________________
ગીતા ાહન ]
જે તેને ઇચ્છે તે પોતે પણુ તદ્રુપ જ ખતે છે
[ ૫૧
ધાતા કિવા ધારણ કરનારા તા અનિવચનીય આત્મસ્વરૂપ હું(વૃક્ષાંક ૧) છે. તસ્માત્ આ જગતમાં હું' ને ધાતા કિવા ધારણ કરનારા આત્મા છે અને હું તને જે આ વિભૂતિએ કહી રહ્યો છું, તે સવ આ આત્મસ્વરૂપ એવા હું(વ્રુક્ષાંક ૧)ની જ હેાઈ તે તમામ આત્મરૂપ જ છે, એમ સમજ. હવે તને સારી રીતે સમજાયું હશે કે વિશ્વની અંદર બધાનાં મુખેથી નીકળનારા જે 'હું' તે આ અર્જુન, કૃષ્ણે યાદિ નામધારી હું' નહિ પરંતુ જ્યાં હું' એવા ભાવ છે જ નિહ એવા અનિર્વચનીય આત્મા(વૃક્ષાંક ૧) છે. તે જ ધાતા છે અને આ ધાતા તે જ હું' છે.
मृत्युः स॒र्वद्दरश्वा॒हम॒द्भव॑न्ध म॒द्दिष्यताम् ।
कीर्तिः श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा धृतिः क्षमा ॥ ३४ ॥
જે છે તે, તેના નાશ તથા ભવિષ્યમાં થશે તે સ હું જ છે
ભગવાન અયુત કહે છે કે હે ભરતશ્રેષ્ટ ! અત્યાર સુધી તે મેં તને આ વિશ્વમાં જે છે તે સર્વ આત્મસ્વરૂપ એવા મારું' સ્વરૂપ છે એમ કહ્યું, પરંતુ ઉપરના કથન ઉપરથી તું સારી રીતે જાણી શકીશ કે આ વિશ્વમાં જે જે કાંઈ સ્થિત છે તે સર્વ આત્મસ્વરૂપ એવા ‘હું' રૂપ છે એમાં તે શંકા નથી પરંતુ આ સતે હરનાર એવા મૃત્યુ તથા ભવિષ્યમાં જેએનેા ઉદ્દભવ યશે એટલે જેની ઉત્પત્તિ થવાની છે તે તમામ પણ ‘હું' રૂપ જ છે. તાત્પ` કે, જે જે કાંઈ આજ સુધી થઈ ગયા, ભવિષ્યમાં થશે અને આજે છે તે તમામ આત્મસ્વરૂપ એવા ‘હું' જ છે. મારાથી રહેજે પણ કાંઈ ભિન્ન નથી. એટલું જ નહિ પરંતુ જગતમાં શ્રેષ્ઠ ગણામાં આવતા કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા ઇત્યાદિ ગુગૢા તથા ઐશ્વર્યાદિકા જે જે આ પુસ્ત્રામાં જોવામાં આવે છે તે તમામ અનિવચનીય એવા ‘હું’ રૂપ જ છે. ઉદ્દેશ એ કે, જગતમાં જેને જેને સદ્ગુણ્ણા એટલે ઐશ્વય` કિંવા શ્રેષ્ઠ પ્રકારના ગુણે। માનવામાં આવે છે તે જે જે સ્ત્રી કિવા પુરુષામાં હોય તે તમામ સદ્ગુણે! આત્મસ્વરૂપ એવા ‘હુ’ રૂપ જ છે. કીર્તિ, શ્રી યાદિ શબ્દો સ્ત્રી વાચક છે. તેનું કારણ એ કે ભગવાનનું પર એટલે આત્મસ્વરૂપ તે તદ્દન અનિચતીય હાઈ ગુણ્ણા એ પ્રકૃતિના વિસ્તારરૂપ ડેઈ આ બધું દૃશ્ય જે વિસ્તારને પામેલું છે તેને ભગવાનનું વિરાટ કવા અપર રવરૂપ કહે છે, વળી ભગવાનનું પર એટલે આત્મસ્વરૂપ(વૃક્ષાંક ૧) તેા.તદ્દન અનિચતીય છે, માટે અપરસ્વરૂપ ( વૃક્ષાંક ૨ થી ૧૫ વ સુધી)ને ભાવ દર્શાવવાને અર્થે અત્રે પ્રકૃતિરૂપ સ્ત્રી વાચક શબ્દો યેાજેલા છે. વ્યવહારમાં શત્રુભાવથી રહિત એવા આ કીર્તિ, શ્રી, વાક્, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા ઇત્યાદિ સદ્ગુણ્ણા આત્મસ્વરૂપ એવા ’ રૂપ જ છે અને તેવા શત્રુ રહિત ભાવ તે કેવળ એક આત્મપદમાં જ હોઈ શકે. સારાંશ, આ બધું હું ' રૂપ જ હાઇ તેવા હું તે। આત્મા(વૃક્ષાંક ૧) છે, એવા હેતુ જ આમાં સમાયેલે છે ( આ બધા શબ્દો પ્રચલિત હોવાથી તેને જુદા જુદા અર્થ કરીને વિસ્તાર વધાર્યો નથી. જેમને તેના અર્થ જાણવાની પછા થઈ હોય તેમણે તે અન્યત્ર જોઈ લેવા).
"
बृद्दत्स॒ाम तथा सा॒म्नां गायत्री छन्दसामहम्
मालना॒ मार्गशीर्षोऽहम्मृ॒तूर्ध्ना कुसुमाकरः ॥ ३५ ॥
બૃહત્સામ હું કેમ ?
સામામાં બૃહત્સામ તથા દેશમાં ગાયત્રી હું છે. સામ એ શબ્દમાં વાણી તથા પ્રાણુ એમ બંનેને સમાવેશ થાય છે, આથી શબ્દો તથા વાયેામાં રહેલા વર્ણીના સમુદાયરૂપ ગાનને જ સામ કહે છે અને તે પ્રાણને અધીન છે, કારણુ દરેક સ્વરના ઉદ્ભવ પ્રાણથી જ થઈ શકે છે (અધ્યાય ૮ શ્લાક ૧૧ જુએ) તેથી તે પ્રાળુને અધોન છે. જેમ પ્રાણુ સામરૂપ છે તેમ વાણી પણ સામરૂપ છે, કારણુ તે સામની પુનરાવૃત્તિ
I