________________
ગીતાદેહન ] આવા અક્ષર બ્રહ્મનું આલંબન કરનાર બ્રહ્મલકમાં પણ પૂજાય છે. [ ૫૪૫ હતું અને તું શું શું જોઈ આવ્યો? તેના ઉત્તરમાં તે બેટ, શંખેહાર, ગેપલાવ, નાગનાથ, ગોમતી, સિદ્ધનાથ, શ્રીદ્વારકાધીશનું મંદિર, શારદાપીઠ, શંકરાચાર્યની ગાદી, બંદર વગેરે હતું અને તે મેં જોયું એમ કહેશે. તે તે ઉપરથી એમ સમજવાનું નથી કે આટલું જોતી વખતે જ તેણે આંખો ઉઘાડી રાખેલી હતી અને બીજી વખતે બંધ કરી દીધી હતી એટલે આ સિવાય રસ્તામાં બીજું બધું કાંઈ તેના જોવામાં આવ્યું નહિ, એમ કાંઈ કહી શકાય નહિ; પરંતુ આમ કહેવામાં તેને ઉદ્દેશ તેણે તમામ જોયું એટલે જ સમજવાને છે. તેણે તે તે પિકી મુખ્ય મુખ્યનું જ વર્ણન કર્યું એટલે જ ભાવ તેમાં હોય છે તેમ આ વિભૂતિને અર્થ ફક્ત વિભૂતિઓમાં કહ્યું તેટલું જ ભગવાનનું સ્વરૂપ છે એમ નહિ સમજતાં ચરાચરમાં જે જે કાંઈ દશ્ય અદશ્ય રૂપે વ્યાપેલું છે. જે ભૂત ભવિષ્ય અને વર્તમાનકાળમાં તથા જે જે કાંઈ શર મન, બુદ્ધિ ઇત્યાદિ દ્વારા જાણી શકાય છે તે તમામ આત્મસ્વરૂપ એવા ભગવાનનું સ્વરૂપ હોઈ તેને જાણનારો પોતે પણ તેનાથી કિંચિત્માત્ર ભિન્ન નથી. આમ આત્મસ્વરૂ૫ વિના બીજું કાંઈ છે જ નહિ, એ રીતનો સર્વાત્મભાવ બતાવવો એ જ આ વિભૂતિઓ કહેવાનું મુખ્ય આશય છે.
यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूजितमेव वा। तत्तदेवावगच्छ स्वं मम तेजोशसम्भषम् ॥ ४१ ॥
આ બહું મારા તેજથી જ પ્રગટેલું છે ભગવાન આગળ કહે છે : હે પાર્થ! ટૂંકામાં એટલું જ જાણ કે આ સર્વ દશ્યાદિમાં જે જે વૈભવ કિંવા એિશ્વર્ય, લક્ષ્મી, બળ અથવા સત્વ એટલે સારા અને અસારરૂ૫ એવું હોય તે તે સર્વ મારા તેજના અંશથી જ ઉપજેલું વા પ્રકટેલું છે, એમ જાણ. એટલે કે સૂર્ય જેમ પોતાના અંશોને કિરણેારા પ્રકટ કરીને તે વડે જગતને પ્રકાશમાન કરે છે તેમ આત્મા કિંવા ચૈિતન્યસ્વરૂપ એવો જે હું તે ચૈતન્યના પ્રકાશવડે જ આ સર્વ પ્રકાશિત થયેલું છે એમ સમજ.
अथवा बहुनतेन किं ज्ञातेन तवार्जुन । विष्टभ्याहमिदं कृत्स्नमेकाशेन स्थितो जगत् ॥ ४२ ॥
આ બધું મારા એક અંશમાં જ સ્થિત છે અથવા હે અર્જુન ! આ બધો લાંબો પસારે જાણીને તારે શું પ્રયોજન છે? સંક્ષેપમાં એટલું જ સમજ કે આ બધું જગતદિરૂપ જે દક્ષ્યાદિ પસાર (વૃક્ષાંક ૩ થી ૧૫ ૪ સુધીને) છે તે સર્વને “હું” રૂપ એવા એક અંશ અથવા રૂર્તિ (વૃક્ષાંક ૩) વડે જ આત્મસ્વરૂપ (ક્ષાંક ૧) એવો હું ધારણ કરી રહ્યો છે. તાત્પર્ય કે, મારી (આત્મા વૃક્ષાંક ૧ની) હું એવી સ્મૃતિ કિંવા હું એવા એક અંશ (વૃક્ષાંક ૩) વડે જ આ સર્વનું ધારણ થયેલું છે. આ હું ૨૫ એવા એક અંશ વડે વિસ્તારેલી દશ્ય જાળને શાસ્ત્રમાં અપરાપ્રકૃતિ (વૃક્ષાંક ૩ થી ૧૫ g) કહે છે. તેને જ આ સર્વ વિસ્તાર છે. મારી આ અપરાપ્રકૃતિ પણ વાસ્તવિક અનિર્વચનીય છે, તેનું વર્ણન થવું પણ જ્યાં શકય નથી તે પછી અપરા તથા પરા પ્રકૃતિથી પણ પર એવા મારા વર્ણનની તો વાત જ શી કરવી. આ વિભૂતિઓના સંબંધમાં ઉહવે શ્રીકૃષ્ણ ભગવાનને આવી રીતે જ પ્રશ્ન કર્યો હતો તે ઉપરથી ભગવાને તેને પોતાની વિભૂતિનું વર્ણન ત્યાં પણ કહેવું છે તે આની સાથે સંબદ્ધ તથા બંધ બેસતું હોવાથી નીચે આપવામાં આવે છે. ૩૫