________________
ગીતાદહન | રવતઃસિદ્ધ, સ્વયંશાન, ચૈતન્યરૂપ આ આત્મા કદાપિ જન્મતો યા મરતો નથી. [ ૫૪૭ વાદ હું જ છું. હવે થોડું વિષયાંતર કરીને વચ્ચે આપણને ખ્યાતિ એટલે શું તેનો વિચાર કરવો પડશે. કારણ ખ્યાતિઓ કેને કહે છે, તે જાણ્યા સિવાય કેવળ ખ્યાતિ નામ માત્રથી જ સમજી શકાશે નહિ અને ખ્યાતિ સમજવાથી તત્ત્વબોધમાં વૃદ્ધિ થશે,
પાંચ પ્રકારની ખ્યાતિઓ શાસ્ત્રવેત્તા વિદ્વાનોમાં જ્યારે જ્યારે પરમાત્મતત્વના નિશ્ચયમાં ભ્રમ થાય છે ત્યારે વાદે ઉત્પન્ન થઈ તેનું નિવારણ થવામાં નીચે પ્રમાણે મુખ્ય પાંચ ભેદ નીકળી શકે છે. (૧)અખ્યાતિ: જેમ દેરીમાં સર્પને ભ્રમ થશે કહેવાય છે, તેમાં દેરીનું સામાન્યતઃ પ્રત્યક્ષજ્ઞાન તથા સર્પનું સ્મૃતિજ્ઞાન હોય છે. એટલે આ ભ્રમમાં દેખવામાં તે દોરીજ હોય છે છતાં તેવા આકારવાળે સર્પ સ્મૃતિમાં આવી તે ઉપરથી એ સર્પ છે એવાં પ્રકારનું સ્મૃતિજ્ઞાન હોય છે. આ બંને પ્રકારનું મિયાજ્ઞાન થવાનું કારણ અંધકાર હાઈ સર્પના સ્મૃતિજ્ઞાનને લીધે દોરીમાં સર્પભ્રમથી ભય ઉત્પન્ન થાય છે. આમ ભયને લીધે તે પ્રત્યક્ષ સર્ષ છે એવી સ્મૃતિ થઈ તેવા પ્રકારનું ભ્રમાત્મક જ્ઞાન થવાથી તે સંબંધે અનુભવયુક્ત એવો સારો વિવેક થતો નથી; આથી જ દોરી હોવા છતાં તે ઉપર સપભ્રમ થાય છે. આ બંને જ્ઞાન તે સમયને માટે તે ભ્રમરૂપ નથી પણ યથાર્થ છે એવા પ્રકારની આ ભ્રમ સંબંધે જે માન્યતા તે અખ્યાતિ કહેવાય. સાંખ્ય અને પ્રભાકરવાદી મીમાંસાના મતમાં આ અખ્યાતિના ધોરણે માયા અને બ્રહ્મ બંને અનાદિ છે એમ જે માનવામાં આવે છે તેનું કારણ આ જ છે. (૨) અન્યથાખ્યાતિઃ જેમ કે છીપમાં ચાંદીનો ભાસ થે. તેમાં પહેલાં કયાંક જોવામાં આવેલી ચાંદીનો અનુભવ લીધેલ એવા સરકારી પુરુષને દોષયુક્ત નેત્રનો ચમકતા છીપના ટૂકડાની સાથે સંબંધ થતાં પાછલા અનુભવરૂ૫ ચાંદીનું સ્મરણ થઈ આવવાથી સામે રહેલી છીપમાં છીપને બદલે ચાંદી૫ણાનું ભાન થાય છે. આ રીતે તૈયાય તથા વૈશેષિકાએ આ ભ્રમસ્થાનમાં અન્યથા ખ્યાતિને સ્વીકાર કરેલો છે. (૩) શુન્યખ્યાતિઃ જ્ઞાતા, જ્ઞાન, અને શેયરૂ૫ સૃષ્ટિ બિલકુલ અસત છે, જેથી