________________
ઉમણો નિઃ શાશ્વતોડā gu– [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૧
અધ્યાય ૧૧
ભક્તિમાર્ગ અને ચિત્તશુદ્ધિ ભગવાને પાછલા અધ્યાયમાં અર્જુનના પ્રશ્ન ઉપરથી પિતાની વિભૂતિઓને વિરતાર કહી સંભળાવ્યો તે ઉપરથી અર્જુનનો ઘણો ખરો મેહ તે નિવૃત્ત થયો. તેને ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને આ સર્વે જગત તેમનો જ વિસ્તાર છે એવું નિઃશંક જ્ઞાન થયું. આ મુજબ નિઃશંક જ્ઞાન થવું એ જે ભક્તિમાર્ગ દ્વારા ચિત્તશુદ્ધિ થયાનું મુખ્ય લક્ષણ સમજવું. જેવી રીતે અષ્ટાંગ યોગ સાધનારા હઠયોગીઓની કુંડલિનીનું ઉત્થાન થાય ત્યારે જ તેની ચિત્તશુદ્ધિ થયેલી ગણાય અને ચિત્તશુદ્ધિ થયા પછી તે જ્યારે નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થાય ત્યારે તેની સાધના પૂર્ણ થઈ એમ કહી શકાય. આ મુજબ સાધના પૂર્ણ થયેલા સાધકનું જ્યારે ફરી પાછું સમાધિમાંથી ઉત્થાન થાય છે ત્યારે તેને ફરીથી જામદવસ્થામાં ભાસના આ તમામ દસ્યજાળ પણ નિકિ૯૫ એવા અપક્ષ આમાથી અભિન્ન એવું પરમ તત્વે જ છે; એ રીતનું સમ્યફ જ્ઞાન પ્રાપ્ત થઈ સહજ સમાધિની પ્રાપ્તિ થતાં સુધી તેને આ રીતે પ્રત્યાહારરૂ૫ અભ્યાસ કરવો પડે છે અને તેમાં જ્યારે સહજ રીતે સ્થિરતા થાય છે એટલે તે કૃતકૃત્ય અને જ્ઞાતનેય એવો જીવમુક્ત બની જાય છે, આ મુજબની તદાકારતા પ્રાપ્ત થઈ હોય તે જ ખરો પરમ ભક્ત સમજવો. બ્રહ્મતા ઉપાસકને પણ જ્યારે આ સર્વ દશ્ય પ્રત્યક્ષ બ્રહ્મરૂપે જ દગ્ગોચર થાય છે ત્યારે જ તેની ચિત્તશુદ્ધિ થયેલી ગણાય. ખાલી આ બધું બ્રહ્મ છે એવું મેં વો ગોખવા થકી કાંઈ વળતું નથી તેમ ભક્તિમાર્ગવાળાઓ આ બધું ભગવાનનું સ્વરૂપ છે એમ કેવળ મોઢેથી બોલે તે નિરુપયોગી છે, પરંતુ જ્યારે તે પ્રમાણે તેને આ બધું પિતાના ઇષ્ટદેવનું જ સ્વરૂપ છે એમ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે અને તેની એજ્યભાવરૂ૫ મસ્તીમાં જ તે તન્મય બની જાણે કે પિતાને ઈષ્ટદેવ જ પિતાને પિતાનું દ્રષ્ટાભાવ વડે જોઈ શકાય એવા પ્રકારનું માયાના ત્રણ ગુણવાળું વિરાટ કિંવા અપર સ્વરૂપ બતાવે છે અને પોતે તે સ્વરૂપને જોનાર દ્રષ્ટા અર્થાત ઈશ્વર(વૃક્ષાંક ૨ ) બને છે. આવી દષ્ટિ પ્રાપ્ત થવી એ દિવ્યદૃષ્ટિ કહેવાય, કારણ કે ભગવાનનાં બે સ્વરૂપ છે (1) પર અને (૨) અપર.
દિવ્યદૃષ્ટિવા ચૈતન્ય ભગવાનનાં કહેલાં આ બે સ્વરૂપો પૈકી પર સ્વરૂપ તે જ્યારે ભગવાનની સાથે તદ્દન એક્તા પ્રાપ્ત થાય ત્યારે જ અનુભવમાં આવે છે, તેમાં દ્રષ્ટાભાવ પણ શેષ રહેતું નથી. આ પ્રમાણેનું ભગવાનનું પર સ્વરૂપ છે ( વૃક્ષાંક ૧ ). હવે ભગવાનનું અપર સ્વરૂપ કે જે માયાના ત્રણ ગુણેના વિસ્તારવાળું હેઈ જે આ સમગ્ર બ્રહ્માંડ અને તેની અંદર આવેલા ચૌદ લોકમાં ચરાચર વ્યાપેલું છે તે ( વૃક્ષાંક ૩ થી ૧૫ ૫ ) જેવાને માટે દિવ્યદષ્ટિની જરૂર હોય છે. દિવ્ય એટલે પ્રકાશ, ચેતના કિંવા ચૈતન્ય. આને પ્રત્યગામા પણ કહે છે. આ રીતે સાક્ષી ભાવમાં સ્થિત થઈ જનારે ભક્ત જ્યારે પ્રત્યગાત્મસ્વરૂપ એવા સર્વ દસ્યના દ્રષ્ટા( વૃક્ષાંક ૨ ) ભાવમાં સ્થિત થાય છે ત્યારે જ નિર્વિકાર ભગવાનનું માયાવડે ધારણ કરાયેલું (વૃક્ષાંક ૩ થી ૧૫ ૫ સુધીનું) અપર સ્વરૂપ તેને દશ્યમાન થઈ શકે છે. આ રીતે દ્રષ્ટા, સાક્ષી પ્રત્યગાત્મા અથવા ઈશ્વરભાવમાં સ્થિત થવું એટલે હું આ શરીરાદિ રૂપવાળે નથી પરંતુ સર્વદસ્યદિને દ્રષ્ટા કિંવા ઈશ્વર(વૃક્ષાંક ૨) છું, એવા પ્રકારની સત્યભાવનામાં જ્યારે ભક્ત સ્થિર થાય છે ત્યારે જ તેને માયાના ત્રણે ગુણે વડે ધારણ કરાયેલું એવું ભગવાનનું અપર વિરાટ સ્વરૂપે (વૃક્ષાંક ૭ થી ૧૫ ૬ સુધીનું) અનુભવમાં આવે છે. આ વિરાટ સ્વરૂપે વાસ્તવમાં મિયા હોઈ તેમાં અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારનાં કાર્યો થતાં જ રહે છે, એટલું જ નહિ પરંતુ આ વિરાટ સ્વરૂપ કિંવા અપરા પ્રકૃતિ(વક્ષાંક ૩ થી ૧૫ વ)ને પણ અંતે દ્રષ્ટા ( વૃક્ષાંક ૨)માં જ વિલય થઈ જાય છે અને ત્યાર પછી જે નિઃશેષ પ્રત્યફ આત્મસ્વરૂપ રહે છે તે જ ખરું સ્વસ્વરૂપ છે (ક્ષાંક ૧). સચ્ચિદાનંદ સ્વરૂપ તે આ જ,