________________
ગીતાદાન 1 આવા ચરાચરમાં વ્યાપક અક્ષરબ્રહ્મનું આલંબન જ શ્રેષ્ઠ અને એયરૂપ છે.
[ ૫૪૩
માસમાં પ્રથમ સુદિ પક્ષ અને પછી વદિ પક્ષ આવે છે તથા પૂર્ણિમાંત માસમાં પ્રથમ વદિ પક્ષ અને પછી સુદિ પક્ષ એ ક્રમ છે. આ બેમાં નીચે પ્રમાણે ભેદ છે. બંને મહિનાઓ સુદિ પક્ષ એક સરખો જ હોય છે પરંતુ વદિ પક્ષમાં એટલે ભેદ છે કે જ્યારે અમાંત એટલે ચાન્દ્ર મહિનાની ગણત્રીને ફાગુન કૃષ્ણપક્ષ કહેવાય છે તેને જ પૂર્ણિમાંત એટલે નાક્ષત્ર માસની ગણત્રીવાળાઓ ચિત્ર કૃષ્ણપક્ષ કહે છે. આ રીતે ચાદ્રમાસના ચૈત્ર, વૈશાખ, જયેષ્ઠ, અષાઢ, શ્રાવણ, ભાદ્રપદ, આસે, કાર્તિક, માર્ગશી, પૌષ, માઘ, ફાગુન એ બારે માસના વદિ પક્ષોને પૂર્ણિમાંત એટલે નાક્ષત્રિક ગણત્રીવાળા લો કે ક્રમે વૈશાખ, જેષ્ઠ, અષાઢ, શ્રાવણ, ભાદ્રપદ, આસે, કાર્તિક, માર્ગશીર્ષ, પૌષ, મધ, ફાલ્ગન અને ચૈત્ર વદિ પક્ષે કહેશે. એટલે ચાંદ્ર મહિનાની ગણત્રી પ્રમાણે જે ચિત્ર વદ હશે તે નાક્ષત્રમાસવાળાની ગણત્રી પ્રમાણે વૈશાખ વદ કહેવાશે. આ મુજબ ચાન્દ્રના ચૈત્ર મહિનામાં પ્રથમ ચૈત્ર શુકલ પક્ષ અને પછી ચિત્ર કૃષ્ણપક્ષ એ ક્રમ આવશે, ત્યારે પૂર્ણિમાંત માસવાળાની ગણત્રી પ્રમાણે ચાન્દ્રમાસવાળા જેઓને ફાગુન કૃષ્ણપક્ષ કહેશે તેને પૂર્ણિમાંત માસવાળા ચિત્ર કૃષ્ણ પક્ષ કહેશે. તે તમે પ્રથમ ચિત્ર શુકલપક્ષ અને પછી ચિત્ર કૃષ્ણ પક્ષ એ પ્રમાણે અમાંત મહિનાવાળાની ગણત્રામાં કેમ રહેશે, જ્યારે તેને જ પૂર્ણિમાંત ગણત્રીવાળાઓના ક્રમે પ્રથમ ચિત્ર શુકલપક્ષ તથા પછી વૈશાખ કરુણ પક્ષ એમ કહેવામાં આવશે. શુકલ પક્ષે તો બંનેના એકસરખા જ રહેશે જે ઉપર બતાવ્યું જ છે આ રીતે દરેક મહિના માટે સમજવું. આથી આમાં ભગવાને “માસાનાં માર્ગશીર્ષોહમ' એમ જે કહ્યું છે તે કુરુક્ષેત્રની રણભૂમિ ઉપર ચાલતા નક્ષત્રિક કાળને અનુસરીને કહેલું છે, એટલે તેની અમાંત (ચાર્જ) , માસ પ્રમાણે જે ગણત્રી કરવામાં આવે તો ચા માસમાં જે કાર્તિક વદ ગણાશે તે જ પૂર્ણિમાંતવાળાની ગણત્રી પ્રમાણે માર્ગશીર્ષ મહિનાને વદિપક્ષ કહેવાશે, અને તે મહિનામાં નિશ્ચિત વૃશ્ચિક રાશિનો સૂર્ય હોય છે. તેને અધિપતિ વિપણું આદિત્ય હોઈ તે સર્વ આદિત્યોમાં શ્રેષ્ઠ છે, જે પ્રથમ કહેલું જ છે. આથી બાર મહિનામાં શ્રેષ્ઠ એ માર્ગશીર્ષ મહિને હું જ છે. ઋતુઓમાં યજ્ઞકાળને અનુકૂળ એવી વસંતઋતુ કે જેમાં નુતન પલવાદિ ફૂટે છે તથાં જે પ્રતિમાન્ય છે, તે વસંત ઋતુ પણ હું જ છે.
द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् । શનિ થવાયોડરિક સુર રચવતાનામ્ ય ૨૬ .
ઘત એટલે શું ? છળ કરનારાઓમાં છૂત જૂગટું હું જ છે એટલે અમુકની સાથે મેં છળકપટ કર્યું એમ જે વ્યવહારમાં કહેવામાં આવે છે તેનો પ્રેરક પણ હું જ છે, કેમ કે શુદ્ધ અંતઃકરણથી કરવામાં આવતા વૃતનો ઉદ્દેશ વ્યવહાર અર્થ સાધી લઈને અધ:પતનમાં પાડવાને હેત નથી, પરંતુ પ્રામાણિકપણે પારમાર્થિક માર્ગ તરફ લઈ જઈ અંતે આત્મસાક્ષાત્કારમાં જ તેનું પર્યાવસાન થાય એવો હોવો જોઈએ, અને એટલા માંટે જ બહુજન સમાજ અજ્ઞાની હોવાથી તેઓના હિતની દૃષ્ટિનો વિચાર કરીને પૂર્વે મહર્ષિએ રાજનીતિની સ્થાપના કરેલી છે તથા તેમાં સામ, દામ, દંડ અને ભેદ એ ચારે નીતિને આશ્રય લેવાનું કહેવામાં આવેલું છે. આ નીતિ એટલે જ દૂત વા છળકપટ છે એમ જાણવું..
જગતમાં સત્ત્વવાળું સર્વ હું જ છે અમુક પ્રભાવશાળી છે, બળવાન છે, તેજસ્વી છે, એમ જે કહેવામાં આવે છે તે સર્વ તેજસ્વીઓમાં જે તેજ છે તે હું છે. અમુકે જય મેળવ્યો, એમ જે વ્યવહારમાં કહેવામાં આવે છે તે જય હું જ છે. અમુક મોટો વ્યવસાયી-ઉદ્યમી છે એવું જે વ્યવહારમાં લેકે કહે છે તે ઉત્તમ હું જ છે. સવવાળાઓનું સત્વ હું જ છે. વાસના રહિત ચિત્તને સત્વ કહે છે કિંવા દૂધનું સર્વ જેમ માખણું છે તેમ આ જગતની અંદર જે જે કાંઈ સત્વરૂપે છે તે બધું હું જ છે.