________________
ગીતાહ ]
તેમજ “આ બધું બ્રહ્મ જ છે' એવા અક્ષર સ્વરૂપ બ્રહ્મને જાણીને –
[ ૫૩૯
છે, એટલે જેને વિદ્યા એ નામ વડે કહી શકાય એવા આ ચૌદ સાધન બાકીની બધી અવિદ્યા છે. ચાર વેદઃ (૧) ઋક્, (૨) યજુ, (૩) સામ, (૪) અથર્વવેદ; આમાં મે આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ તથા અર્થવેદ એ ચારે ઉપવેદ તથા સર્વ ઉપનિષદોનો સમાવેશ થઈ જાય છે; છ વેદાગ (૧) શિક્ષા (ઉચ્ચારશાસ્ત્ર) (૨) જ્યોતિષ, (૩) છંદ, (૪) નિઘંટુ, (૫) ક૯૫ (કર્મકાંડની વિધિ બતાવનારું શાસ્ત્ર) અને (૬) વ્યાકરણ તેમ જ ચાર ઉપાંગો; (૧) ન્યાય, (૨) મીમાંસા, (૩) ધર્મશાસ્ત્ર, અને (૪) પુરાણ. ધર્મશાસ્ત્રોમાં સાંખ્ય
ગાદિ ષડુદર્શન તથા સ્મૃતિશાસ્ત્ર તેમ જ શાકત પથ (દક્ષિણમા), પંચરાત્રતંત્ર, પાશુપત તંત્ર વગેરેને સમાવેશ થાય છે અને પુરાણોમાં શ્રી વ્યાસાચાયૅ બનાવેલાં અઢાર મુખ્ય પુરાણે, અઢાર ઉપપુરાણ, પૌરુષેય રામાયણું, મહાભારતાદિ ઈતિહાસ, ચપુ, પૌરુષેય ઉપનિષદો અર્થાત ગીતા વગેરેને સમાવેશ આ પુરાણની અંતર્ગત જ થઈ જાય છે. આ રીતે મુખ્ય ચૌદ એવાં વિદ્યાનાં પ્રસ્થાન છે. આ બધી વિદ્યાઓનો અંતિમ ઉદ્દેશ આત્મજ્ઞાન કરી આપવાનો છે. એવી સર્વ વિદ્યામાં છે કે જેને વિદ્યાઓને રાજ કહેવામાં આવે છે, તે અધ્યાત્મવિદ્યા હું જ છે, એમ ભગવાન કહે છે.
જલ્પ, વિતંડા અને વાદમાં વાદ હું જ છે. | વિવાદ કરનારાઓમાં શ્રેષ્ઠ એ વાદ હું જ છે. વિદ્યા એ જ્ઞાનને હેતુ છે તથા જ્ઞાન એ આત્યંતિક સુખ પ્રાપ્ત કરી આપનારું મોક્ષનું સાધન હોવાથી તેવા તત્વના નિશ્ચયને માટે અપરોક્ષજ્ઞાન(સાક્ષાત્કાર) થતાં સુધી પરોક્ષજ્ઞાનીઓ આપસઆપસમાં સભાઓમાં ચર્ચાઓ કરી યોગ્ય તર્ક, ન્યાય ઇત્યાદિ ઉપર બતાવેલા : | વિદ્યાનાં ચૌદ પ્રરથાનના આધારે વિવાદો કરે છે તથા તેમાંથી તત્વબોધની પ્રાપ્તિ થાય . આમ તત્વનો નિર્ણય એ જ વાદનું વાસ્તવિક ફળ છે. આ વિવાદમાં ત્રણ પ્રકારો છે, (૧) વાદ, (૨) જલ્પ અને (૩) વિતંડા. રાગદ્વેષ વિના તથા જય પરાજયની ઈચ્છા વિના કેવળ સત્ય તત્ત્વના નિર્ણયને માટે જ શુદ્ધ અંતઃકરણપૂર્વક પરસ્પર જે તસ્વનિર્ણયપર્યત સામસામાં પ્રશ્નોત્તરે કરવામાં આવે તેને વાદ કહે છે. બંને વિવાદ કરનારાઓ જેમાં પોતપોતાના પક્ષનું સ્થાપન કરી એક બીજાના પક્ષના ફકત દૂષણ બતાવે છે તે જ૫તવાદ) કહેવાય તથા જેમાં એક કેવળ પોતાના પક્ષનું જ સ્થાપન કરે છે, સામાના પક્ષમાં દૂષણ કયાં અને શા માટે છે તે સયુક્તિક બતાવતો નથી અને બીજો તો સામાના પક્ષના કેવળ દૂષણ જ બતાવે છે તથા પિતાના મતનું સ્થાપન પણ યોગ્ય રીતે કરતો નથી તેને વિતંડાવાદ) કહે છે. જ૫ અને વિતંડાવાદ કરનારાઓ દુરાગ્રહી તથા મૂઢ હોય છે. અને તેમની ઈચ્છા પરસ્પર એક બીજાને જીતવા કિંવા ગમે તે રીતે સામા પક્ષવાળાને ચૂપ કરવા એવી હોય છે. તેઓ તત્વને કદી પણ જાણતા નથી. જય કિંવા પરાજય માની લેવો એ જ તેનું અંતિમ ફળ તેઓ પ્રાપ્ત કરે છે, પરંતુ વાદમાં તત્ત્વજ્ઞાનને નિશ્ચય થતો હોવાથી તેવા પ્રકારના જે વાદ તે હું જ છે એમ ભગવાને કહ્યું છે.
अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च । अहमेवाक्षयः कालो धाताऽहं विश्वतोमुखः ॥ ३३ ॥
વંદ્વ સમાસ હું છે આકાશ જેમાં સર્વત્ર વ્યાપક છે તેમ અકાર એ વર્ણ શાસ્ત્રમાં આકાશની જેમ સર્વવ્યાપક છે. અકાર વિના કોઈ પણ સ્વર, વ્યંજનાદિ વર્ણમાલાનું અસ્તિત્વ હેઈ શકે જ નહિ, આથી સર્વને આદિ એવો જે અકાર જેને કદી ક્ષર થતું નથી એવો “અ” હું જ છે. “મારા સર્વ વાઇ' આકાર એ જ સર્વવાનું છે” એમ કૃતિમાં પણ કહેલું છે. વ્યાકરણના નિયમને મુખ્ય આધાર સમાસ છે. ઠં, બહુવીહિ અવ્યયી, તપુરુષ ઇત્યાદિ સમાસોમાં મુખ્ય એવો કંઠ સમાસ હું જ છે. . સમાસ ઉભયપપ્રધાન છે, સમાસના સમૂહમાં પૂર્વપદપ્રધાન અવ્યયીભાવ તથા ઉત્તર પદપ્રધાન તપુરુષ છે તથા અન્ય પદપ્રધાન