વિષયદર્શનરૂપ જે આ બધો ભ્રમ થાય છે તે પણ સર્વ સાવ શપ છે; આ મુજબ માનવું તે શૂન્યખ્યાતિ કહેવાય. શુન્યવાદી બૌદ્ધોએ આ શૂન્યખ્યાતિને માન્ય કરેલી છે. (૪) અસખ્યાતિઃ દેરીમાં સર્પને ભાસને અસત્ય કહે છે. એટલે સંસારમાં જે જે ભ્રમમૂલક જ્ઞાન છે તે બધા વિષયો જેમ કે મૃગજળ, રજજુ, સર્પ, છીપમાં ચાંદી વગેરેને સસલાંના શિંગડા પ્રમાણે તુચ્છ માને છે તે અસતખ્યાતિ છે, એમ જાણવું. (૫) આત્મખ્યાતિઃ વાસ્તવિક
ખ્યાતિ શબ્દ પ્રત્યયવાળો હોઈ તે શબદથી રહિત એવા સ્વયંપ્રકાશ આત્માને સંબોધીને કહેવાયેલે છે, તેને જ વિદ્વાને આત્મખ્યાતિ કિંવા અનિર્વચનીય ખ્યાતિ એ શબ્દ વડે કહે છે. ખ્યાતિ એટલે ભાન કિવા કથન તથા અનિર્વચનીય એટલે સત્ અને અસતથી વિલક્ષણ, ત્રણે કાળમાં જે એકજ સમાન સ્થિતિમાં રહે છે તે સત તથા જે ત્રણે કાળમાં નથી તે અસત્ જેમ કે વંધ્યાપુત્ર, શશશુગ વગેરે. એથી વિલક્ષણ
છે અને નથી" એવા ઉત્પત્તિ નાશવાળા તમામ સંસારના પદાર્થો પણ અનિર્વચનીય કહેવાય. અસત પદાર્થો કદી અનુભવમાં આવતાં જ નથી અને જે જે ઈદ્રિયો વડે અનુભવવામાં આવે છે તે સર્વ મિથ્યા જ હોય છે. જ્યાં દોરીમાં સર્પને ભ્રમ થાય છે ત્યાં સર્પની પ્રતીતિ અને જ્ઞાન થાય છે પણ તે સર્પ સત્ય નથી, જેથી માનવું પડે છે કે અવિદ્યા જ સપના આકારપણાને પામે છે. આથી તે જ સમયે સાક્ષી સ્વરૂપે રહેલી અવિધા મટી જઈ આ પ્રકારે સત્યજ્ઞાનરૂ૫ બોધ થાય છે કે, આ સર્પ નહિ પણ રજજુ છે. આ રીતે રજજીરૂ૫ સર્પ અને સાચા સર્પનું જ્ઞાન થતાં એ બંને અનિર્વચનીય બને છે. સારાંશ એ કે, આ જગત અવિદ્યા (અજ્ઞાન)થી જગતરૂપે ભાસે છે તથા જ્ઞાન થતાં તે જ આત્માકાર હેવાને અનુભવ આવે છે અને તેવું જ્ઞાન સાક્ષી ભાવ વડે જ થઈ શકે છે તથા તે સાક્ષી પણ આ બંને પ્રકારના જ્ઞાન પછી અંતે રવરવરૂપમાં જ રિથર થઈ રહે છે અને આ પ્રકારના જ્ઞાનની પૂર્વે પણ તે પિતાના મૂળ આત્મસ્વરૂપમાં જ હોય છે; આથી જગતાદિને પણ અંતે અનિર્વચનીય કહેવું પડે છે. આ રીતની કથાત્મક ખ્યાતિ તે જ અનિર્વચનીય કિંવા આત્મખ્યાતિ કહેવાય. વસિષ્ઠાદિ મહર્ષિઓ તથા શ્રી શંકરાચાર્ય આ