમાર્ગવાળાઓને પોતાની ભાવના પ્રમાણે જ્યારે આ બધું ભગવાનનું જ સ્વરૂપ છે એવું કેવળ મોઢે બોલવા માત્ર જ નહિ પણ પ્રત્યક્ષ રીતે અનુભવમાં આવે છે ત્યારે જ તેની ચિત્તશુદ્ધિ થઈ એમ જાણવું. ત્યાં સુધીને માટે તે તેની જપતપાદિ સર્વ ક્રિયા નિરર્થક છે. આ રીતે જ્યારે તેને દ્રષ્ટાભાવમાં રહીને સર્વત્ર ભગવાનના વિરાટ સ્વરૂપનો અનુભવ આવે છે, ત્યારે તે પોતાના આ દ્રષ્ટાભાવને છોડી દે છે અને પછી આ રીતની ભેદદષ્ટિ છોડીને ભગવાનની સાથે અયરૂપ બની જઈ તેના નિર્વિકલ્પ અને અનિર્વચનીય એવા સચ્ચિદાનંદ સ્વરૂપમાં એકરૂપ થઈ રહે છે; કે જેની પ્રાપ્તિ થવાથી કેઈપણ પ્રકારને ભય રહેવા પામતે નથી તેમ પાછું કંઈ કરવાપણું કે જાણુવાપણું સિલક પણ રહેતું નથી. આ પ્રમાણે ભક્તિમાર્ગને ઉદ્દેશ છે. હવે આપણે જ્ઞાનમાર્ગ તથા ભક્તિમાર્ગમાં કેટલે ભેદ છે તે સંબંધમાં થોડે સંક્ષેપમાં વિચાર કરીશું.
ભક્તિ અને જ્ઞાનમાર્ગમાં ભેદ નથી ભગવાનના સાચા સ્વરૂપની પ્રાપ્તિ કરાવી આપનાર (૧) સાંખ્ય કિવા જ્ઞાન (૨) યોગ (માણે પાસના) તથા (૩) ભક્તિ એમ મુખ્ય ત્રણ જ માર્ગો છે. બીજા બધા માર્ગોનો સમાવેશ આ ત્રણમાં જ થઈ જાય છે. તે પૈકી ધોગમાર્ગમાં તો પ્રાણપાસના દ્વારા મનનો વિલય કરવો પડે છે. તે ક્રિયાત્મક હોવાથી બાકીના બે માર્ગેથી ભિન્ન પડે છે. પરંતુ જ્ઞાન અને ભક્તિમાર્ગમાં તો નજીવો ભેદ છે. તે એવો કે જ્ઞાન માર્ગ બુદ્ધિગમ્ય હોવાથી તેમાં પ્રથમ આત્માનું પરાક્ષ જ્ઞાન પ્રાપ્ત કરી લઈ પછી અપરોક્ષ અનુભવવડે આત્મા વૃક્ષાંક (૧)ના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી લેવી પડે છે અને તેનો અનુભવ થયા પછી આ જગત પણ તેથી અભિન્ન છે એવા પ્રત્યાહાર વડે તન્મયતા પ્રાપ્ત કરવી જોઈએ એ ક્રમ છે; એટલે જેમ પ્રથમ સમુદ્ર, તરંગ, ફીણ, પરપ વગેરે કશું છે જ નહિ, પરંતુ પાણી છે અને તેને જાણનાર પોતે પણ પાણીરૂપ છે. એ રીતના જ્ઞાન વડે પ્રથમ પાણીનું સાચું સ્વરૂપ જાણી લઈ તેવા અભ્યાસથી પાણું ભાવમાં તદ્દન સ્થિરતા થઈ એટલે પછી આ સમુદ્ર, તરંગ, ફીણ,