________________
૫૪૪]
ઇતરાવને જ્ઞાવા ત્રાદે મરીતે | ઠ | [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ ૧/૪ર.
वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनञ्जयः । मुनीनामध्यहं व्यासः कवीनामुशना कविः ॥ ३७ ॥
પાંડમાં ધનંજય પણ હું જ છે યાદવોમાં વૃષ્ણિકુળમાં વસુદેવને ત્યાં ઉત્પન્ન થએલો વાસુદેવ એટલે શ્રીકૃષ્ણના નામથી તારી સામે જે બેઠેલે છે તે પણ હું છે કિંવા અતિશય શુદ્ધ એવું જે અંતઃકરણ તે વસુદેવ કહેવાય છે કેમ કે તે શુદ્ધ અંત:કરણરૂપી વસદેવમાં ઇંદ્રિયોથી અગોચર એવા વાસુદેવ પ્રકટપણે પ્રકાશે છે, આથી જ તે વસુદેવ ઉપરથી વાસુદેવ કહેવાય છે (ભાવ ૦ ૩-૩-૨૩). આ વાસુદેવ તે હું છે. અરે! એટલું તો શું પરંતુ પાંડમાં મુખ્ય એવો ધનંજય એટલે અને તે પણ હું જ છે કારણ કે, અને પોતે પોતાને માટે તો હું હું એમ જ કહે છે. તે હું હું કહેનાર આત્મા હોઈ તે હું એટલે તે આત્મસ્વરૂપ એવે છે. મુનિઓમાં શ્રેષ્ઠ એવા વ્યાસાચાર્ય તથા કવિઓમાં શ્રેષ્ઠ એવા શુક્રાચાર્ય પણ હું જ છે.
दण्डो दमयतामरिम नीतिरस्मि जिगीषताम् ॥
मौनं वैवारि गृह्यानां ज्ञान ज्ञानवतामहम् ॥ ३४ ॥ શાસન કરનારાઓમાં દંડ એટલે શિક્ષા હું જ છે. જયની ઇચ્છાવાળામાં જે નીતિ અર્થાત સલાહ મસલત તથા સામદામાદિ પણ હું જ છે. સર્વ ગુહ્યમાં ગુહ્યું એવું જે મૌન તે હું જ છે એટલે અમુક વરંતુ અત્યંત ગુપ્ત રાખવી એમ જે માનવામાં આવે છે તેને બહાર પ્રગટ નહિ કરવા રૂપ મૌન શકિત તે હું જ છે કિંવા જીવન્મુક્તોનું સુપ્તમૌન હું જ છે. સર્વે જ્ઞાનીઓ મને જ્ઞાન છે એવું જે સમજે છે તે જ્ઞાન પણ હું જ છે. વેદ અને તંત્રશાસ્ત્ર પ્રમાણે ભગવાનની જે જે વિભૂતિઓ કડેલી છે તે બધી પણ હું જ છે(જેઓને આ સંબંધે વિશેષ જાણવાની ઈચ્છા હોય તેમણે શ્રી ભાઇ &૦ ૧૨ અ૦ ૧૧ માં જોવ).
यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन । न तदस्ति विना यत्स्यान्मया भूत चराचरम् ॥ ३९ ॥
મારા વિના બીજું કંઈ છે જ નહિ. હે અન! સર્વ ભૂતનું જે બીજ તે પણ હું જ છે. જે ચરાચર ભૂત માત્ર છે તે બધા મારા (હું) વિના નથી. ઉદ્દેશ એ કે, આ ચરાચર ભૂત માત્રનું બીજ તત કિંવા આત્મા (વૃક્ષાંક ૧) હેઈ તે જ હું છે. આ ચરાચર ભૂત મારા તે એટલે તત્ એવા આત્મવિરૂ૫થી અભિન્ન છે. એટલે કે, આ ચરાચરમાં મારા-આત્મસ્વરૂપ વિના બીજી કોઈપણ વસ્તુ છે જ નહિ.
नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप । एष तुद्देशतः प्रोको विभूतेविस्तरो मया ॥ ४० ॥
મારી દિવ્ય વિભતિઓને અંત નથી હે પરંતપ ! મારી દિવ્ય એટલે ચૈતન્ય સ્વરૂપ વિભૂતિઓનો અંત નથી. છતાં વિભૂતિઓને આ વિસ્તાર તે મેં કેવળ એકદેશીય અર્થાત સાધારણ રીતે તારા લક્ષ્યમાં આવે એટલા પૂરતું જ કહે છે. સારાંશ એ છે, જેમ કોઈ મનુષ્ય દ્વારકા નંગર જોઈ આવ્યો તેને ઇતર કે પૂછે છે કે દ્વારકામાં શું