________________
૫૪૮ ]
નાય સુતા રમૂવ થતા [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ. ૧૦/૪ર આત્મખ્યાતિને આશ્રય લઈ આત્મસ્વરૂપ સમજાવે છે. આ સંબંધે મહર્ષિ વસિષ્ઠજીના કથનને સારાંશ નીચે પ્રમાણે છે ( નિઃ ઉ૦ સ. ૧૬૬, ૧૬૭ જુઓ).
સર્વ ખ્યાતિઓ આત્મસ્વરૂપ જ છે સાર્થક એ આત્મ શબ્દ તથા ખ્યાતિ શબ્દ બંનેથી રહિત એવી આ અનિર્વચનીય કિંવા આત્મખ્યાતિ છે, એમ તમો સમજો. તે શિલાના અંદરના ગર્ભ જેવી એકરસાત્મક છે. બ્રહ્મ વા ચિદાકાશ જ આવે રૂપે પ્રસરી રહેલ છે. ખ્યાતિ અને તે શબ્દના અર્થથી રહિત એવા સ્વયંપ્રકાશ આત્માને જ વિદ્વાને આત્મરૂપ સમજે છે. આ આત્મા જ સર્વ જગતાદિ રૂપ હોઈ તેને વિષે કશી પણ ખ્યાતિ રહેલી નથી. વળી કોઈપણ
ખ્યાતિ તેને દેશ, કાળાદિની મર્યાદામાં લઈ શકતી નથી તેથી તેને અખ્યાતિ (ખ્યાતિથી પર) એવું પદ જ ઘટી શકે છે. બ્રહ્મમાં ખ્યાતિ કિંવા અખ્યાતિ એ બંને પદે ઘટી શકતાં નથી. આ બંને પ્રકારની વાણીવાળી યુક્તિ ખરી નથી. કારણ કે આ અદિતીય વરતુની અંદર ખ્યાતિ કે અખ્યાતિ કયાંથી હોય? અખ્યાતિ. અન્યથાખ્યાતિ, અસખ્યાતિ (શન્યખ્યાતિ) અને આત્મખ્યાતિ એ સર્વ ચિત્માત્રરૂપ પ્રકાશની ચેતન સત્તાવડે પ્રતીતિમાં આવતો એક ચિત ચમત્કાર હોઈ તે આત્મસત્તા વડે જ અનુભવવામાં આવે છે. આ સર્વ
ખ્યાતિએ આત્માનો વિવત છે. તે ચિદાકાશ, બ્રહ્મ વા આત્માના ચમકાર રૂ૫ અને રમાત્મસ્વરૂપ એવા તેની જ વિભૂતિઓ છે. આત્મખ્યાતિ એવા અંતિમ નામના પદને પણ છોડી દઈ તેને જે મૂળ અર્થ છે કે જે છેવટે અનાદિ અને અનંત એવા નિપ્રપંચ બ્રહ્મની અંદર પર્યાવસાનને પ્રાપ્ત થાય છે તે હું રૂપ આત્મા કિંવા બ્રહ્મ જ અહીં અભિન્ન એવા એકરસરૂપે રહેલું છે અને એ મૂળ અર્થ પણ છેવટે નિપ્રપંચ બ્રહ્મની અંદર જ વિલયને પામે છે. આત્મખ્યાતિ, અસખ્યાતિ, ખ્યાતિ, અખ્યાતિ અને અન્યથાખ્યાતિ, એ સર્વ શબ્દ તથા તેના અર્થ સંબંધી દષ્ટિએ, તત્ત્વજ્ઞ પુરુષની દૃષ્ટિએ તો કેવળ સસલાનાં શિંગડાં કિંવા વંધ્યાપત્રની જેમ મિથ્યા જ ભાસે છે. નિવિકઢ૫ ચિદાકાશ, આત્મા કિંવ બ્રહ્મની અંદર કદી એ કલ્પના પણ સંભવતી નથી. અદ્વિતીય એવા ચિદાકાશની અંદર આ આત્મા છે અને આ ખ્યાતિ છે, એવી કલ્પનાનો ભ્રમ કદી પણ સંભવતો નથી, માટે એ શબ્દોને છોડી દઈ કેવળ પરમાર્થ પરાયણ થઈને રહેવું. આવા પ્રકારના નિશ્ચય પર આવી જતાં ગતિ, સ્થિરતા અને ભક્ષણ ઇત્યાદિ તમામ ક્રિયા, તેને કરનાર અને આ સર્વ જગત પણ પ્રવૃત્તિથી તદ્દન રહિત એવા આકાશના જેવું નિઃસંકલ્પ, સ્વચ્છ અને અવિચ્છિન્ન જ ભાસે છે. આ મુજબ સર્વ ખ્યાતિઓ આત્મસ્વરૂપ જ છે, તે થકી સહેજ પણ ભિન્ન નથી, એ વાત
પષ્ટ રીતે જાણી શક્યા. હવે આપણે વિરાટ વિભૂતિઓનાં ચાલુ વિષય સંબંધે ભગવાનના કથનને આગળ વિચાર કરીશું.
| સર્વ ઇન્દ્રિયની તે તે વિષય ગ્રહણ કરવાની શક્તિ હું જ છે
ભગવાન કહે છે: હે ઉદ્ધવ! સ્ત્રીઓમાં શતરૂપા સ્ત્રી તથા પુરુષોમાં સ્વાયંભુવ મનું કે જે જેડલાની સર્વ મથની સૃષ્ટિમાં સૌથી પ્રથમ ઉત્પત્તિ થવા પામેલી છે તે હું છે. મુનિઓમાં નારાયણ, બ્રહ્મચારીઓમાં સનકુમાર, ધર્મોમાં સર્વ પ્રાણીમાત્રને અભય આપનારો આત્મધર્મ, નિભયસ્થાનમાં આત્મનિષ્ઠા, અભિપ્રાયને ગુપ્ત રાખવામાં પ્રિય વચન અને મૌન, જેલમાં પ્રજાપતિ, કદી પણ પ્રમાદ(આલસ્ય) નહિ કરતો અને થાક્યા વગર નિત્યપ્રતિ પોતાનું કાર્ય કરી રહેલ કાળ, ઋતુઓમાં વસંત, મહિનાઓમાં માર્ગશીર્ષ, નક્ષત્રોમાં અભિજિત, યુગમાં સત્યયુગ, ધીર પુરુષોમાં દેવલ અને અતિ મુનિ હું છું, વેદોના વિભાગ કરનારાઓમાં વેદવ્યાસ, વિદ્વાનમાં બુદ્ધિશાળી ભૂગુ ઋષિ, ભગવાન રૂ૫ વાસુદેવ તથા ભકતમાં તો ઉદ્ધવ પણ હું જ છું. વાનરમાં શ્રેષ્ઠ એવા હનુમાન, વિદ્યાધરમાં સુદર્શન વિદ્યાધર, રત્નોમાં પદ્મરાણ મણ-માણેક, સુંદર વસ્તુઓમાં કમળદોડે, દર્ભની જાતિઓમાં કુશદર્ભ, હવિષ પદાર્થોમાં ગાયનું ઘી, ઉદ્યમીઓમાં લમી, જુગારીઓમાં છળ, ક્ષમાવાળાએમાં ક્ષમા, સાત્વિકેમાં સર૧, બળવાનોમાં બળ(શક્તિ) એટલે શારીરિક, વાચિક, માનસિક તથા આધ્યાત્મિક બળ, ભકત પુરુષનું ભકિતયુક્ત થતું કર્મ, વાસુદેવ, સંકર્ષણ